Last Update : 16-April-2012, Monday

 

નેપાળી જુનિયર આર્ટિસ્ટની હત્યા બાદ લાશના કટકા કરી નાખ્યા ઃ દંપતીની ધરપકડ

જોગેશ્વરીથી અલાહાબાદ લઈ જઈને હત્યા કરીઃ ખંડણી માટે તેની માતાને ધમકી આપનારું દંપતી પણ જુનિયર આર્ટિસ્ટ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૫
જોગેશ્વરી (પશ્ચિમ)માં રહેતી અને ગયા મહિને ગૂમ થયેલી જુનિયર ફિલ્મ આર્ટિસ્ટ ૨૪ વર્ષીય મિનાક્ષી થાપાની અલાહાબાદમાં હત્યા કરનારા દંપતીની ક્રાઈમ બ્રાંચ યુનિટ- ૯નાં અધિકારીઓએ ધરપકડ કરી છે. બન્નેએ કેટલીક નાની મોટી ફિલ્મોમાં કામ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. મિનાક્ષીની બ્લ્યુ ફિલ્મ બનાવીને તે નેટ પર મુકી દઈશું એવી ધમકી આપીને આરોપીઓએ મૃતકની દહેરાદૂનમાં રહેતી માતા પાસે પંદર લાખ રૃપિયાની ખંડણી માગી હતી.
ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ૩૫ વર્ષીય અમીત જયસ્વાલ અને તેની પત્ની ૨૫ વર્ષીય અલ્વીના ઉર્ફે પ્રિતી સુરીનની વાંદરાથી ગઈકાલે ધરપકડ કરી હતી. બન્ને જુનિયર આર્ટિસ્ટ હોવાનું પોલીસને કહ્યું હતું.
જોગેશ્વરી (પશ્ચિ)માં આરટીઓ લેનમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી મિનાક્ષી થાપા ૧૩ માર્ચનાં રોજ ગૂમ થઈ હતી. આ અંગે તેના આર્મીમાં નાયક પદે ફરજ બજાવતા ભાઈએ સંબોધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે જાળ બિછાવીને આ દંપતીની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. જેમાં તેમણે મિનાક્ષીની અલાહાબાદમાં હત્યા કરી નાંખી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. એટલું જ નહિ તેમણે હત્યા બાદ મિનાક્ષીનું માથુ ધડથી અલગ કરી નાંખ્યુ હતું. બાદમાં એક ઠેકાણે માથુ તથા અન્ય ઠેકાણે ધડ ફેંકી દીધું હતું. પોલીસે બન્ને આરોપીને અંબોલી પોલીસને સોંપી દીધા હતા. આથી તપાસ માટે અંબોલી પોલીસ અલ્હાબાદ રવાના થઈ છે. કારણ કે મિનાક્ષીનો મૃતદેહ હાથ લાગ્યો નથી.
આરોપીઓ અમીત અને અલ્વીનાએ ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. તેઓ મહિનાથી વિરારમાં ભાડેથી રહેતા હતા. ફિલ્મોમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરતા હોવાથી તેઓ મિનાક્ષીનાં સંપર્કમાં આવ્યા હતા.
પોલીસનાં જણાવ્યા મુજબ આરોપીઓએ મિનાક્ષીની હત્યા કર્યા બાદ તેના મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી લીધું હતું. ત્યારબાદ અમીતે પોતાના મોબાઈલમાં મિનાક્ષીનું સીમકાર્ડ નાખીને મિનાક્ષીની દહેરાદૂનમાં રહેતી માતા કમલા થાપાને ફોન કર્યો હતો. જેમાં તેમણે કમલા પાસે પંદર લાખ રૃપિયાની ખંડણી માંગી હતી. ખંડણી નહિ આપે તો મિનાક્ષીની બ્લ્યુ ફિલ્મ નેટ પર મુકી દઈશું એવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ અમીતે આ સિમકાર્ડ કાઢી નાખ્યું હતું. કમલા થાપાને ફોન કરવા માટે જ તે આ સિમકાર્ડનો ઉપયોગ કરતો હતો.
અમીતે કમલાને તેનો એકાઉન્ટ નંબર પણ આપ્યો હતો. જેમાં કમલાએ એકવાર ૪૫,૦૦૦ રૃપિયા જમા પણ કરાવ્યા હતા. ત્યારબાદ અમીતે બોરીવલી, લખનૌ, અલ્હાબાદ વગેરે ઠેકાણેથી એટીએમમાંથી નાણાં પણ કઢાવ્યા હતા.
કમલા થાપાએ દહેરાદૂન પોલીસમાં આરોપીઓ વિરુધ્ધ અપહરણ અને ખંડણીવસૂલીની ફરિયાદ પણ નોંધાવી હતી.
અમીતને હતું કે મિનાક્ષીની માતા તેને ૪થી ૫ લાખ રૃપિયા આપશે. અંબોલી પોલીસ હાલમાં વધુ તપાસ ચલાવી રહી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક.ના જેલ પર તાલિબાને હુમલો કરતાં ૪૦૦ કેદીઓ ભાગી છુટયા

સંસદ પરના તાલિબાન હુમલો ખાળવા સાંસદો જ મેદાને પડયા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં ૬.૪નો ધરતીકંપ ઃ જાનહાનિ નહી
ભારતે શાહરૃખની અટકાયત મુદ્દે અમેરિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી
હાર્ટએટેકની આગોતરી ચેતવણી આપતું સાધન વિકસાવાયું
અંડર-૧૯ઃ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વન ડે ટુર્નામેન્ટ જીતી

આજે મુંબઇ અને દિલ્હી વચ્ચેની ટક્કર અંગે ચાહકોમાં ઈંતેજારી

ભારતીય વાયુ સેના પાસે સંસાધનોની ભારે ઉણપ ઃ સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત
કેરળના ગણપતિ મંદિરમાંથી અઢી કરોડના આભુષણો ગાયબ
કોલેજિયને ફોઇના ઘરમાંથી સાડા નવ લાખના દાગીના ચોર્યા
બાથરૃમની બારીમાંથી ઘૂસીને રૃા.૩૨ લાખની માલમતા ચોરી
પુણે પાલિકાની બસ બે કર્મચારી ઉઠાવી ગયા ઃ પ્રવાસીઓના પૈસા પડાવ્યા
કિંગ્સ ઇલેવન પંજાબનો કોલકાતા સામે બે રનથી રોમાંચક વિજય
બાંગ્લાદેશ પાકિસ્તાનના પ્રવાસમાં એક વન ડે અને ટી-૨૦ રમશે
ઇટાલીયન ફૂટબોલ ખેલાડી મોરોસીનીનું ચાલુ મેચમાં મોત
 
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved