Last Update : 16-April-2012, Monday

 

નરેન્દ્ર મોદી પણ પરિષદમાં ભાગ લેશે
આંતરિક સુરક્ષા અંગેની પરિષદમાં આજે મમતા બેનર્જી હાજર નહીં રહે

એનસીટીસીના વિરોધી એવા અન્ય મુખ્યમંત્રીઓ હાજર રહેશે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫
સૂચિત નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (એનસીટીસી)નો વિરોધ કરનારા તમામ બિન-કોંગ્રેસી મુખ્યપ્રધાનો, પૈકી એકમાત્ર મમતા બેનર્જી સિવાય, અન્ય સર્વે, આવતીકાલે અહીં મળનારી આંતરિક સલામતી અંગેની પરિષદમાં હાજર રહેનાર છે. આ પરિષદ કેન્દ્ર સરકારે, રાષ્ટ્રની આંતરિક સલામતી વિષે ચર્ચા કરવા બોલાવી છે, જેનું અધ્યક્ષપદ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ સંભાળનાર છે.
આ પરિષદમાં ત્રાસવાદ વિરોધી ક્ષમતા બળવત્તર કરવા ઉપરાંત જાસૂસી તંત્ર સબળ કરવા વિષે વિચારણા થશે તથા માઓવાદી હિંસા, પોલીસ સુધારણા, તથા રાષ્ટ્રની આંતરિક સલામતી ક્ષમતા આ પરિષદની કાર્યસૂચિમાં અગ્રસ્થાને છે.
એનસીટીસીને પ્રશ્ન ચર્ચવા માટે એક જુદી પરિષદ માટે મમતા બેનર્જીએ કરેલી માગણીને કેન્દ્ર સરકારે સ્વીકારી જ લીધી છે અને તે અંગે, તા. ૫મી મેએ આખો દિવસ તે ચર્ચા ચાલવાની છે. આથી આવતીકાલની આ પરિષદમાં એનસીટીસીનો મુદ્દો ચર્ચાવાની જ શક્યતા નહીવત્ છે.
મુખ્યપ્રધાન મમતા બેનર્જી શા માટે આવતીકાલે મળનારી, આંતરિક સલામતી અંગેની બેઠકમાં હાજરી નથી આપવાનાં તે વિષે પશ્ચિમ બંગાળની સરકારે કોઇ કારણ દર્શાવ્યું નથી, માત્ર તેટલું જ જણાવ્યું છે કે, તેઓ તા. ૫મી મેના દિવસે મળનારી એનસીટીસીની બેઠકમાં હાજરી આપશે.
એનસીટીસી અંગે, ઘણા બિનકોંગ્રેસી મુખ્યપ્રધાનોનો વિરોધ છે. તેઓ જણાવે છે કે આથી રાષ્ટ્રના સમવાયતંત્રી માળખાં ઉપર અસર થશે. આથી કેન્દ્ર સરકારે તે સૂચિત સંસ્થા વિષે વિચારણા કરવા ૫મી મેના દિને અલગ બેઠક બોલાવી છે. મમતા બેનર્જીનો તો આ સૂચિત સંસ્થા અંગે પહેલેથી જ ઉગ્ર વિરોધ છે તે સર્વવિદિત છે.
આ બેઠકમાં તમિળનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતા, બિહારના નીતિશ કુમાર, ઑડીશાના નવીન પટનાયક, ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, જમ્મુ અને કાશ્મીરના ઑમર અબ્દુલ્લા તથા ઉત્તરપ્રદેશના અખિલેશ યાદવ ઉપસ્થિત રહેનાર છે. આ સર્વે એનસીટીસીનો વિરોધ કરી રહ્યા છે તે સર્વવિદિત છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક.ના જેલ પર તાલિબાને હુમલો કરતાં ૪૦૦ કેદીઓ ભાગી છુટયા

સંસદ પરના તાલિબાન હુમલો ખાળવા સાંસદો જ મેદાને પડયા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં ૬.૪નો ધરતીકંપ ઃ જાનહાનિ નહી
ભારતે શાહરૃખની અટકાયત મુદ્દે અમેરિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી
હાર્ટએટેકની આગોતરી ચેતવણી આપતું સાધન વિકસાવાયું
અંડર-૧૯ઃ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વન ડે ટુર્નામેન્ટ જીતી

આજે મુંબઇ અને દિલ્હી વચ્ચેની ટક્કર અંગે ચાહકોમાં ઈંતેજારી

ભારતીય વાયુ સેના પાસે સંસાધનોની ભારે ઉણપ ઃ સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત
કેરળના ગણપતિ મંદિરમાંથી અઢી કરોડના આભુષણો ગાયબ
કોલેજિયને ફોઇના ઘરમાંથી સાડા નવ લાખના દાગીના ચોર્યા
બાથરૃમની બારીમાંથી ઘૂસીને રૃા.૩૨ લાખની માલમતા ચોરી
પુણે પાલિકાની બસ બે કર્મચારી ઉઠાવી ગયા ઃ પ્રવાસીઓના પૈસા પડાવ્યા
કિંગ્સ ઇલેવન પંજાબનો કોલકાતા સામે બે રનથી રોમાંચક વિજય
બાંગ્લાદેશ પાકિસ્તાનના પ્રવાસમાં એક વન ડે અને ટી-૨૦ રમશે
ઇટાલીયન ફૂટબોલ ખેલાડી મોરોસીનીનું ચાલુ મેચમાં મોત
 
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved