Last Update : 16-April-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ...

રાષ્ટ્રીય
1) બીજુ જનતા દળ (બીજેડી)ના અપહૃત ધારાસભ્ય ઝીણા હિકાકાની મુક્તિના એંધાણ દેખાતા નથી. ૨૪ માર્ચથી માઓવાદીની કેદમાં આ ધારાસભ્યની મુક્તિ માટે માઓવાદીઓએ ડેડલાઇન લંબાવીને ૧૮ એપ્રિલની કરી છે.
2) શ્રીલંકા સામેનો ડીએમકેનો વિરોધ જાણીતો છે. શ્રીલંકામાં પુનર્વસન અને રાજકીય પ્રક્રિયાનો અભ્યાસ કરવા જનાર પ્રતિનિધિમંડળમાં ડીએમકે જોડાવાનું નથી.
3) એરસેલ-મેક્સિસ સોદા, જેમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન દયાનીધિ મારન આરોપી છે, તેમાં સીબીઆઈની વિનંતીના આધારે વિશેષ સીબીઆઇ કોર્ટે ચાર દેશોને નાણાંની વિગતો માગતી ન્યાયિક વિનંતી કરી છે.
4) ગુજરાતમાં અમૂલ દૂધ મોંઘું થઇ ગયું પણ દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં સોમવારથી અમૂલ દૂધ મોંઘું થશે. ત્યાં પણ લિટરે રૃા. ૨નો વધારો થશે.
5) એસએમએસ અને ઈ-મેઇલથી સંદેશા વ્યવહાર ઝડપી થાય છે. સરકારી સંસ્થાઓને આની જાણ હવે થતી જાય છે. કેન્દ્રીય તકેદારી પંચ (સીવીસી) ભ્રષ્ટાચાર વિરૃધ્ધની કાર્યવાહીમાં પારદર્શિતા માટે કયા કેસની શું સ્થિતિ છે તેની જાણ ફરિયાદીને એસએમએસ કે ઈ-મેઇલથી કરશે.
6) પેલા પી.એ. સંગ્મા યાદ છે? એ જ ઓછી ઊંચાઇ પરંતુ રાજકીય રીતે ભારે માન પામેલા લોકસભાના પૂર્વ અધ્યક્ષ... તેમનું નામ રાષ્ટ્રપતિના ઉમેદવાર માટે વહેતું થયું હતું પણ તેમના પક્ષના નેતા શરદ પવારે સોઇ ઝાટકીને આ શક્યતા નકારી કાઢી છે.
7) ઉત્તર પ્રદેશના લોકાયુક્ત એન.કે. મેહરોત્રાએ જેએનએન યુઆરએમ હેઠળ ફાળવાયેલા ફંડ માટે પૂર્વ માયાવતી સરકારના ૧૫ મંત્રીઓ સામે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
8) મમતા બેનર્જીએ તેમનું કાર્ટૂન પ્રસારિત કરવા બદલ પ્રાધ્યાપક અંબિકેશ મહાપાત્રની ધરપકડ કરાવી તેનો ઈન્ટરનેટ પર વિરોધ થયો છે સાથે રમૂજો પણ થઇ રહી છે. બંગાળમાં થઇ રહેલી આવી જ એક રમૂજ... મમતા કે એક માત્રો રજનીકાંત ઠીક કોરતે પરે (મમતાને માત્ર રજનીકાંત જ ઠીક કરી શકે છે.)
9) શાહરુખ ખાનની અમેરિકામાં બીજીવાર અટકાયત થઇ. આ અંગે પણ ઈન્ટરનેટ પર પ્રશ્નો થયા છે. પ્રશ્ન એ છે કે માત્ર શાહરુખની જ કેમ અટકાયત થાય છે? આમિર કે સલમાનની કેમ નહીં? અન્ય દેશના મહાનુભાવોને કેમ નથી રોકાતા? માત્ર ભારતના મહાનુભાવોને જ કેમ અટકાવાય છે? પ્રસિધ્ધ ગાયિકા લતા મંગેશકરે આનો જવાબ આપ્યો છે કે ત્રાસવાદી હુમલાના કારણે અમેરિકા આવું કરે છે. તેમણે મજાક કરતા કહ્યું કે શાહરુખ દુબળો થઇ ગયો છે. કદાચ અમેરિકાવાળા એટલે જ તેને ઓળખી શક્યા નહીં હોય.
10) કેરળમાં કોંગ્રેસની મોરચા સરકાર મુશ્કેલીમાં છે. ઈન્ડિયન મુસ્લિમ લીગની પાંચમું મંત્રી પદ આપવાની માગણી કોંગ્રેસના મુખ્યમંત્રી ઓમેન ચંડીએ સ્વીકારી તો લીધી છે પરંતુ કોંગ્રેસના જ નેતાઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

 

આંતર રાષ્ટ્રીય

1) ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પ્રતિબંધોના સામનાના એક વર્ષ પછી આખરે ઈરાન અને વિશ્વની છ સત્તાઓએ મંત્રણા શરૃ કરી છે અને આવતા મહિને ફરી મળવા સંમત પણ થયા છે.
2) સિરિયામાં સંયુક્ત રાષ્ટ્રો પ્રેરિત યુદ્ધવિરામ જોખમમાં મૂકાયો છે. સિરિયાના દળોએ બળવાખોરોના વિસ્તાર પર તોપમારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો દેશમાં આવવાના છે ત્યારે જ આવું થયું છે.
3) ઉત્તર કોરિયાના નવા નેતા કિમ જોંગ ઉને રવિવારે તેમનું પ્રથમ જાહેર પ્રવચન કર્યું હતું. રૉકેટ લોંચ કરવાના નિષ્ફળ પ્રયાસના બે દિવસ બાદ કરેલા આ પ્રવચનમાં તેમણે પોતાને શક્તિશાળી લશ્કરી નેતા તરીકે ચિતર્યા હતા.
4) ઈજિપ્તમાં પ્રમુખની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચે પ્રમુખપદના દસ ઉમેદવારો પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં પૂર્વ જાસૂસી વડા ઓમર સુલેમાનનો પણ સમાવેશ થાય છે.
5) અમેરિકાની જાસૂસી સેવાના બાર કર્મચારીઓને પ્રમુખ બરાક ઓબામાની સુરક્ષા માટે કોલંબિયા મોકલાયા હતા પરંતુ કથિત ગેરવર્તણૂંક માટે તેમને ફરજ મુક્ત કરાયા છે.
6) વચનોની લ્હાણી શરૃ થઇ ગઇ છે. અમેરિકી પ્રમુખ બરાક ઓમાબાએ આગામી પ્રમુખ પદની ચૂંટણી માટે વચન આપ્યું છે કે તેઓ ચૂંટાશે તો પહેલા જ વર્ષમાં ઈમિગ્રેશનને લગતા સુધારાઓ કરી નાખશે.
7) અમેરિકાના કેન્સાસ અને ઑકલાહોમામાં ટૉર્નેડોની ચેતવણી અપાઇ છે.
8) ચીન ફરી વાર પાકિસ્તાનની મદદે આવ્યું છે. પાકિ.ના સિયાચીનમાં હિમપ્રપાતમાં દટાયેલા પાક. સૈનિકોના દેહો બહાર કાઢવાની કામગીરીમાં ચીન પાકિસ્તાનને મદદ કરશે.
9) દક્ષિણ ચીન સમુદ્ર પર દાવો કરતું ચીન વધુ ને વધુ દેશો સાથે દુશ્મનાવટ વહોરી રહ્યું છે. ભારત અને રશિયાને આ સમુદ્રમાં તેલ શોધવાની કામગીરીથી દૂર રહેવા ચેતવણી આપ્યા બાદ હવે તેણે ફિલિપાઇન્સ સામે પણ શિંગડા ભરાવ્યા છે. તેણે જહાજ અને વિમાન તૈનાત કરતા બંને દેશો વચ્ચે સંબંધો તંગ બન્યા છે.
10) ચીનની વાત નીકળી છે તો ચીનની ધાક કેટલી છે તે જોવા જેવી છે (અને ભારતે આમાંથી શીખવા જેવું પણ છે.) ગત નવેમ્બરમાં ચીનમાં એક બ્રિટીશ વેપારીનું શંકાસ્પદ મોત થયું. બ્રિટીશ કન્સ્યૂલર અધિકારીઓને પણ આ મોત અંગે શંકા હતી પરંતુ આ કેસમાં બ્રિટીશ અધિકારીઓએ ઝાઝી માથાકૂટ ન કરી કારણ કે તેમને લાગ્યું કે આનાથી ચીન સાથે સમસ્યા સર્જાશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક.ના જેલ પર તાલિબાને હુમલો કરતાં ૪૦૦ કેદીઓ ભાગી છુટયા

સંસદ પરના તાલિબાન હુમલો ખાળવા સાંસદો જ મેદાને પડયા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં ૬.૪નો ધરતીકંપ ઃ જાનહાનિ નહી
ભારતે શાહરૃખની અટકાયત મુદ્દે અમેરિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી
હાર્ટએટેકની આગોતરી ચેતવણી આપતું સાધન વિકસાવાયું
અંડર-૧૯ઃ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વન ડે ટુર્નામેન્ટ જીતી

આજે મુંબઇ અને દિલ્હી વચ્ચેની ટક્કર અંગે ચાહકોમાં ઈંતેજારી

ભારતીય વાયુ સેના પાસે સંસાધનોની ભારે ઉણપ ઃ સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત
કેરળના ગણપતિ મંદિરમાંથી અઢી કરોડના આભુષણો ગાયબ
કોલેજિયને ફોઇના ઘરમાંથી સાડા નવ લાખના દાગીના ચોર્યા
બાથરૃમની બારીમાંથી ઘૂસીને રૃા.૩૨ લાખની માલમતા ચોરી
પુણે પાલિકાની બસ બે કર્મચારી ઉઠાવી ગયા ઃ પ્રવાસીઓના પૈસા પડાવ્યા
કિંગ્સ ઇલેવન પંજાબનો કોલકાતા સામે બે રનથી રોમાંચક વિજય
બાંગ્લાદેશ પાકિસ્તાનના પ્રવાસમાં એક વન ડે અને ટી-૨૦ રમશે
ઇટાલીયન ફૂટબોલ ખેલાડી મોરોસીનીનું ચાલુ મેચમાં મોત
 
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved