Last Update : 13-April-2012, Friday

 

પારકા ખભે બંદૂક

વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાંના મુદ્દે અનેક વાર આંદોલન કરનારા યોગસામ્રાજ્યના અધિપતિ બાબા રામદેવ હવે ઘણી રીતે જાણીતા છે. ગયા વર્ષે અન્ના આંદોલનના પહેલા રાઉન્ડ પછી ઉબડી પડી ગયેલી સરકારે બાબા રામદેવનું સામૈયું કરવા માટે એરપોર્ટ પર મંત્રીઓ મોકલ્યા હતા અને થોડા દિવસ પછી મધરાતે, એ જ સરકાર તરફથી તેમના ઉપવાસના સ્થળે એવી ‘મહેમાનગતિ’ થઇ કે સત્યાગ્રહી હોવાનો દાવોે કરતા બાબા મહિલાનો પોશાક પહેરીને આંદોલનના સ્થળેથી નાસી છૂટ્યા. એટલું જ નહીં, એ રીતે નાસી છૂટવું એ જાણે સરકારી આત્યંતિકતાની સાથોસાથ પોતાની સચ્ચાઇનો પણ પુરાવો હોય એમ, એ જ વેશમાં ટીવી ચેનલોને ઇન્ટરવ્યુ આપ્યા.
કરોડો રૂપિયાની સંપત્તિના માલિક- અથવા ટેક્‌નિકલ રીતે માલિક નહીં તો ટ્રસ્ટી - અને ‘એક શિષ્યે ભેટમાં આપેલા ટાપુ’ ઉપર પણ યોગકેન્દ્ર ચલાવતા બાબા રામદેવ અગાઉ ઘણી વાર વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાંની વાત કરી ચૂક્યા હતા, પણ અન્ના આંદોલનની પશ્ચાદભૂમાં તેમની વાતને પહેલી વાર મોટા પાયે પ્રતિસાદ મળ્યો. હકીકતે, બાબાછાવણીનો દાવો એવો જ હતો કે અન્ના તો આગળ કરાયેલું એક નામ છે. બાકી, અસલી આંદોલન અને તેનું માળખું બાબા રામદેવનું સર્જન છે.
અન્નાનું ઘ્યેય જનલોકપાલ ખરડો હતું અને બાબા રામદેવ વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાં પાછાં લાવવાની લગભગ અશક્યવત્‌ વાત કરીને માઇલેજ મેળવી રહ્યા હતા. પરંતુ છૂપી અને છેવટની હરીફાઇમાં અન્નાનું પલ્લું ઘણું ભારે રહ્યું. સાથોસાથ, આ બન્ને જણને બધા ભ્રષ્ટાચારીઓ સામે કે જનલોકપાલ ખરડાના બધા વિરોધીઓ સામે નહીં, પણ કોંગ્રેસ સામે જ વાંધો છે એ પણ સ્પષ્ટ જણાઇ આવ્યું. એ છાપ દૂર કરવા માટે અને બિનરાજકીય છબી જાળવી રાખવા માટે અન્નામંડળે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીથી અંતર રાખ્યું. પણ હવે ફરી એક વાર અન્ના અને બાબાના હુંકાર સંભળાયા છે.
તક સાધવામાં પાવરધા બાબા રામદેવે સૈન્ય વડા જનરલ વી.કે.સંિઘ અને સરકાર વચ્ચે સર્જાયેલા અવિશ્વાસનો લાભ લેવા અને સૈન્યવડાની આભાનો લાભ મેળવવા માટે તેમને કહ્યું છે કે ‘નિવૃત્ત થઇ ગયા પછી તમે અમારા ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં જોડાઇ જાવ.’ આમ કરવાથી બાબા એક કાંકરે અનેક પંખી મારવાની ગણતરી રાખે છે. સરકાર સામે ખુલ્લેઆમ પડી ચૂકેલા સૈન્યવડા નિવૃત્ત થયા પછી બાબાની છાવણીમાં આવી જાય, એટલે સૈન્ય અને ફૌજીઓ પ્રત્યે આદરભાવ ધરાવતા ઘણા લોકોનો બાબાને ટેકો મળી જાય. સરકારને મુશ્કેલીમાં મૂકવાના મૂડમાં જણાતા જનરલ વી.કે.સંિઘ નિવૃત્ત થયા પછી એ દિશામાં વધારે તીવ્રતાથી આગળ વધવાનું વિચારતા હોય, તો તેમને તૈયાર પ્લેટફોર્મ મળી રહે. આ સંજોગોમાં કોણ કોના ખભે બંદૂક ફોડે છે એ નક્કી કરવું અઘરૂં પડે ખરું, પણ એ બંદૂકનું નિશાન નક્કી હોય.
બાબાના સાથી અને હરીફ જેવી ભૂમિકાઓમાં અદલાબદલી પામતા રહેતા અન્ના હજારેએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર રામલીલા મેદાન ગજવવાની અને ‘જનલોકપાલ લાઓ નહીં તો જાઓ’ એવી માગણીની વાત કરી છે. બે મુદત પૂરી કરતાં કરતાં હાંફી ગયેલી અને અસંખ્ય કૌભાંડોમાં ખરડાઇ ચૂકેલી-નિર્ણયો લેવામાં નાદાન કે કાચી પુરવાર થયેલી યુપીએ સરકાર ૨૦૧૪માં હારે તેનો શો અફસોસ? પરંતુ તેની હાર કરતાં વધારે મોટો સવાલ અન્ના અને બાબા જેવા આંદોલનકારીઓની માગણીનો અને તેમને મળતા જનસમર્થનનો છે. અન્નામંડળની જનલોકપાલની માગણીના વ્યવહારુ અમલમાં રહેલા સંભવિત વાંધા, ભ્રષ્ટાચારનાબૂદીના કે કોંગ્રેસવિરોધના ઉત્સાહમાં ઘણાને દેખાતા નથી. આ ખરડા વિશે નાગરિક ભૂમિકા પર રહીને વિચારવા જેટલી પુખ્તતા અન્નામંડળ કે તેમના ટેકેદારોમાંથી કોઇનામાં હશે કે કેમ, એ વિશે તેમના ભૂતકાળના આત્યંતિક વલણ પરથી શંકા જાય છે. રહી વાત બાબાની કાળાં નાણાં ઝુંબેશની. તેનો અસલી આશય કાળાં નાણાં પાછાં લાવવાનો છે કે પછી અડવાણી જેવા નેતો સગવડે ચગાવેલા આરોપોનો પુનરુચ્ચાર કરવાનો, એ પણ વિચારવા જેવું છે. જનરલ વી.કે.સંિઘ બાબા રામદેવ સાથે જોડાવાનું વિચારતાં પહેલાં પૂરો વિચાર કરે, એ તેમની પ્રતિષ્ઠાના હિતમાં રહેશે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved