Last Update : 13-April-2012, Friday

 

યુવરાજસિંહ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ પ્રગટાવશે

અમેરિકાના સાઇક્લિસ્ટ લાન્સ આર્મસ્ટ્રોંગની જેમ યુવરાજસિંહ પણ કેન્સરના દર્દીઓને સહાયરૃપ થવા ફાઉન્ડેશનની સ્થાપના કરવા ચાહે છે

અમેરિકામાં ત્રણ મહિના માટે કેન્સરની સારવાર લઈને પાછો ફરેલો યુવરાજસિંહ ક્રિકેટના મેદાનની જેમ જીવનમાં પણ 'ફાઇટબૅક' કરવાના મૂડમાં છે. કેન્સર એક એવી બીમારી છે જેનો ઇલાજ તો ઠીક પણ કારણ પણ વિજ્ઞાાનીઓ આજદિન સુધી શોધી શક્યા નથી. કેન્સરની બાબતમાં ડોક્ટરોને જેટલું જ્ઞાાન છે, તેના કરતા અનેકગણું અજ્ઞાાન છે. કેન્સરની જે આધુનિક ઢબે સારવાર કરવામાં આવે છે તે મોંઘીદાટ છે. યુવરાજસિંહ જેવા ક્રિકેટરને કે કોઈ કરોડપતિને જ અમેરિકામાં થતી આ સારવાર પરવડે તેવી છે. યુવરાજસિંહ ભારતમાં રહીને કેન્સરના દર્દીઓને મદદ કરવા માટે એક ફાઉન્ડેશનની સ્થાપના કરવાની યોજના ઘડી રહ્યો છે, જે ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ બની રહેશે.
અમેરિકાના દંતકથારૃપ સાઇક્લિસ્ટ લાન્સ આર્મસ્ટ્રોંગને પણ કેન્સર હતું. કેન્સરથી હિંમત હાર્યા વિના આર્મસ્ટ્રોંગ ઝઝૂમ્યો હતો આર્મસ્ટ્રોંગે કેન્સરની સારવાર કરાવી તે પછી તેની જિંદગી બદલાઈ ગઈ હતી. આ બદલાયેલી જિંદગીની કથા તેણે પોતાની આત્મકથામાં વણી લીધી હતી જે બેસ્ટસેલર પુરવાર થઈ હતી. આ આત્મકથામાંથી કેન્સરના લાખો દર્દીઓની જેમ યુવરાજસિંહને પણ પ્રેરણા મળી હતી. યુવરાજસિંહ પણ તેને કેન્સરનું નિદાન થયું ત્યારથી માંડીને તેની અમેરિકામાં ત્રણ રાઉન્ડ કેમોથેરાપી થઈ તેના અનુભવો શબ્દબદ્ધ કરવાની યોજના ઘડી રહ્યો છે. લાન્સ આર્મસ્ટ્રોંગે કેન્સરના દર્દીઓ માટે 'લીવસ્ટ્રોંગ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી એ લાઇન ઉપર જ યુવરાજસિંહ ભારતમાં ફાઉન્ડેશન સ્થાપશે. આ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ એકઠું કરવાના કાર્યક્રમો કરીને તેનો ઉપયોગ કેન્સરના દર્દીઓના લાભાર્થે કરવામાં આવશે.
લાન્સ આર્મસ્ટ્રોંગ અમેરિકાનો અત્યંત મશહૂર સાઇક્લિસ્ટ હતો તેને કેન્સરનું નિદાન થયું ત્યારે તેના કરોડો ચાહકોને ભારે આંચકો લાગ્યો હતો. ઇ.સ. ૧૯૯૬માં તેને વીર્યાશયમાં કેન્સરનું નિદાન થયું હતું. આ કેન્સર તેના મગજમાં અને ફેફસામાં પણ પ્રસરી ગયું હતું. કેન્સરની સારવાર માટે તેણે મગજની શસ્ત્રક્રિયા કરાવી હતી અને યુવરાજની જેમ જ કેમોથેરાપી પણ લીધી હતી. કેન્સરની સારવારમાંથી બહાર આવીને તે ફરી પાછો સાઇક્લિંગની સ્પર્ધામાં જોડાયો અને ઇ.સ. ૧૯૯૯થી ૨૦૦૫ દરમિયાન ફ્રાન્સની સ્પર્ધા તેણે સાત વખત જીતી લીધી હતી. ઇ.સ. ૨૦૦૫માં તેણે જાહેર કર્યું હતું કે તે સ્પર્ધાત્મક સાઇક્લિંગમાંથી નિવૃત્ત થાય છે પણ પાછો ૨૦૦૯માં ફ્રાન્સની સ્પર્ધામાં રમ્યો હતો અને ત્રીજા ક્રમાંકે આવ્યો હતો ઇ.સ. ૨૦૧૧માં તેણે સ્પર્ધાત્મક સાઇક્લિંગમાંથી કાયમી નિવૃત્તિ જાહેર કરી હતી. કેન્સરની સારવાર લીધી તેના ૧૬ વર્ષ પછી પણ આર્મસ્ટ્રોંગ તંદુરસ્ત જીંદગી જીવી રહ્યો છે, જે કેન્સરના કરોડો દર્દીઓ માટે પ્રેરણાદાયક છે.
લાન્સ આર્મસ્ટ્રોંગે પોતાના કેન્સર સામેની યુદ્ધની કથા ઇ.સ. ૨૦૦૦માં લખી અને તેને 'ઇટ્સ નોટ અબાઉટ ધ બાઇક ઃ માય જર્ની બેક ટુ લાઇફ'ના નામે પ્રગટ કરવામાં આવી ત્યારબાદ ઇ.સ. ૨૦૦૩માં તેની જીવનકથાના બીજા ભાગના રૃપમાં 'એવરી સેકન્ડ કાઉન્ટ્સ' નામનું પુસ્તક પ્રગટ થયું. યુવરાજસિંહને જ્યારે કેન્સર નહોતું ત્યારે તેણે આર્મસ્ટ્રોંગની કથા વાંચવાનો પ્રારંભ કર્યો હતો. આ પુસ્તક તેણે અધૂરું છોડી દીધું હતું. યુવરાજસિંહને જ્યારે કેન્સરનું નિદાન થયું ત્યારે તેણે આ પુસ્તક શોધી કાઢ્યું હતું અને પૂરું કર્યું હતું. યુવરાજસિંહને કેન્સરને કારણે જે હતાશા પેદા થઈ હતી, તેમાથી બહાર આવવામાં આ પુસ્તક ભારે ઉપયોગી સાબિત થયું હતું. યુવરાજસિંહ પોતાની સારવાર માટે અમેરિકા રહ્યો એ દરમિયાન તે રોજેરોજ પોતાની ડાયરી લખતો હતો. આ ડાયરીમાં તેણે પોતાના દૈનિક અનુભવો ઉપરાંત પોતાના મનના વિચારો પણ લખ્યા છે. આ લખાણોમાં યુવરાજસિંહ કેવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થયો હતો તેનો ચિતાર જોવા મળશે. આ ડાયરીના આધારે પોતાની આત્મકથા લખવાનું યુવરાજે શરુ કરી દીધું છે. યુવરાજ કહે છે કે કેન્સરને કારણે તેનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો છે તેને લાગ છે કે ભારતની ક્રિકેટ ટીમ માટે રમવું સહેલું છે, પણ કેન્સર સામે લડવું મુશ્કેલ છે. કેન્સર થયું તે પહેલા યુવરાજસિંહ મેચમાં કેવી રમત કરશે એ બાબતમાં વિચારતો હતો હવે તેને લાગે છે કે જીવનમાં ઝાઝી કિંમત નથી. જીવનમાં જો કોઈ ચીજની આવશ્યકતા હોય તો તે મિત્રોની અને સ્વજનોની છે. જીવનમાં સુખી થવું એ મહત્ત્વની બાબત છે એમ યુવીને સમજાયું છે.
યુવરાજસિંહને અમેરિકામાં કેન્સરની સારવાર દરમિયાન માતાનું મૂલ્ય સમજાયું હતું. યુવીની માતા શબનમને જ્યારે ખબર પડી કે તેના દીકરાને કેન્સર છે, ત્યારે બીજી કોઈ પણ માતાની જેમ તે ભાંગી પડી હતી પરંતુ ત્યાર પછી તેણે મનોબળ મક્કમ બનાવ્યું અને યુવીની પડખે ઉભા રહેવાનું નક્કી કરી લીધું. યુવરાજે અમેરિકાના ઇન્ડિયાના પ્રાંતમાં જેટલા દિવસ સારવાર કરાવી એ બધા દિવસ તે સાથે જ હતી. યુવરાજસિંહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાતે ઘસઘસાટ ઉંધી જતો હતો, પણ તેની માતા તેની પથારી પાસે જાગતી બેસી રહેતી હતી. યુવરાજસિંહ કેમોથેરપીથી કંટાળીને ક્યારેક રડી પડતો ત્યારે તેની માતા જ તેને હિંમત આપતી હતી. અમેરિકામાં સારવાર દરમિયાન શબનમસિંહે આંખોમાંથી એક ટીપું પણ પાડયું નથી યુવરાજસિંહને સારવાર દરમિયાન સૌથી વધુ ટેકો તેની માતાનો હતો.
યુવરાજસિંહને પ્રારંભમાં છ મહિના કેન્સરના લક્ષણો દેખાયાં, પણ તેણે તેની ઉપેક્ષા કરી હતી. યુવીને છ મહિના સુધી ઉધરસ અને ઊલટીઓ થતી હતી, જેમાં ક્યારેક લોહી પણ પડતું હતું. તેણે પોતાના કોઈ સાથીદારને પણ આ બાબતમાં વાત કરી નહોતી. યુવી બહારથી પ્રસન્ન દેખાતો હતો પણ અંદરથી તે ભયભીત હતો છેવટે તેણે ઓન્કોલોજીસ્ટ ડો. નીતેશ રોહતગીને મળવાનું નક્કી કર્યું હતુ. શરુઆતમાં તે માની જ શક્યો નહોતો કે તેના જેવા એથ્લેટને કેન્સર થઈ શકે. જો કે કેન્સરની જાણ થયા પછી યુવરાજે ક્યારેય ઇશ્વરને ફરિયાદ નથી કરી કે મારી સાથે આવું કેમ ? યુ.વી. કહે છે કે, 'જ્યારે અમે વર્લ્ડ કપ જીત્યો ત્યારે મેં ઇશ્વરને ફરિયાદ નહોતી કરી તો કેન્સર થાય ત્યારે કેવી રીતે ફરિયાદ કરવી ?'
કેન્સરના દર્દીને કેમોથેરપી ચાલુ હોય ત્યારે તેને શરીરમાં કળતર થાય છે, ઉલ્ટીઓ થાય છે, બેચેની અનુભવાય છે અને ડિપ્રેશન પણ આવી જાય છે. આવી પરિસ્થિતિમાં માનસિક સંતુલન રાખવું બહુ જરૃરી હોય છે. આ સારવાર દરમિયાન યુવરાજસિંહ અનેક વખત ભાંગી પડતો હતો અને નાના બાળકની જેમ રડી પડતો હતો ત્યારે તેની માતા તેના આંસુ લૂછતી હતી તેને સાંત્વના આપતી હતી. કેમોથેરપી દરમિયાન યુવરાજસિંહ ટાઇમ પાસ કરવા માટે વિડિયો ગેમ્સ રમતો હતો, ફિલ્મો જોતો હતો અને તેની માતાની જેમ મટર- ચાવલ રાંધતા શીખતો હતો પણ ટી.વી. ઉપર ક્રિકેટની મેચો જોવાનું ટાળતો હતો તેને ડર હતો કે જો તે ક્રિકેટની મેચો જોશે તો હતાશામાં સરી જશે.
યુવરાજસિંહ કેન્સરની સારવાર દરમિયાન ભારતમાં રહેલા તેના અસંખ્ય ચાહકોને ભૂલ્યો નહોતો. આ ચાહકો સાથે સંપર્કમાં રહેવા માટે તે નિયમિત ટ્વીટર ઉપર પોતાના સંદેશાઓ વહેતા મૂકતો હતો. સાથે તે પોતાની પ્રફુલ્લિત તસવીરો પણ મૂકતો હતો. આ સંદેશાઓ દ્વારા તે પોતાના ચાહકોને કહી રહ્યો હતો કે, ''જો તમને આવી કોઈ બીમારી થાય તો હિંમત હારતા નહીં, પણ મારી જેમ ફાઇટ બૅક કરજો.'' યુવરાજેે ટ્વિટર ઉપર તેના ચાહકોના જે સંદેશાઓ મળતા હતા તેમાંથી પણ તેને કેન્સર સામે લડવાની તાકાત મળતી હતી. અમેરિકાની યુનિવર્સિટીમાં ભણતા અનેક ભારતીય વિદ્યાર્થીઓ પણ યુવરાજસિંહને મળવા આવતા અને તેને હિંમત આપતા હતા. આ ઉપરાંત અમેરિકાના અનેક કેન્સર પૅશન્ટો પણ તેને મળવા આવતા હતા અને કૅન્સર સામે લડવાની બાબતમાં પોતાના અનુભવોમાંથી બોધપાઠ આપતા હતા. ભારતમાં આવ્યા પછી યુવરાજસિંહ તેના પ્રેરણાદાતા લાન્સ આર્મસ્ટ્રોંગના સતત સંપર્કમાં છે. તેઓ ઇ-મેઇલ અને ફોનના માધ્યમથી વિચારોની આપ-લે પણ કરે છે. કેન્સરના દર્દીઓ માટે ફાઉન્ડેશન સ્થાપવાનો વિચાર પણ યુવરાજને લીવસ્ટ્રોંગ ફાઉન્ડેશન પરથી જ આવ્યો છે. હકીકતમાં યુવરાજ જે ફાઉન્ડેશન સ્થાપવા માગે છે તે લીવસ્ટ્રોંગ ફાઉન્ડેશનના સહકારથી કામ કરી શકે છે પણ તેમાં એક નાનકડી ગૂંચ છે. યુવરાજ સ્પોર્ટ્સની જે જાણીતી બ્રાન્ડનો એમ્બેસેડર છે તેની સ્પર્ધક બ્રાન્ડનો એમ્બેસેન્ડર આર્મસ્ટ્રોંગ છે. આ બે બ્રાન્ડો વચ્ચેની સ્પર્ધાને કારણે બે ફાઉન્ડેશનો સાથે મળીને કામ કરી શકશે નહીં. પણ આર્મસ્ટ્રોંગ પોતાના અનુભવોનો લાભ યુવરાજના ફાઉન્ડેશનને આપવા તૈયાર છે.
લાન્સ આર્મસ્ટ્રોંગ કેન્સરની સારવાર લીધા પછી સ્પર્ધામાં પાછો ફર્યો હતો અને સતત સાત વર્ષ સુધી સાઇક્લિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીત્યો હતો પૂરા ૧૫ વર્ષ રમીને તેણે સાઇક્લિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. યુવરાજસિંહ પણ કેન્સરની સારવારમાંથી બહાર આવીને ફરીથી ક્રિકેટના મેદાનમાં પાછો ફરવા અને ભારતની ટીમ વતી રમવા ઉત્સુક છે. યુવરાજની ઉંમર ૩૦ વર્ષની છે એ જોતાં હજી તેની કારકિર્દીના ઓછામાં ઓછા પાંચ વર્ષ બાકી છે. યુવરાજનો રેકોર્ડ જોતાં તેને ભારતની ટીમમાં જરૃર સ્થાન મળશે અને તે મેદાન ઉપર પોતાની તાકાત બતાવી શકશે. યુવરાજની હવે પછીની જિંદગી કેન્સરના કરોડો દર્દીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved