Last Update : 13-April-2012, Friday

 
અબજો ખર્વો રૂપિયાની આવક કરનાર શિરડીનું સાંઈબાબા ટ્રસ્ટ રાજકારણ અને ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે !

- શિરડી સાંઈબાબા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ન્યાયાલયે છૂટા કર્યા તો સરકારે એના એ જ માણસોને ફરી ટ્રસ્ટી બનાવ્યા !
- દેશનું સૌથી વઘુ આવક કરનાર તિરુપતિ છે અને એની પછીના નંબરે શિરડીનું મંદિર છે
- દર વર્ષે શિરડીના સાંઈબાબાના મંદિરની આવક રૂપિયા ૪૦૦૦૦૦૦૦૦૦ કરતાં વઘુ છે

 

હમણાં રામનવમી ગઈ. એ દિવસે દેશભરના એક પણ રામમંદિરમાં કે અયોઘ્યામાં રામના નામે ચરી ખાનારા ભાજપ, સંઘ કે વિશ્વ હિન્દુ પરિષદે એક શ્રીફળ પણ નહીં ચઢાવ્યું હોય પરંતુ આપણા દેશના જ નહીં પરંતુ જગતમાં ધનાઢ્‌યમાં પણ ધનાઢ્‌ય દેવ ગણાતા ભગવાન વેંકટેશ્વરને એક જ દિવસમાં રૂપિયા ૫,૭૫,૦૦,૦૦૦નો કુલ ચઢાવો થએલો. બાલાજી તરીકે ઓળખાતા આ મંદિરમાં સાધારણ રીતે દરરોજ રૂપિયા ૧ કરોડ ૫૦ લાખથી ૨ કરોડ જેટલો ચઢાવો (એને ‘‘હુંડી’’ કહે છે) હોય છે. રામનવમીના દિવસે થએલા આવડા મોટા કુલ ચઢાવા પહેલાં ૧લી જાન્યુઆરીએ વઘુ ચઢાવો થએલો. એ દિવસે કુલ ચઢાવો રૂપિયા ૪,૨૩,૦૦,૦૦૦ થએલો. રામનવમીના દિવસે દર્શનાર્થીઓ ૬૦,૦૦૦થી ૭૦,૦૦૦ હતાં.
આ તો રોકડ રકમ જ હતી. એ સિવાય સોનું, ચાંદી, હીરામોતી વગેરે પણ ચઢાવેલા પણ એની ગણતરી આમાં નથી કરી.
તિરુપતિ બાલાજીના આ મંદિર પછી આપણા આખા દેશમાં વધારેમાં વધારે ધનિક મંદિર શિરડીના સાંઈ બાબાનું છે.
સાંઈબાબાનું શિરડી મંદિરનું જે ટ્રસ્ટ છે એ છેલ્લાં કેટલાંક મહિના વર્ષોથી વિવાદમાં છે. વિવાદનું કારણ જેમ આપણા વડતાલ જેવા કેટલાય મંદિરોનો ખજાનો હોય છે એમ શિરડીના સાંઈબાબાના મંદિરનો ખજાનો એટલે કે એ ખજાના ઉપર પલાંઠી લગાવીને બેસી ગયેલા ટ્રસ્ટીઓ છે. શિરડીના મંદિરના ટ્રસ્ટમાં વ્યક્તિ એકવાર ટ્રસ્ટી તરીકે આવ્યો પછી ત્યાંથી નીકળવાનું નામ નથી લેતો.
જેમ તિરુપતિ બાલાજીના મંદિરની આવકમાંથી કરોડો રૂપિયા ખર્ચીને વિકાસના કામો કરવામાં આવે છે એમ શિરડીના મંદિરની જે આવક વાર્ષિક લગભગ રૂપિયા ૪,૦૦,૦૦,૦૦,૦૦૦ છે એમાંથી કરોડોના વિકાસ કામો સહિત બીજા કામો પણ કરવામાં આવે છે.
ત્યાં સુધી વાત બરોબર છે પરંતુ આરોપો એવા કરવામાં આવે છે કે એ બધા કરોડો રૂપિયાના કામો ટ્રસ્ટીઓ પોતાના સગાસંબંધીઓને કામ મળે એવું ષડયંત્ર રચે છે તેમજ એમાંથી કમીશન ખાય છે. (અણ્ણા હઝારેની હંિમત જંતરમંતરના બદલે શીરડીના સાંઈબાબા મંદિરના ટ્રસ્ટ સામે બેસવાની છે ખરી ? પેલો કેજરીવાલ સંસદ સભ્યો સામે તલવારો વીંઝે છે પણ આ ટ્રસ્ટીઓ સામે તલવારો વીંઝવાની હંિમત કરી શકે છે ?)
આ ટ્રસ્ટીનું મહત્ત્વ એટલું બઘું છે કે...એમાં વ્યક્તિનું નામ આવે એટલે એ સંસ્થાનની મોટરો વાપરવાનો હકદાર બની જાય છે તેમજ બીજી બધી જ સગવડો મેળવવા લાગે છે.
કેટલાક વર્ષો પહેલાં એટલે કે લગભગ ૧૫-૨૦ વર્ષ પહેલાં શિરડીમાં શ્રદ્ધાળુઓનો ધસારો જરા પણ નહોતો અને ચઢાવો પણ સાધારણ રહેતો હતો ત્યારે ખાસ કરીને રાજકીય પક્ષોનું એના તરફ ઘ્યાન નહોતું. પરંતુ જેવું ટ્રસ્ટ અબજો ખર્વો રૂપિયાનું થવા લાગ્યું કે રાજકીય પક્ષોના નેતાઓની કોતરી ખાતી નજર એની ઉપર પડવા લાગી. અબજો રૂપિયાના ટ્રસ્ટના ટ્રસ્ટી થવા માટે હોડ લાગવા લાગી. એટલે જેને તક મળી એ ઘોની જેમ ટ્રસ્ટમાં ચીપકી ગયો.
છેવટે મહારાષ્ટ્ર સરકારની નજર અબજો રૂપિયાના વહીવટ ઉપર પડી. સરકારે શિરડી સંસ્થાનને પોતાની દેખરેખમાં લીઘું. મહારાષ્ટ્ર સરકાર શિરડીના મંદિરની વહીવટી સમિતિ બનાવે છે. એટલે એ તો સીધી વાત છે કે મહારાષ્ટ્ર સરકારમાં જે પક્ષ સત્તા ઉપર હોય એનું જ જોર એ ટ્રસ્ટમાં રહેવાનું.
આવું છેલ્લું ટ્રસ્ટ ૨૦૦૪માં મહારાષ્ટ્ર સરકારે રચેલું જેમાં ૧૭ સભ્યો હતા. એમાં પ્રમુખ તરીકે રામપુરના કોંગ્રેસ નેતા જયંત સસાણે હતા. એમણે ૩ વર્ષ માટે વહીવટી સમિતિ રચેલી. એના સેક્રેટરી રાધાકૃષ્ણ વિખેપાટીલ, તથા શંકરરાવ કોલ્હે પાટીલ હતાં.
નિયમ પ્રમાણે સરકારે ૨૦૦૭માં આ ટ્રસ્ટી મંડળ બરખાસ્ત કરીને નવું ટ્રસ્ટી મંડળ રચવું જોઈએ પરંતુ એમ કરવાના બદલે સરકારે એનું એ ટ્રસ્ટી મંડળ ચાલુ રાખ્યું.
અબજો રૂપિયાના ટ્રસ્ટ ઉપર આમ વર્ષો સુધી નિયમ વિરુદ્ધ ચીટકી રહેનાર ટ્રસ્ટીઓ ઉપર કરોડો રૂપિયાનો મનધાર્યો વહીવટ કરવા ઉપરાંત ભ્રષ્ટાચારના આરોપો થાય એ સ્વાભાવિક છે. શિરડીના સ્થાનિક નાગરિકોએ ટ્રસ્ટી મંડળને બદલવા માટે ઘણીવાર દેખાવો અને ધરણા કર્યા પણ સરકાર ઉપર એની કશી અસર ન પડી.
અંતે શિરડીના સ્થાનિક નેતા રાજેન્દ્ર ગોદંકર અને સંદીપ કુલકર્ણીએ માહિતીના અધિકારના કાયદાનો ઉપયોગ કરીને ઔરંગાબાદની કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી. એમની ફરિયાદ હતી કે સંસ્થાનના નિયમોનો ભંગ કરીને, ટ્રસ્ટી મંડળ વર્ષોથી સંસ્થાન ઉપર એક હથ્થુ કબજો જમાવીને ચીટકી ગયા છે. દર ત્રણ ત્રણ વર્ષે નવું ટ્રસ્ટી મંડળ રચવાનો જે નિયમ છે એનો આમ છડેચોક ભંગ થઈ રહ્યો છે.
આથી ન્યાયમૂર્તિઓ ટી.બી. તલાવડે અને એન.એચ. પાટીલની બેન્ચે ચુકાદો આપ્યો કે શિરડીના સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટની સમિતિને ૧૫ દિવસમાં નવેસરથી રચવામાં આવે અને જો એમ કરવામાં નહીં આવે તો કોપરગાંવના જિલ્લા ન્યાયાધિશના પ્રમુખપદ નીચે કલેકટર અને સંસ્થાનના અધિકારીઓનું ટ્રસ્ટી મંડળ બનાવવામાં આવશે.
ન્યાયાલયના આ ચુકાદાથી ફરિયાદ કરનારાઓને ખુશી ઉપજી. એમનું થયું કે ગોટાળાબાજો અને કૌભાંડી ભ્રષ્ટાચારીઓના સકંજામાંથી શિરડીના સાંઈ બાબાનું મંદિર હવે છૂટશે.
પરંતુ એમનો એ આનંદ ટક્યો નહીં કારણ કે કોર્ટના હુકમ પછી મહારાષ્ટ્ર સરકારે જે નવું ટ્રસ્ટી મંડળ રચ્યું એમાં જયંત સસાણેને જ ટ્રસ્ટી મંડળના પ્રમુખ બનાવવામાં આવેલા અને બીજા સભ્યો પણ એના એ જ રાખવામાં આવ્યા. મતલબ કે કોંગ્રેસ અને પવારના પક્ષે શિરડીના ટ્રસ્ટ ઉપર પોતાનો કબજો હતો એમને એમ જ રાખ્યો.
કોંગ્રેસ અને પવારના પક્ષે કાયદાની છટકબારીનો લાભ લઈને નવું ટ્રસ્ટી મંડળ બનાવ્યું પણ એમાં બધા જ ટ્રસ્ટીઓ જૂનાના જૂના જ રાખ્યા. ટ્રસ્ટી મંડળમાં ઉપપ્રમુખ તરીકે અહમદનગર જિલ્લાના શરદ પવારના પક્ષના જિલ્લા પ્રમુખ ઘનશ્યામ શેલાતને નીમ્યા.
એ ટ્રસ્ટી મંડળમાં કુલ ૧૫ સભ્યો રાખ્યા જેમાં કોંગ્રેસના ૬, અને પવારના પક્ષના ૯ સભ્યો છે. કોંગ્રેસના બીજા ૨ સભ્યો લેવાના છે.
એની સામે સરકારના કાયદો અને ન્યાય વિભાગે વટહુકમ બહાર પાડીને રાજ્યના કૃષિપ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ, વિલાસ કોતે, ડૉ. પ્રકાશ નાંદુરકર, ડૉ. નામદેવ ગુંજાલ, શૈલેશ કુરે, સુરેશ સાયના, ડૉ. રાજેન્દ્ર પિપાડા, સ્નેહલતા કોલ્હે, અજીત કદમ, દીનાનાથ પાહે, પતંગરાવ, વગેરેની નિમણૂંક કરી છે.
એ જાણીને નવાઈ લાગશે કે શિરડી સંસ્થાનની વાર્ષિક આવક ૧૯૨૨માં માત્ર રૂપિયા ૨૦૦ હતી જે ૨૦૦૪માં રૂપિયા ૬૫ કરોડ થઈ ગઈ. શિરડીમાં જેમ જેમ શ્રદ્ધા વધતી ગઈ એમ એમ આવક પણ વધતી ગઈ. દા.ત. ૨૦૦૧માં ૩૦૦ કરોડ રૂપિયા થઈ તો ૨૦૧૨માં ૪૦૦ કરોડ રૂપિયા થઈ. સંસ્થાન પાસે આજે ૩૦૦ કીલો સોનું અને ૨૦૦૦ કીલો ચાંદી પણ છે. દરરોજ ૪૦-૫૦ હજાર શ્રદ્ધાળું દાદાના દર્શને આવે છે.
ત્યાં ટ્રસ્ટી પોતાની મેતે જ વીવીઆઇપી બની જાય છે. ત્યાં એશિયાનું સૌથી મોટું પ્રાસાદાલય ૪૦ કરોડ રૂપિયા ખર્ચીને બનાવાયું છે. ત્યાં ૧ લાખ શ્રદ્ધાળુ બેસીને ભોજન કરી શકે છે. રૂપિયા ૧ અબજ ખર્ચીને ૧૫,૦૦૦ ભક્તો રહી શકે એવું ભક્તિનિવાસ બનાવ્યું છે. રૂપિયા ૧ અબજ અને ૧૦ કરોડ ખર્ચીને સંસ્થાની સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલ બનાવવામાં આવી છે. ત્યાં રાજ્યના વધારેમાં વધારે હાર્ટના ઓપરેશન થાય છે. ગરીબો માટે એ હોસ્પીટલ આશીર્વાદરૂપ છે.
આવડા મોટા વહીવટ ઉપર કબજો જમાવીને છ છ વર્ષથી બેઠેલા કોંગ્રેસી અને પવાર કોંગ્રેસના નેતાઓનો ભાજપ, શિવસેના વગેરે પક્ષો વિરોધ કરવા લાગ્યા.
આવા માલદાર અને મલાઈદાર ટ્રસ્ટનો વહીવટ હાથમાંથી નહીં જવા દેવા મહારાષ્ટ્રની કોંગ્રેસ-પવારની સરકારે ચાલાકી (લુચ્ચાઈ) વાપરીને એના એ જ જૂના સભ્યોને ચીપકાવી દીધા.
વળી એ ટ્રસ્ટીઓમાંના ત્રણ ટ્રસ્ટી ઉર્મિલા જાધવ, કેપ્ટન સુરેશ વાસુદેવ તથા કે.સી. પાંડેએ ૨૦૦૪થી ૨૦૦૭ સુધી પ્રવાસના ખોટા બીલ રજૂ કરીને લાખો રૂપિયા ચાંઉં કરી જવાના આરોપો પણ છે.
પાંચ વર્ષ પહેલાં આ જ ટ્રસ્ટીઓએ રૂપિયા ૨૨ કરોડના ખર્ચે સાંઈબાબા માટે સંિહાસન બનાવવાની જાહેરાત કરેલી જેનો સાંઈભક્તોએ વિરોધ કરેલો એટલે એ નિર્ણય પાછો લેવો પડેલો.
સાંઈબાબાની ચરણપાદુકા પણ અત્યારની જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ લઈ જવાનો નિર્ણય આ જ ટ્રસ્ટીઓએ લીધેલો જે પણ પાછો ફેરવવો પડેલો.
શિરડીમાં એરપોર્ટ બનાવવા માટે સંસ્થાન તરફથી ૫૦ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય પણ આ જ ટ્રસ્ટીઓએ લીધેલો જેનો પણ વિરોધ થએલો. એ માટે ભાજપે એક દિવસ શીરડી બંધનું આંદોલન પણ કરેલું.

 

ગુણવંત છો. શાહ

સ્પેક્ટ્રમ

જયલલિતાથી માંડી અખિલેશ સુધીના રાજકારણીઓને દંડવત કરનારા જ ગમે છે !
આપણા પ્રાદેશિક પક્ષો મમતાને તૃણમૂલ કોંગ્રેસ હોય કે મુલાયમનો સમાજવાદી પક્ષ હોય કે બાલ ઠાકરેનો શિવસેના હોય પણ એ બધાના નેતાઓનો એ પક્ષ પ્રાઈવેટ કંપની હોય એ રીતે એના નેતાઓ વર્તે છે. એ એક પણ પક્ષમાં લોકશાહી કે લોકશાહી જેવું કશું જ નથી. બાલ ઠાકરે કહે તેમ જ થાય, મુલાયમ કહે તેમ જ થાય, મમતા કહે તેમ જ થાય, જયલલિતા કહે તેમ જ થાય. ભાજપમાં એવું નથી પણ ગુજરાત ભાજપમાં લોકશાહી નથી. નરેન્દ્ર મોદી કહે તેમ જ ગુજરાત ભાજપમાં થાય.
તમિળનાડુના મુખ્યપ્રધાન અને અન્નાડીએમકેના જયલલિતા પણ ત્યાં સર્વેસર્વા છે. એ ત્યાં વર્ષોથી ‘‘દેવી’’ તરીકે જ પૂજાઈ છે. ઉત્તરપ્રદેશ, દિલ્લી વગેરેમાં માયાવતી પણ એ રીતે દેવી તરીકે પૂજાય છે.
હમણાં તમિળનાડુના નાણાપ્રધાનઓ પન્નીરસેલ્યમ્‌ બજેટ રજૂ કરવા પહેલાં અમ્માના આશીર્વાદ લેવા ગયા ત્યારે એમના ચરણોમાં લોટી ગયા હતા. આ નાણા પ્રધાને પોતાના બજેટ ભાષામાં જયલલિતાની ભાટાઇ જ કરેલી. ગુજરાતમાં ભાજપના પ્રધાનો અને નેતાઓ નરેન્દ્ર મોદીની ભાટાઈ કરતા હોય છે એમ ! જેમ નરેન્દ્ર મોદીને પોતાની ટીકા પસંદ નથી એમ જયલલિતાને પણ પસંદ નથી. જયલલિતાને પણ ચાપલુસી ગમે છે. જયલલિતાને સાષ્ટાંગ નમસ્કાર કરનારનો જયલલિતા બેડો પાર કરે છે ! જ્યારે ભાટાઈ કરનારનો નરેન્દ્ર મોદી બેડો પાર કરે છે !

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved