Last Update : 13-April-2012, Friday

 
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો

- વાહનોના વ્હીલમાં પ્રમાણસર હવાનું દબાણ ના હોવાથી પંક્ચર પડવુ, ટ્યુબ ફાટી જવાના બનાવો વઘી જાય છે. અમદાવાદમાં ગરમીની સિઝનમાં જાહેર રોડ પર બાઇક દોરીને જતા લોકો વઘુ જોવા મળે છે.

અમદાવાદની ભરબપોરે સૂમસામ રોડ પર એક બાઇકચાલક પોતાની બાઇકને દોરીને જઇ રહ્યો છે. રસ્તામાં એક ફ્રુટ્‌સની લારીવાળાને પૂછે છે કે, ‘ભાઇ આટલામાં ક્યાંય પંક્ચર બનાવી આપનારની દુકાન છે.’ ત્યારે એવો જવાબ મળે છે કે, અહીં નજીકમાં છે પણ હાલમાં તે બંઘ છે. થોડા આગળ જાવો બીજી કોઇ દુકાન હશે. બસ આવા દ્રશ્ય હાલ અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. કારણકે અમદાવાદમાં હાલ આગ ઓકતી ગરમી અને ચામડી દઝાડતો તાપ પડી રહ્યો છે. ત્યારે ભરબપોરે તો વાતાવરણ પણ સાવ સૂમસામ બની જાય છે. લોકો અકળામણથી આરામ કરવાનું વઘુ પસંદ કરે છે. પણ આવામાં જો તમે તમારુ બાઇક કે અન્ય કોઇ વાહન લઇને નીકળ્યા હોવ અને તેમાં પંક્ચર પડે ત્યારે તમારા વાહનને દોરીને લઇ જવાનો વારો આવે છે. ગરમીનું પ્રમાણ વઘતા વાહનોની ટાયરમાંની ટ્યૂબમાં પંક્ચર પડવાના અને કેટલીકવાર તો ટાયર ફાટી જવાના પણ બનાવો બને છે. ત્યારે જો કોઇ પંક્ચરવાળો ના મળે તો મગજનો પારો છટકી જાય છે. પણ જો નજીકમાં કોઇ પંક્ચરવાળો મળી જાય તો ભગવાનનો પાડ માનીને ઝટ પંક્ચર કરાવીને જે તે જગ્યાએ પહોંચવાની ઉતાવળ કરતા જોવા મળે છે. આ અંગે બાઇકચાલક રણજીતસંિહ પરમાર કહે છે કે, હું મારા પર્સનલ કામથી સીટીમા ગયો હતો. કામ પતાવીને આવ્યો ત્યારે ઘેર પહોંચવાની થોડી જ વાર હતી ત્યાં બાઇક ડગવા લાગી. જોયું તો ટાયરમાં હવા ઓછી થઇ ગઇ હોય એવું લાગ્યું. પણ બાદમાં ખબર પડી કે હવા ઓછી થઇ નથી પણ પંક્ચર પડ્યું છે. જેથી આસપાસમાં તપાસ કરી પણ ક્યાંય બાઇકનું ટાયર પંક્ચર કરી આપે એવું કોઇ હતું નહી અને એક ગેરેજ હતું તે પણ બપોરનો સમય હોવાથી બંઘ હતું. એકાદ કિલોમીટર બાઇક દોરીને આવ્યો ત્યારે માંડ આવી ગરમીમાં એક પંક્ચરવાળાની દુકાન મળી. પણ બાઇક દોરીને લાવતા ટ્યુબનો વાલ્વ ફાટી ગયો હોવાથી છેલ્લે મારે ટ્યુબ બદલાવવાનો વારો આવ્યો.
જ્યારે પંક્ચરની દુકાન ચલાવતા મોહનભાઇ રોયડા કહે છે કે, ગરમીની સિઝનમાં જો વાહનમાં ટાયરમાં હવાનું દબાણ પ્રમાણસર રાખવામાં ના આવે તો વારંવાર પંક્ચર પડે એમાં કોઇ નવાઇ નથી. જો રેગ્યુલર વાહન ચલાવતા હોવ તો બે કે ત્રણ દિવસે વાહનમાં હવા ચેક કરવી યોગ્ય રહેશે. વળી કેટલાંક વાહનચાલકો તો બેફામ રીતે બાઇકમાં ત્રણસવારી વાહન હંકારતા હોય છે અને હવા ચેક કરતા નથી. જેના કારણે પણ પંક્ચર વઘુ પડતા હોય છે. તો કેટલીકવાર બાઇક દોરીને લાવતા ટ્યુબનું વાલ્વ પણ ફાટી જતાં નવી ટ્યુબ નાખવાની નોબત આવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved