w

Last Update : 13-April-2012, Friday

 

શહેરમાં કંઈક બનવાની આશા સાથે આવતા બહારના શહેર અને રાજ્યના યંગસ્ટર્સની વાત
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ

- વેલસેટ થવાના ડ્રિમ સાથે શહેરમાં હાલ ૮ હજાર કરતાં વધારે યંગસ્ટર્સ ફ્‌લેટ રેન્ટ પર લઈને કે પી.જી.માં રહે છે. શહેરના પોશ વિસ્તારોમાં બેચલર્સને ફ્‌લેટ ન આપવો તેવા એટિટ્યૂડને કારણે કેટલાક બોઈઝ-ગર્લ્સ આજે પણ પરેશાન છે. જો કે આની સામેના કારણો પણ સાચા છે.

વેલસેટ થવાનું બિગ ડ્રિમ સાથે અમદાવાદમાં પગ મૂકતાં યંગસ્ટર્સને છેલ્લા કેટલાક સમયથી કડવા એક્સપિરિયન્સ થઈ રહ્યાં છે. હાલ વેકેશનના સમયને લઈને શહેરના વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર, મણિનગર અને સેટેલાઈટ તેમજ નારણપુરા વિસ્તારમાં સોસાયટી કે ફ્‌લેટના રહિશો બોઈઝ અને તેમાં પણ બેચલર્સને રહેવા માટે ફ્‌લેટ ન આપવો તેવા એટિટ્યૂડને કારણે બહારથી આવતા સ્ટુડન્ટ્‌સને વધારે રૂપિયા ખર્ચીે પી.જી.માં આશરે લેવો પડે છે. પંજાબ, મહારાષ્ટ્ર, યુ.પી. સહિતના રાજ્યોમાંથી આવતાં આ યંગસ્ટર્સ અહીં ભણતાં હોય ત્યારે તો ખાસ વાંધો આવતો નથી પણ જ્યારે જોબ કરવાનું શરૂ કરે ત્યારે આ બેચલર્સને ગુ્રપમાં ફ્‌લેટ રેન્ટ પર લેતાં લેતાં નાકે દમ આવી જાય છે. એક આંકડા પ્રમાણે હાલ ૮ હજાર કરતા વધારે યંગસ્ટર્સ રેન્ટ ઉપર ફ્‌લેટ રાખીને કે પી.જી.માં રહે છે.
ગ્વાલિયરથી શહેરમાં સ્ટડી માટે આવેલો પંકજ સરકાર કહે છે, સ્ટડી બાદ હવે હું એક ફાર્મા કંપનીમાં જોબ કરું છું. શરૂઆતમાં બે-ત્રણ ફ્રેન્ડસ ભેગા થઈને અમે ફ્‌લેટ રાખ્યો હતો પણ પછી સતત સોસાયટીના ત્રાસને કારણે અમારે પી.જી.માં રહેવા જવું પડ્યું. બેચલર્સ અને તેમાં પણ બોઇઝને ફ્‌લેટ આપવામાં આ શહેરમાં રહિશો સો વખત વિચાર કરે છે. જોકે આ વાત પણ સાચી કે કેટલાક અસામાજિક તત્વોને કારણે સિન્સિય બેચલર્સે પણ હેરાન થવું પડે છે. હવે અમારે વ્યક્તિદીઠ પી.જી.માં ૪ હજાર રૂપિયા માત્ર રહેવાના ખર્ચવા પડે છે.
જે યંગસ્ટર્સ યુ.એસ. કે યુ.કે.માં ભણીને સારા એક્સપિરિયન્સ લઈને પરત ફર્યા હોય તેમને પોતાની ભૂમિ પર જ કડવા અનુભવ થાય છે. મંદિપ ખત્રી કહે છે, સ્વાભાવિક છે કે સી.જી. રોડ પર કે એસ.જી. હાઈવેની આસપાસ જોબ કરતા હોય તેમને રહેવા માટે વસ્ત્રાપુર, નારણપુરા, સેટેલાઈટ અને બોડકદેવ સહિતના વિસ્તારો વધારે અનુકૂળ આવે. પણ આ વિસ્તારોમાં કેટલીક સોસાયટીના રહિશોએ બેચલર્સને ફ્‌લેટ ન આપવા તેવું નક્કી કર્યું છે. રાત્રે મોડેથી આવવું, ગુ્રપમાં વધારે વ્હિકલ હોય તો પાર્કંિગમાં કનડગત થાય તેમજ અન્ય પ્રકારના કારણોને લઈને તેઓ સોસાયટીની બહાર જ પાટિયું લગાવી દે છે કે બેચલર્સને ફ્‌લેટ ન આપવો. આ કારણે શહેરમાં વેલસેટ થવાનું ડ્રિમ લઈને આવતાં યંગસ્ટર્સને મુશ્કેલી પડે છે.પંજાબથી આવેલો અમિત માટું કહે છે, હું છેલ્લા છ મહિનાથી શહેરમાં રહું છું. જો કે શરૂઆતમાં મેં બે-ત્રણ ફ્‌લેટ જોયા અને પસંદ પણ પડ્યા પણ રેસ્ટોરન્ટમાં જોબ કરું છું અને બેચલર છું એટલે ફ્‌લેટ મળવામાં મને મુશ્કેલી પડી. જોકે પછી પી.જી.માં વ્યવસ્થા થઈ ગઈ હતી.
જો કે અમદાવાદ વેલ સેટ થવા માટે ઘણું સરળ શહેર છે. છતાં અહીંના રિયલ્ટીના ભાવ, મોંઘા ભાડાઓ અને સતત કોર્પોરેટ કલ્ચરના આગમનને કારણે એક પ્રકારની હરીફાઈ જોવા મળે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved