Last Update : 13-April-2012, Friday

 
દિલ્હીની વાત
 
કેન્સર, કેન્સલ અને ક્રિકેટ
કેન્સર એટલે 'કેન્સલ' નહીં એમ ક્રિકેટર યુવરાજસિંહે બતાવી આપ્યું છે. કેન્સરગ્રસ્ત લોકોમાં આશાનું કિરણ ઉભું કરનાર યુવરાજસિંહ પોતાની કેન્સર સામેની ફાઈટ અંગે પુસ્તક પણ બહાર પાડી રહ્યા છે. કેન્સર સામેનો જંગ જીતનાર યુવરાજ હવે ક્રિકેટ જંગ ખેલવા થનગની રહ્યો છે. યુવરાજનો વિશાળ ચાહક વર્ગ છે. બ્લેક ગોગલ્સ અને વાળ વિનાનું માથું એ યુવરાજની ઓળખ બની ગઈ છે.
NCTCનો મુદ્દો ગંભીર બનશે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદનો મુદ્દો બની ગયેલા NCTC (નેશનલ કાઉન્ટર ટેરરીઝમ સેન્ટર)નું ધ્યાન ઓડીસાના વિધાનસભ્યે બે ઈટાલીયન નાગરિકોના અપહરણના કેસ તરફ દોર્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને ઓડીસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સહિતના કેટલાક મુખ્ય પ્રધાનોએ NCTCના વિરોધમાં જણાવ્યું હતું કે આ સેન્ટરથી રાજ્યની સત્તાઓ પર કાપ આવશે. અપહરણના આ કેસમાં પટનાયકે નિર્ણય લેવાનો છે. પટનાયક કહે છે કે આ કેસ ઉકેલવામાં કેન્દ્ર સરકાર નથી આવતું. NCTCના મુદ્દે મુખ્ય પ્રધાનોની બેઠકમાં આ મુદ્દો ચર્ચાશે એમ મનાય છે.
અપહરણ કરનાર જૂથ સાથે ચર્ચા
માઓવાદી નેતા સબ્યસાચી પાંડાની વાત સાચી માનીએ તો ઈટાલીના નાગરિક પાઓલોને મુક્ત કરવામાં આવશે. બીજી તરફ ૩૦ માઓવાદીઓને છોડવાનું પ્રેશર પણ વધારાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે ત્રાસવાદી જૂથો સાથે મંત્રણા નહીં કરવાની પોલીસીને વળગી રહેવાશે?? અપહરણના આ કેસમાં અપહરણ કરનારાઓના જૂથ સાથે ચર્ચા ચાલે છે પણ સલામતી દળો કહે છે કે તેઓ ચર્ચાનો વિરોધ કરી રહ્યા છે.
ધૂમ્રપાન પર પ્રતિબંધનો વિવાદ
ફિલ્મ અને ટીવી શૉમાં ધૂમ્રપાન દર્શાવતા દ્રશ્યો ત્રણ પ્રધાનોના કાર્યાલયને સંબંધકર્તા બને છે. જેમાં આરોગ્ય, માહિતી-પ્રસારણ અને કાયદા પ્રધાનનો સમાવેશ થાય છે. પડદા પર ધૂમ્રપાન કરવા પર આરોગ્ય મંત્રાલયે મુકેલા પ્રતિબંધને સ્વીકારવા માહિતી અને પ્રસારણ મંત્રાલયે ના સ્વીકારતા હવે કાયદા મંત્રાલયનો ઓપીનીયન લેવાશે. ૭ ડિસેમ્બર-૨૦૧૧ના રોજ માહિતી અને પ્રસારણ ખાતાએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશનને જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયના આદેશને અટકાવી દેવાયો છે. નામાંકિત ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટે પણ આરોગ્ય ખાતાના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ કેસમાં છેલ્લું ડેવલપમેન્ટ એ છે કે કાયદા મંત્રાલયે આરોગ્ય મંત્રાલયને કહ્યું છે કે આ મુદ્દો સંવેદનશીલ છે માટે ઉતાવળે કોઈ નિર્ણય ના લેશો.
- ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved