Last Update : 13-April-2012, Friday

 
 

ચેન્નઇને જીતવા આખરી ૧૨ બોલમાં ૪૩ રન કરવાના હતા
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો

કોહલીની એક ઓવરમાં મોર્કલે ૨૮ રન ઝુડયા ઃ આઇપીએલના ઇતિહાસનો બીજા ક્રમનો હાઇએસ્ટ રનચેઝ ઃ ડયુ પ્લેસીસના ૪૬ બોલમાં ૭૧ રન

ચેપક,તા.૧૨
મોર્કલની ૭ બોલમાં ૨ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથેની ૨૮ રનની ઝંઝાવાતી ઇનિંગને સહારે ચેન્નઇએ બેંગ્લોર સામે લગભગ અશક્ય લાગતો વિજય મેળવ્યો હતો.
જીતવા માટેના ૨૦૬ રનના જંગી પડકારનો પીછો કરતાં ચેન્નઇને આખરી ૧૨ બોલમાં ૪૨ રન કરવાના હતા અને તેમની છ વિકેટ સલામત હતી. ત્યારે ઇનિંગની ૧૯મી કોહલીએ નાખેલી ઓવરમાં એલ્બી મોર્કેલ ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સાથે ૨૮ રન ઝુડીને બાજી પલ્ટી નાંખી હતી. બ્રાવો અને જાડેજાની જોડીએ આખરી ઓવરમાં જીતવા માટે જરૃરી ૧૫ રન સામે ૧૭ રન ફટકારીને ટીમને રોમાંચક વિજય અપાવ્યો હતો.
આ સાથે ચેન્નઇએ આઇપીએલના ઇતિહાસનો બીજા ક્રમનો હાઇએસ્ટ રનચેઝનો રેકોર્ડ પણ નોંધાવી દીધો હતો. ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ૨૦ ઓવરમાં ૨૦૬ રનના મુશ્કેલ લાગતા પડકાર સામે ચેન્નઇએ પોઝીટીવ શરૃઆત કરી હતી. ડયુ પ્લેસીસે ૪૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૭૧ રનની ઝંઝાવાતી ઇનિંગ રમી હતી.
એમ.વિજય ૧૧ રને અને રૈના ૧૪ બોલમાં ૨૩ રન કરીને પેવેલિયનમાં પરત ફર્યા હતા પણ ધોનીએ ૨૪ બોલમાં ૧ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૪૧ રન ફટકારતા ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી.
મોર્કલે બાજી પલ્ટી નાંખતા ૪૦૦ના સ્ટ્રાઇકરેટ સાથે ટીમને જીતની નજીક લાવી દીધું હતુ. બ્રાવોએ ૧૫ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૨૫ રન ફટકાર્યા હતા.
આખરી બોલ પર ચેન્નઇને જીતવા બે રનની જરૃર હતી ત્યારે વિનય કુમારની બોલિંગમાં જાડેજાએ ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
અગાઉ ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલા બેંગ્લોરે ૮ વિકેટે ૨૦૫ રન ખડક્યા હતા. ગેલે ૩૫ બોલમાં ૬ છગ્ગા અને ૨ ચોગ્ગા સાથે ૬૮ રન ઝુડયા હગતા. જ્યારે કોહલીએ પણ ફોર્મ મેળવતા ૪૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૬૮ રન ફટકાર્યા હતા. મનોજ અગરવાલે પણ ૨૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૪૫ રન કર્યા હતા પણ ત્યાર બાદ મીડલ અને લો-ઓર્ડરના બેટસમેનો નિષ્ફળ રહેતા બેંગ્લોર ૨૦૫નો સ્કોર જ કરી શક્યું હતુ. ચેન્નઇ તરપથી બોલિંજરે ૩ અને એલ્બી મોર્કલ-રવિન્દ્ર જાડેજાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.
સ્કોરબોર્ડ
બેંગ્લોર

-

રન

બોલ

એમ.અગ્રવાલ કો.બ્રાવો બો.એ.મોર્કલ

૪૫

૨૬

ગેલ કો.બ્રાવો બો.જાડેજા

૬૮

૩૫

કોહલી કો.ડયુ પ્લેસીસ બો.બોલીંજર

૫૭

૪૬

ડી'વિલિયર્સ કો.જકાતી બો.એ.મોર્કલ

૦૪

૦૨

એસ.તિવારી કો.રૈના બો.જાડેજા

૦૮

૦૬

ભટકલ કો.રૈના બો.બોલીંજર

૦૦

૦૨

પુજારા બો.બોલીંજર

૦૦

૦૧

વેટોરી રનઆઉટ

૦૧

૦૧

વિનય અણનમ

૦૬

૦૧

ઝહીર અણનમ

૦૦

૦૦

વધારાના (બાય ૨, વાઇડ ૧૪)

૧૬

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૮ વિકેટે

૨૦૫

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૫૩ (અગ્રવાલ ૫.૨), ૨-૧૬૨ (ગેલ ૧૬.૨), ૩-૧૭૪ (ડી'વિલિયર્સ ૧૭.૨), ૪-૧૯૮ (તિવારી ૧૮.૬), ૫-૧૯૮ (કોહલી ૧૯.૧), ૬-૧૯૮ (પુજારા ૧૯.૨), ૭-૧૯૯ (વેટોરી ૧૯.૪), ૮-૧૯૯ (ભટકલ ૧૯.૫).
બોલિંગ ઃ અશ્વિન ૪-૦-૪૬-૦, બોલીંજર ૩-૦-૨૪-૩, એ.મોર્કલ ૪-૦-૩૭-૨, બ્રાવો ૪-૦-૩૦-૦, રૈના ૧-૦-૨૧-૦, જકાતી ૨-૦-૨૭-૦, જાડેજા ૨-૦-૧૮-૨.
ચેન્નઇ

-

રન

બોલ

એમ.વિજય કો.એન્ડ બો.મુરલીધરન

૧૧

૧૫

ડયુ પ્લેસીસ કો.કોહલી બો.મુરલીધરન

૭૧

૪૬

રૈના કો.ભટકલ બો.મુરલીધરન

૨૩

૧૪

ધોની કો.સબ બો.ઝહીર

૪૧

૨૪

બ્રાવો અણનમ

૨૫

૧૫

એ.મોર્કલ કો.અગ્રવાલ બો.વિનય

૨૮

૦૭

જાડેજા અણનમ

૦૪

૦૧

વધારાના (લેગબાય ૧, વાઇડ ૨, નોબોલ ૨)

૦૫

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૫ વિકેટે

૨૦૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૫૬ (વિજય ૬.૫), ૨-૮૮ (રૈના ૧૦.૩), ૩-૧૨૮ (ડયુ પ્લેસીસ ૧૪.૩), ૪-૧૬૩ (ધોની ૧૭.૬), ૫-૧૯૨ (એ.મોર્કલ ૧૯.૨).
બોલિંગ ઃ વેટોરી ૪-૦-૩૦-૦, ઝહીર ૪-૦-૩૨-૧, વિનય ૪-૦-૫૩-૧, ભટકલ ૨-૦-૩૫-૦, મુરલીધરન ૪-૦-૨૧-૩, કોહલી ૨-૦-૩૬-૦.

 

બીજા ક્રમનો હાઇએસ્ટ રન-ચેઝ
ચેન્નઇએ ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને હરાવતા આઇપીએલમાં બીજા ક્રમનો હાઇએસ્ટ રન-ચેઝનો રેકોર્ડ નોંધાયો હતો. આઇપીએલનો હાઇએસ્ટ રન-ચેઝનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના નામે છે. તેમણે ૨૪ એપ્રિલ, ૨૦૦૮ના રોજ ડેક્કનને તેમના હોમગ્રાઉન્ડ પર ૨૧૫ રનના પડકારને ઝીલીને હરાવ્યું હતુ. ડેક્કને ૫ વિકેટે ૨૧૪ રન કર્યા હતા, જ્યારે રોયલ્સે ૧૯.૫ ઓવરમાં ૭ વિકેટે ૨૧૭ રન કર્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved