Last Update : 13-April-2012, Friday

 
ઓડ હત્યાકાંડના ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ

હત્યાની કોશિશના ગુના અંગે પાંચ આરોપીઓને સાત વર્ષની સખત કેદઃ કોર્ટે ફરમાવેલો ચુકાદો

અમદાવાદ, તા. ૧૨
ગોધરાકાંડના પગલે ફાટી નીકળેલા તોફાનોમાં આણંદના ઓડ ગામે સર્જાયેલા હત્યાકાંડ અંગે સ્પેશ્યલ કોર્ટના જજ શ્રીમતી પૂનમસિંઘે ૧૮ આરોપીઓને ખૂનના ગુના બદલ આજીવન કેદની સજા ફરમાવી છે. જ્યારે પાંચ આરોપીઓને ખૂનની કોશિશ બદલ પાંચ વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. આજે સવારે આ સજા ફરમાવતો ચુકાદો જાહેર થતાં ઓડ ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. સજા પામેલા આરોપીઓના સ્વજનોમા આક્રોશ છવાઇ ગયો હતો અને કોર્ટ સંકુલમાં ઉત્તેજનાભર્યું વાતાવરણ સર્જાયું હતું.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામે તા. ૧લી માર્ચના રોજ સર્જાયેલા હત્યાકાંડમાં મુસ્લિમ પરિવારોના ૨૩ સભ્યોની હત્યા થઇ હતી. આ ચકચારભર્યા કેસમાં આણંદના જિટોડીયા ખાતે એડિશનલ સેશન્સ જજ શ્રીમતી પૂનમસિંઘે તા. ૯મી એપ્રિલના રોજ ૨૩ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને ૨૩ નિર્દોષ જાહેર કરી તા. ૧૨મી એપ્રિલના રોજ સજા ફરમાવવાનું ઠરાવ્યુ હતું. દોષિત ઠરેલા ૨૩ આરોપીઓને ચૂસ્ત બંદોબસ્ત સાથે આજે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટ સંકુલમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી.
સજાના મુદ્દે આરોપીઓ વતી બચાવપક્ષના એડવોકેટ સી.કે.પટેલે રજુઆત કરી હતી. ગોધરાકાંડના પગલે આ બનાવ બન્યો છે. ઓડ ગામ બનાવના દિવસે ટોળાએ આવેશમાં આવીને કરેલું કૃત્યુ છે. ટોળામાં કોણે શું કર્યું તે નક્કી કરવું મુશ્કેલ છે. સમગ્ર બનાવ ટોળાનું કૃત્યુ હોઇ આરોપીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવા ન જોઇએ. બનાવના સંજોગો અને આરોપીઓની સ્થિતિને નજરમાં રાખીને સજાના મુદ્દે કોર્ટે ઉદારતાભર્યું વલણ દાખવવું જોઇએ અને મૃત્યુદંડની સજા ફરમાવવા માટે રેરેસ્ટ ઑફ ધ રેર કેસ નહીં ગણતા કાયદાની જોગવાઇ મુજબ લઘુત્તમ સજા ફરમાવવી જોઇએ. સ્પેશ્યલ પ્રોસીક્યુટર પી.એન.પરમારે જણાવ્યું હતું કે આ કેસ આરોપીઓને મૃત્યુદંડની સજા ફરમાવવા માટે સુપ્રીમકોર્ટે ઠરાવેલી રેરેસ્ટ ઑફ ધધ રેરની કેટગેરીમાં પડે છે. બનાવની ગંભીરતા જોતાં અને આરોપીઓની ભૂમિકાને નજર સમક્ષ રાખીને તેઓને કાયદા મુજબ મહત્તમ સજા ફરમાવવી જોઇએ. ખૂનના ગુના બદલ મહત્તમ સજા મૃત્યુદંડની છે. તેઓને ફાંસીની સજા થવી જોઇએ. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ જજ પૂનમસિંઘે ખૂનના ગુના બદલ ૧૮ દોષિત ઠરેલા આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવવી યોગ્ય ગણી હતી. આ ઉપરાંત દરેકને રૃા.૫,૮૦૦ નો દંડ પણ ફરમાવ્યો હતો. જ્યારે પાંચ આરોપીઓને ખૂનની કોશિષ બદલ સાત-સાત વર્ષની કેદની સજા અને રૃા. ૨,૬૦૦ નો દંડ ફરમાવ્યો હતો.
સજાની જાહેરાત સાથે કોર્ટ સંકુલમાં ઉપસ્થિત આરોપીઓના સ્વજનોએ વી વોન્ટ જસ્ટિસના નારા પોકાર્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઉત્તેજનાભરી સ્થિતિને ટાળવા યોગ્ય બળપ્રયોગ કર્યો હતો અને કોર્ટના વોરંટના આધારે આરોપીઓને જેલમાં લઇ જવાની તજવીજ કરી હતી.

આરોપીઓનો ભૂતકાળ ગુનાઇત ન હોવાથી મૃત્યુદંડ યોગ્ય નથી
મકાનોને આગ ચાંપવામાં આરોપીઓની ભૂમિકા હોવાના પુરાવા છેઃ જજ
અમદાવાદ, ગુરૃવાર
ઓડ હત્યાકાંડ અગે ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતા એડિશનલ સેશન્સ જજ પૂનમસિંઘે તેમના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીઓનો ગુનાઇત ભૂતકાળ ધરાવતા નથી. તેઓને મૃત્યુદંડની આખરી સજા ફરમાવવી ઉચિત નથી. બનાવના દિવસે ગામમાં સશસ્ત્ર ટોળાએ ઇરાદા સાથે મુસ્લિમોના જાન માલને હાનિ પહોંચાડી હતી અને તે માટે કાવતરૃં રચવામાં આવ્યું હતું. આરોપીઓ ટોળામાં સામલ હોવાના અને મકાનોને આગ ચાંપી હોવાની ભૂમિકા અદા કરી હતી તેવા પુરાવાઓ છે. તેઓને હત્યાના ગુના બદલ આજીવન કેદની સજા ફરમાવવી યોગ્ય છે.
ઓડ હત્યાકાંડના ચકાચારી કેસમાં સ્પેશ્યલ કોર્ટના જજ પુનમસિંઘે આજે સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો. અંદાજે ૧૨૫૨ પાનાના ચુકાદામાં બનવાનો ઘટનાક્રમ, ભોગ બનેલા મુસ્લિમ પરિવારોના પાંચ પુરૃષ, નવ મહિલાઓ, નવ સગીરવયના બાળકો, તેઓની સ્થિતિ, સીટનો તપાસ અહેવાલ, આરોપીઓની ભૂમિકા, તેઓની સંડોવણી અંગેના સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓની વિગતો નોંધવામાં આવી છે. અગાઉ આ કેસ જજ એસ.વાય. ત્રિવેદી સમક્ષ ચાલ્યો હતો અને તેમણે પુરાવાઓ નોંધ્યા હતા. જજ પૂનમસિંઘે કેસનું સમાપન કર્યું હતું અને ચુકાદામાં જણાવ્યું હતું ક આરોપીઓ સામે ગુનાઇત કાવતરૃં પ્રસ્થાપિત થાય છે.કેસની હકીકત જોતાં બનાવના દિવસે શુક્રવારે સશસ્ત્ર ટોળું એકત્ર થયું હતું. મુસ્લિમો પરિવારો ઘરની અંદર હતા. ટોળાંનો ઇરાદો સ્પષ્ટ હતો. પોલીસે ટીયરગેસ છોડયા હોવા છતાં વિખેરાયું નહતું. જે લોકોને દોષિત ઠરાવ્યા છે તેઓની વિરૃધ્ધ મકાનોને આગ ચાંપી હોવા અંગેના પુરાવા છે અને સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે. તેઓની સામે કેસ નિઃશંકપણે પુરાવાર થાય છે અને તેથી તેઓને સજા ફરમાવવામાં આવે છે.

ચુકાદા બાદ મુખ્યમંત્રી મોદી વિરુદ્ધ સૂત્રો પોકારાયા
એક વ્યક્તિએ ઝેર પીને આત્મહત્યાની કોશિષ કરી
અમદાવાદ, તા. ૧૨
ઓડ હત્યાકાંડના ચુકાદાની જાહેરાત બાદ કોર્ટ સંકુલમાં ભારે ઉત્તેજનાભર્યું વાતાવારણ સર્જાયું હતું. આરોપીઓના સગા સ્નેહીઓ અને હિતેચ્છોઓમાંથી કેટલાક આવેશમાં આવી ગયા હતા અને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી હાય રે મોદી હાય હાય અને હાય રે ભાજપ હાય હાય એમ સૂત્રો પોકાર્યા હતાં. કોર્ટ સંકુલમાં ઉપસ્થિત રાવજીભાઇ પટેલ નામના વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાની કોશિષ કરી હતી. જો કે તેમની સાથે આવેલા બીજા માણસોએ તેમને રોકી લીધા હતા. પોલીસ તેમને ઘટનાસ્થળેથી દૂર લઇ ગઇ હતી. રાવજીભાઇ પુત્ર વિજય અને બીજા ચાર સગાઓને આ કેસમાં સજા ફરમાવવામાં આવી છે.

 

ચૂકાદાને પગલે ઓડમાં કરફ્યુ જેવો માહોલ
આણંદ,તા.૧૨
ઓડ હત્યાકાંડમાં દોષિત ઠરેલા ૨૩ આરોપીઓ પૈકી ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા તેમજ ૫ આરોપીઓને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવતા આણંદ સ્થિત જીટોડીયા કોર્ટ સંકુલમાં તેમજ ઓડ ગામમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. ઓડ ગામના સંવેદનશીલ વિસ્તારો સુરીવાળી ભાગોળ, પીરાવાળી ભાગોળ, પૂર્ણિમા ચોક, સોના ટેકરી સહિતના વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે અને સજાના ચુકાદાના પગલે સમગ્ર નગરમાં અજંપાભરી શાંતિ અને સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. આ ચુકાદાના પગલે ઓડ ગામમાં છમકલું ન થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારીની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ એસઆરપી સહિત પોલીસ અધિકારીઓને ફરજ પર ખડેપગે તૈનાત કરી દેવાયા છે. સાથે સાથે નગરમાં પોલીસ વાહનો દ્વારા પેટ્રોલીંગ કરી બાઝ નજર રાખવામાં આવી રહી છે.

 

આરોપીઓના પરિવારોનો કોર્ટ સંકુલમાં હંગામો
આણંદ,તા.૧૨
ઓડ હત્યાકાંડનો ચુકાદો જાહેર થતાંની સાથે જ કોર્ટ બહાર ઉભેલા અપરાધીઓના પરિવારજનો અને સગાવ્હાલાઓમાં જબરદસ્ત આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી. કેટલાક પરિવારજનો રીતસરના રડી પડયા હતા અને સરકાર તરફથી અમને ન્યાય મળ્યો નથી તેવો ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી કોર્ટ સંકુલ બહાર જબરદસ્ત હંગામો મચાવ્યો હતો. આરોપીઓના પરિવારજનોએ વી વોન્ટ જસ્ટીસના નારા લગાવીને વાતાવરણને એકદમ ગરમાગરમ કરી દીધું હતું. જેને લઈ પોલીસને દરમ્યાનગીરી કરવી પડી હતી. જો કે આરોપીઓના પરિવારજનો સજા સાંભળી વધુ ઉગ્ર બનતાં પોલીસને ન છુટકે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી અને તમામ પરિવારજનો, સગાવ્હાલા અને ઓડના ગ્રામજનો તેમજ આસપાસમાંથી સજાનો ચુકાદો સાંભળવા એકત્રિત થયેલા તમામ લોકોને મીડીયા સામેથી દુર લઈ જઈ કોર્ટ સંકુલથી બહાર ખદેડી મુકવામાં આવ્યા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved