Last Update : 13-April-2012, Friday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
(૧) નિરક્ષરતાના કારણે ભારતની અર્થવ્યવસ્થાને દર વર્ષે ૫૩ અબજ ડોલરનું નુકસાન થાય છે. અને આના કારણે વિશ્વના અર્થતંત્રને ૧૨ ખર્વ ડોલરનું નુકસાન થાય છે. આવી હકીકત આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ લિટરેસી ફાઉન્ડેશને જાહેર કરી છે. હવે તો વાંચતા- લખતાં શીખો!
(૨) સંરક્ષણ મંત્રાલયે સેનાની ત્રણેય પાંખ સાથે મતભેદો હોવાનું નકારી કાઢયું છે. કહે છે કે રાજકારણીઓ અને મહિલાઓની હાને ના અને નાને હા સમજવી જોઇએ. આમાં પણ ક્યાંક એવું નથી ને?
(૩) વડાપ્રધાન મનમોહનસિંહની હાલત પણ પૂર્વવડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જેવી થઇ રહી છે. અટલજીને જેમ જયલલિતા અને મમતા કનડતાં હતાં તેવું મનમોહન સાથે પણ થઇ રહ્યું છે. જયલલિતાએ આરોગ્ય માટે માનવ સંસાાધનોન રાષ્ટ્રીય પંચ, ૨૦૧૧ના ખરડાનો વિરોધ કરતાં કહ્યું છે કે તે રાજ્યોના અધિકાર પર તરાપ મારે છે.
(૪) ઉત્તર પ્રદેશમાં નેતાજી અને ભૈયાજી એટલે કે મુલાયમસિંહ અને અખિલેશ યાદવને ઝેડ પ્લસ સિક્યોરિટી મળશે. મળવી જ જોઇએ... સમાજવાદી પક્ષના કેટલાક કાર્યકરો આજકાલ ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે.
(૫) ઇટાલીના નાગરિક પોઓલો બોસુસ્કો કહે છે કે તે થાકી ગયો છે અને તેને આરામની જરૃર છે. પાઓલોભાઇને માઓવાદીઓ ઉપાડી ગયા હતા તે તો યાદ જ હશે.
(૬) ગર્ભ નિરોધક રચના, જેને અંગ્રેજીમાં ઇન્દ્રા યુરિન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ (IUCD)કહે છે તે હવે ભારતના અંતરિયાળ ગામોમાં પણ મળશે. કહે છે કે આનાથી મહિલાઓ પાંચ-દસ વર્ષ સુધી ગર્ભવતી નહીં બને.
(૭) બળવાખોરીનો એરુ રાજસ્થાન સરકારને આભડયો છે. ગેહલોત વિરોધી ૨૨ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજતા મુખ્યમંત્રીની ઉંઘ હરામ થઇ ગઇ છ.
(૮) આપણે ત્યાં કોઇ પણ બાબતને ધર્મ અને જ્ઞાાતિ સાથે જોડી દેવામાં આવે છે. રાજપૂતોના એક સંગઠ્ઠને સેનાના વડા જન. વી. કે. સિંહની તરફેણમાં ૫ મેથી આંદોલ કરવાનો નિર્ણય કર્યો છે.
(૯) હિમાચલ પ્રદેશમાં કોટેજ લેવાનું વિચારો છો? તો તમને હવે અઘરું પડશે. સરકાર હિમાચલ પ્રદેશ એપાર્ટમેન્ટ અને સંપત્તિ નિયંત્રણ કાયદા ૨૦૦૫ ને પડતો મૂકવા વિચારી રહી છે. અગાઉની કોંગ્રેસ સરકારે કરેલા આ કાયદા મુજબ બિલ્ડરો વિવિધ શ્રેણીમાં ફ્લેટ બનાવીને વેચી શકતા નથી.
(૧૦) ઉત્તરાખંડ સરકાર લઘુમતીઓના કલ્યાણ માટે એક અલગ મંત્રાલય રચશે. આશા રાખીએ કે તે ખરા અર્થમાં કલ્યાણ કરે.

આંતરરાષ્ટ્રીય
(૧) જ્યારે નાગરિકો એટલે જેને આમ આદમી કહે છે તે વિફરે ત્યારે શું થાય ? અમદાવાદમાં બાળકોનાં ગૂમ થવાની અનેક ઘટનાઓ બાદ લોકો કેવા વિફર્યા હતા તે ગુજરાતીઓ જાણે છે. અફઘાનિસ્તાનમાં તો અફઘાનોએ એક શખ્સ પર બોમ્બર હોવાની શંકા જતા તેનો કાન જ કાપી નાખ્યો હતો.. આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ ને, નાક કાન કાપી લેવાના છે... તેવું જ અફઘાનમાં બન્યું.
(૨) ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સારકોઝી અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ વિડિયો કોન્ફરન્સ યોજી સિરિયા, ઓઇલ અને ઇરાન પર મંત્રણા કરી છે.
(૩) બાય ધ વે... સિરિયાની વાત નીકળી છે તો ત્યાં ૧૩ મહિનાથી ચાલતી હિંસા હવે અટકી છે કારણ કે સંયુકત રાષ્ટ્રોના સમર્થનવાળો યુદ્ધ વિરામ અમલી બન્યો છે.
(૪) અમેરિકાનાં વિદેશ મંત્રી હિલેરી કિલન્ટને કહ્યું છે કે ઓસામા બિન લાદેન મરાયો તે ઓપરેશન જોતી વખતે ૩૦-૩૫ મિનિટ સુધી તેમના શ્વાસ થંભી ગયા હતા. જોયું ને... મરતા મરતાં ય લાદેન અમેરિકાના શ્વાસ થંભાવી ગયો.
(૫) અમેરિકાના દક્ષિણ કેરોલિનાના ભારતીય અમેરિકન ગવર્નર નિક્કી હેલીએ ફરી એક વાર કહ્યું છે કે તેઓ ઉપ પ્રમુખની હરીફાઇમાં નથી. જોકે તેમને એક વિચિત્ર સવાલ એ પૂછાયો હતો કે શું તેઓ શીખ ડ્રાઇવરોને વધુ ટિપ આપશે ? નિક્કીએ તેના જવાબમાં કહ્યું, 'હું બધાને એકસરખી જ ટિપ આપું છું.'
(૬) મિસ યુનિવર્સની સ્પર્ધામાં હવે આવતા વર્ષથી ટ્રાન્સ-જેન્ડર મહિલાઓ પણ ભાગ લઇ શકશે. પ્રશ્ન એ છે કે તે જિતશે તો તેને મિસ યુનિવર્સ કહેવાશે ?
(૭) ઇટ્સ ફાઇનલ. અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણી હવે મિટ્ટ રોજની અને બરાક ઓબામાં વચ્ચે જ યોજાશે. રિપબ્લિકન રિક સાંટોરમે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આનું કારણ તેમણે તેમની દીકરીના તબીબી મુદ્દાઓ હોવાનું જણાવ્યું છે.
(૮) અફઘાનિસ્તાનમાં પ્રમુખની ચૂંટણી વહેલી યોજાવાનો સંકેત આપ્યો છે.
(૯) પાકિસ્તાને કહ્યું છે કે અમે તો કયારેય અમેરિકા સાથે સંબંધ તોડયા જ નથી. તો બોલો ! તો પછી ચીન સાથે સંબંધો વધાર્યા તેનું શું ?
(૧૦) અમેરિકાની એક કોર્ટ ૧ મે એ શીખ વિરોધી રમખાણોના કેસમાં સુનાવણી કરશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved