Last Update : 13-April-2012, Friday

 
ફેસબુક પર બનેલા મિત્રને મળવા ઘર છોડીને દિલ્હી પહોંચી પણ..!!
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ

ફેસબુક એકાઉન્ટમાં મોડલ હોવાનો દાવો કરતો દિલ્હીનો યુવાન હિન્દી ફિલ્મનાં કદરૃપા વિલન જેવો દેખાતો હતો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક ઉપર પોતે મોડલ હોવાનો દાવો કરતા દિલ્હીનાં યુવાનને મળવા માટે ઘર છોડીને નીકળી ગયેલી વડોદરાની વિદ્યાર્થીનીને ઈન્ટરનેટની વર્ચ્યુઅલ મીત્રતાનાં જુઠ્ઠાણાનો કડવો અનુભવ થયો હતો. મોડલ હોવાનો દાવો કરનારા યુવાનનો ચહેરો કોઈ હિન્દી ફિલ્મનાં કદરૃપા વિલન જેવો હતો. ફેસબુક ઉપર મોટીમોટી વાતો કરતા આ યુવાનની વાસ્તવિકતા કંઈ અલગ જ હતી. જેથી યુવાને તેની સાથે દગો કર્યો હોવાનો અહેસાસ વિદ્યાર્થીનીને થયો હતો. આખરે, દિલ્હી રેલવે સ્ટેશનનાં સુરક્ષા અધિકારીઓની મદદથી વિદ્યાર્થીનીનું તેના પરિવારજનો સાથે પુર્નમિલન થયુ હતુ.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, એફવાય બીકોમમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ગઈકાલે રોજીંદા સમય મુજબ કોલેજથી ઘરે પરત નહીં ફરતા તેની માતાએ તેને મોબાઈલ પર ફોન કર્યો હતો. જે દરમિયાન વિદ્યાર્થીનીએ માતાને જણાવ્યુ હતુ કે, હું ઘર છોડીને જતી રહી છું અને પાછી આવવાની નથી..!! આ વાત પુરી થતાની સાથે જ વિદ્યાર્થીનીએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.
જેથી તેની માતા ચોંકી ઉઠી હતી અને તેણે આ બાબતની જાણ પરિવારનાં અન્ય સદસ્યોને કરી હતી. જેથી તેઓ વિદ્યાર્થીનીને શોધવા નીકળ્યા હતા. પરંતુ, તેનો કોઈ પત્તો નહીં મળતા આખરે તેની એક મીત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે, સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક ઉપર બનેલા મીત્રને મળવા માટે તે ટ્રેનમાં દિલ્હી ગઈ છે.
આ બાબતની જાણ થતાં જ ગૂમ થયેલી વિદ્યાર્થીનાં પિતાને ફાળ પડી હતી અને તેમણે તાબડતોબ રેલવે પોલીસને જાણ કરી હતી. જેને આધારે રેલવે પોલીસે દિલ્હી રેલવે સ્ટેશન પર મૌજુદ સુરક્ષા અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. મોડીરાત સુધી ઈમેલ અને ફેક્સનાં માધ્યમથી દિલ્હીનાં સુરક્ષા અધિકારીઓએ વડોદરાથી નીકળેલી વિદ્યાર્થીનીની તસવીરો સાથેની સંપૂર્ણ વિગતો મેળવી લીધી હતી. વડોદરાથી આવતી જમ્મુતાવી એક્સપ્રેસ ટ્રેન દિલ્હી રેલવે સ્ટેશન પર રોકાય તે પહેલા જ સુરક્ષા અધિકારીઓ ત્યાં સાદાવેશમાં ગોઠવાઈ ગયા હતા. મળસ્કે સાડા ચાર વાગ્યાનાં સુમારે જમ્મુતાવી એક્સપ્રેસ દિલ્હી સ્ટેશને આવી પહોંચી હતી. જેમાંથી નીચે ઉતરેલી વિદ્યાર્થીનીને તસવીરનાં માધ્યમથી સુરક્ષા અધિકારીઓએ ઓળખી કાઢી હતી.
દિલ્હી સ્ટેશન પર બે યુવાનો તેને લેવા આવ્યા હતા. જેથી સુરક્ષા અધિકારીઓએ ચપળતાપૂર્વક વિદ્યાર્થીની તથા તેને લેવા આવેલા બંને યુવાનોની અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ વડોદરા ખાતે રહેતા વિદ્યાર્થીનીનાં પરિવારજનોને આ બાબતની જાણ કરવામાં આવી હતી. જેથી તેના પિતા અને અન્ય સંબંધીઓ વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હી રેલવે સ્ટેશનનાં સુરક્ષા અધિકારીઓ પાસેથી તેનો કબજો મેળવીને તેને વડોદરા પરત લઈ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ફેસબુક ઉપર દિલ્હીનો યુવાન પોતે મોડલીંગ કરતો હોવાનું તેણે વિદ્યાર્થીનીને જણાવ્યુ હતુ. પરંતુ, વાસ્તવિકતામાં તે મોડલ નહીં પરંતુ, હિન્દી ફિલ્મનાં કોઈ કદરૃપા વિલન જેવો લાગતો હતો. મોટીમોટી વાતો કરતા યુવાનની વાસ્તવિક પરિસ્થીતી કંઈ અલગ જ હતી. જેથી આ યુવાને તેની સાથે દગો કર્યો હોવાનો અહેસાસ વિદ્યાર્થીનીને થયો હતો.

વિદ્યાર્થીનીને દિલ્હીમાં લેવા આવેલા યુવાનોની હિલચાલ શંકાસ્પદ
દિલ્હી રેલવે સ્ટેશન પર વિદ્યાર્થીનીને લેવા આવેલા બે યુવાનોની સુરક્ષા અધિકારીઓએ ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી હતી. આ બંને યુવાનોની હિલચાલ શંકાસ્પદ જણાતી હતી.
દિલ્હીમાં વિદ્યાર્થીનીને લેવા ગયેલા તેના પિતાએ જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં પકડાયેલા બંને યુવાનો સુરક્ષા અધિકારીઓને ગોળગોળ જવાબ આપતા હતા. એક યુવાને પોતાનું નામ વન્સ જણાવ્યુ હતુ પરંતુ, તેણે પોતાના પિતાનું નામ અને અટક દર્શાવી ન હતી. આ યુવકનો ફેસબુકનો આઈડી વન્સ હતો પરંતુ, તેનું સાચુ નામ શુ છે તે હજી સુધી જાણી શકાયુ નથી. દિલ્હીમાં રહેતો આ યુવાન શુ કરે છે તેની જાણકારી પણ બહાર આવી ન હતી. ફેસબુક ઉપર યુવતી સાથે મીત્રતા કેળવીને તેમને મળવાનાં બહાને બોલાવતા આવા યુવકોનો ઈરાદો પણ શંકાનાં દાયરામાં આવે છે. આ યુવાનોને જોઈને એક તબક્કે વડોદરાની વિદ્યાર્થીની પણ ચોંકી ઉઠી હતી કારણ કે, ફેસબુક ઉપર મોટીમોટી વાતો કરતા આ યુવાનની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved