Last Update : 13-April-2012, Friday

 

સંવેદનશીલ દરિયાઇ સરહદે ૧૫ દિવસમાં
AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

રાયફલને ફોરેન્સિક લેબમાં મોકલાઇ, બે સપ્તાહ બાદ પણ સુરક્ષા એજન્સીઓની તપાસ દિશાવિહિન

જામનગર, તા. ૧૨
સૌરાષ્ટ્રની સંવેદનશીલ દરિયાઇ સરહદે ૧૫ દિવસ પહેલાં માછીમારની જાળમાં ફસાઇને મળી આવેલી અદ્યતન એકે-૪૭ રાયફલ અંગે સુરક્ષા એજન્સીઓની તપાસ હજુ દિશાવિહિન રહેતા, અંતે રાયફલને ફોરેન્સિક લેબમાં મોકલી દેવાઇ છે. બીજી તરફ રાયફલ મળ્યાના સપ્તાહ દરમિયાન ભારતની દરિયાઇ સરહદમાંથી ૩૪ પાકિસ્તાની ઝડપાયા હોવાની બાબતને પણ અતિ ગંભીર ગણાવાઇ રહી છે.
સો મણનો સવાલઃ માછીમારી જાળમાં આવી ગયેલી રાયફલ શું પાણીમાં તરતી હતી કે જાળ દરિયાના તળિયે પહોંચી હતી ?
હાલારનાં ૩૫૫ કિ.મી.ના દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા જાળવવી અતિ મહત્વની બાબત છે, તેવામાં ગત તા.૨૬ના ઓખાના દરિયામાં ૧૨.૫ નોટીકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય ચેનલ પર માછીમારી કરતા બેડેશ્વરના માછીમારની જાળમાં તળિયેથી ૨૯ કાર્ટીસ ભરેલી એમઇ-૧૨૮૨ લખેલી એકે-૪૭ રાયફલ મળી આવ્યાની જાણના આધારે ડીઆરઆઇ અને એસઓજી પીઆઇ આર.એચ. હડીયા સહિતની ટીમે બેડેશ્વર આવેલા માછીમાર પાસેથી રૃા.૧,૦૨,૦૦૦ની કિંમતની એકે-૪૭ કબજે કરી ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.
રહસ્યમય રીતે દરિયાના તળિયેથી મળી આવેલી એકે-૪૭ની તપાસમાં સેન્ટ્રલ આઇબી, કોસ્ટગાર્ડ, આર્મી, નેવી, ડીઆરઆઇ અને એસઓજી સહિતની એજન્સીઓ જોડાઇ હતી. જેમના દ્વારા તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી છે, પરંતુ બે સપ્તાહની તપાસમાં કોઇ ચોક્કસ તારણ કે દિશામાં પહોંચી શકયા નથી. જાણકારોમાં એવું ચર્ચાઇ રહ્યું છે કે દરિયાના તળિયેથી માછીમારીની જાળમાં એકે-૪૭ કેવી રીતે આવી અને જો આવી તો હજી સુધી આટલા વર્ષોમાં અન્ય કોઇ વસ્તુઓ કે સામાન કેમ આવ્યો નથી. બીજી બાબત એ કે માછીમારીની જાળ દરિયાના તળિયે પહોંચી શકે કે કેમ ? અથવા એકે-૪૭ રાયફલ પાણીમાં વચ્ચે તરતી હતી ? તેવો પ્રશ્ન ઉઠયો છે.
આ ઉપરાંત બે સપ્તાહમાં જુદી-જુદી એજન્સીઓની તપાસ બાદ કોઇ તારણ કે દિશા ન જણાતા આજે રાયફલને ગાંધીનગર એફએસએલમાં પરિક્ષણ માટે મોકલવામાં આવી હતી. આ પરિક્ષણમાં ક્યાં દેશની ? ફાયરીંગ થયા છે કે કેમ ? અને આ પ્રકારની રાયફલ કોણ ઉપયોગ કરે છે, તે બાબતો જાણવા મળશે. જો ગાંધીનગર એફએસએલમાં પરિણામ નહીં આવે તો દિલ્હી એફએસએલના અધિકારીની મદદ લેવામાં આવશે અને આ અંગેનો રીપોર્ટ આવતા પંદર દિવસ કે તેથી વધુ સમય પણ લાગી શકે તેમ રાયફલ અંગે તપાસ કરતા પી.આઇ. હડીયાએ જણાવ્યું હતું.
જોગાનુજોગ કહેવું કે ગંભીર બાબત કહેવી તે એ છે કે એકે-૪૭ રાયફલ મળ્યાના ચોથા દિવસે ભારતીય જળસીમામાં ૨૦ પાકિસ્તાની માછીમારો સાથેની ત્રણ બોટ અને ત્યારબાદ ત્રીજા દિવસે એટલે કે રાયફલ મળ્યાના સપ્તાહ બાદ ૧૪ પાકિસ્તાની માછીમારો સાથેની બે બોટ કોસ્ટગાર્ડની મીરાબાઇ બોટે ઝડપી લીધા હતા. જો કે રાયફલ કોઇએ બે થી ત્રણ માસ અગાઉ દરિયામાં ફેંકી દીધી હોવાની કે આંતરરાષ્ટ્રીય ચેનલ પરથી પસાર થતી શીપમાંથી અથવા સોમાલીયનો દ્વારા ફેંકી દેવાયાની આશંકા તપાસનીસ દ્વારા વ્યક્ત કરાઇ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved