Last Update : 13-April-2012, Friday

 

આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ

પૂરતા પુરાવા વિના ચુકાદો જાહેર કરી અમને અન્યાય કરાયો નિરાધાર બની ગયેલા પરિવારોએ કલ્પાંત કરી મૂક્યું

આણંદ,તા.૧૨
સજા પામનાર આરોપી હેેમંતભાઈ પટેલના પત્ની કોમલબેને ન્યાયતંત્ર પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રડતાં આસુંએ વિલાપ કરતાં જણાવ્યું હતું કે ઓડ હત્યાકાંડમાં તંત્રને પુરતા પુરાવા મળ્યા નથી. કયા પુરાવાના આધારે કોર્ટે આ ચુકાદો જાહેર કર્યો.
તેઓએ કરૃણ વિલાપ કરતાં જણાવ્યું હતું કે મારે પાંચ-પાંચ વર્ષના બે બાળકો છે. પતિને આજીવન કેદની સજા પડતાં અમો નિરાધાર બન્યા છે. અમારું જીવન નિર્વાહ કોણ ચલાવશે. અમારે ન્યાય જોઈએ છે.
આરોપીના પત્ની જયશ્રીબેને ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓના પતિ સાવ નિર્દોષ છે. તેઓને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. પોતાના પતિ જેલમાં જવાના કારણે તેમના પરિવારે ઘરનો મુખ્ય આધારસ્તંભ ગુમાવ્યો છે. હવે નાના બાળકો સાથે પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ મુખ્ય પ્રશ્ન છે. ન્યાયતંત્ર તરફથી અમને અન્યાય કરાયો છે.
યુકેથી ખાસ આવેલા દીક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે પોતાના કાકા સહિત પરિવારજનોને હત્યાના ગુનામાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. માત્ર જુબાનીને આધારે કોઈપણ જાતના પુરાવા વિના સજા આપવામાં આવી છે. જે ખરેખર અન્યાય છે. હું મારા પિતા અને કાકાને મળવા માટે ખાસ ભારત આવી છું. પરંતુ પોલીસ દ્વારા દમન ગુજારીને અમોને મળવા પણ દેતા નથી તેઓ રોષ ઠાલવ્યો હતો.
ન્યાયતંત્ર પર જબરદસ્ત આક્રોશ વ્યક્ત કરતાં કુંદનબેન હરીશભાઈ પટેલે કહ્યું હતું કે રાજકારણીઓએ જ ઓડમાં તોફાન કરાવ્યા. પરિણામે તેમના પરિવારજનોને જેલમાં જવુ પડયું છે.
આરોપીના સગા રસિકભાઈ પટેલે કોર્ટના ચુકાદાથી નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે અમોને સાચો ન્યાય મળ્યો નથી. તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે ગામના જ એક આગેવાને મતદાર યાદીના આધારે નિર્દોષ વ્યક્તિના નામો એફઆઈઆરમાં નોંધાવી દીધા. તંત્રને કોઈપણ જાતના પુરાવા મળ્યા નથી. છતાં તમામ નિર્દોષોને પકડીને જેલ ભેગા કરી દેવાયા છે.
સજા પામનાર આરોપી દિલીપભાઈ પટેલના પત્ની દક્ષાબેને ન્યાયતંત્ર પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા પતિ નિર્દોષ હોવા છતાં દોષિત ઠર્યા છે. યોગ્ય ન્યાય ન મળતાં અમોને ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મારા પતિ સને ૧૯૯૭થી માનસિક બિમારીથી પીડાઈ રહ્યા છે. પતિ જેલમાં જવાના કારણે બે બાળકોનું અને પરિવારનું કઈ રીતે ગુજરાન ચલાવવું તે યક્ષ પ્રશ્ન છે. આ ઉપરાંત અન્ય મહિલાના પતિને પણ આજીવન કેદની સજા થતાં તે ભાગી પડી હતી અને ન્યાય માટે લડત આપવાની વાત કરી હતી.

 

ઓડ હત્યાકાંડનો ઘટનાક્રમ
- તા.૨૭મી ફ્રેબુઆરી, ૨૦૦૨ના રોજ ગોધરા હત્યાકાંડ સર્જાયો.
- તા.૧લી માર્ચ,૨૦૦૨ના રોજ ભારત તથા ગુજરાત બંધનું એલાન.
- તા.૧લી માર્ચ,૨૦૦૨ના રોજ બપોરે આણંદ જિલ્લાના ઓડ ગામમાં સુરાવાળી ભાગોળમાં તોફાની ટોળાનો હથિયારો અને જ્વલનશીલ પદાર્થો સાથે હુમલો. તોફાની ટોળાએ ફરિયાદી રફીકમહંમદ ખલીફાના ઘરને બહારથી બંધ કરી સળગાવી દેવાનો પ્રયત્ન કરતાં પોલીસે ગોળીબાર કર્યો. તે દરમ્યાન ગોળીબારમાં નિશિત પટેલનું મોત.
- તા.૧લી માર્ચ,૨૦૦૨ના રોજ સાંજના ૪ઃ૦૦ થી ૬ઃ૦૦ કલાકે ઓડ ગામે ઝાંપલીવાળા બિલ્ડીંગમાં ૨૩ વ્યક્તિઓને જીવતા સળગાવાયા. જેમાં ૫ પુરૃષ, ૯ મહિલા અને ૯ સગીર વયની બાળકીઓનો સમાવેશ.
- ૧લી માર્ચ,૨૦૦૨ના રોજ સાંજના ૪ઃ૦૦ કલાક બાદ ફરિયાદી રફીકમહંમદ ખલીફાએ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નં.-૨૩/૨૦૦૨ મુજબ ફરિયાદ નોંધાવી.
- તા.૧લી માર્ચ,૨૦૦૨ના રોજ ઓડ ગામના મુસ્લીમોએ રાત્રિના સુમારે ગામ છોડી અડોશ-પડોશના ગામમાં સહારો લીધો.
- ૨જી માર્ચ નિશિત પટેલની સ્મશાનયાત્રા દરમ્યાન રફીકમહંમદના પિતા ગુલામરસુલ ખલીફાને સળગતા વાહનોના ઢગલાં પર જીવતા ફેંકી દેવાયા
- ૧લી જુન,૨૦૦૨ના રોજ ૩૩ આરોપીઓ વિરૃધ્ધ પ્રથમ ચાર્જશીટ
- ૭મી સપ્ટેમ્બર,૨૦૦૨ના રોજ ૧૧ આરોપીઓ વિરૃધ્ધ બીજુ ચાર્જશીટ
- ૯મી જુલાઈ,૨૦૦૩ના રોજ ૭ આરોપીઓ વિરૃધ્ધ ત્રીજુ ચાર્જશીટ
- ૨૦૦૭ સુપ્રીમ કોર્ટમાં રમખાણ કેસની તપાસ ન થતી હોવાની રજુઆત
- ૨૦૦૩ થી ૨૦૦૮ સુધીના પાંચ વર્ષમાં સ્થાનિક પોલીસ દ્વારા તબક્કાવાર ૪૦ આરોપીઓની ધરપકડ.
- ૨૦૦૮માં સીટની તપાસ અગાઉ એક આરોપી વિદેશ ભાગી ગયો.
- ૧૬મી માર્ચ,૨૦૦૮માં સુપ્રીમે ઓડ કેસની તપાસ સીટને સોંપી. સીટના અધ્યક્ષ આર.કે.રાઘવનની ટીમે તપાસ હાથ ધરી.
- ૨૦૦૮ના વર્ષમાં સીટે તપાસ કરીને પુરાવા એકઠાં કર્યા.
- ૧૧મી એપ્રિલ,૨૦૦૮ આણંદ સેશન્સ કોર્ટમાં કેસની કાર્યવાહી શરૃ થઈ. સીટે નવેસરથી તપાસ કરી ૧૬ આરોપીને ઝડપી લીધા. કેસની તપાસ બાદ ફરીથી આણંદ કોર્ટમાં ચાર્જશીટ મુકાઈ.
- ૧૨મી નવેમ્બર,૨૦૦૯ના રોજ ૪૭ આરોપી સામે સ્પેશ્યલ જજ એસ.વાય.ત્રિવેદીએ તહોમતનામું ફરમાવ્યું.
- ૨૦૧૦ સુધીમાં કુલ ૧૫૮ સાક્ષીઓની જુબાની પુરી કરી નાખવામાં આવી. જેમાં ૩૫ સાક્ષીઓ જુબાની દરમ્યાન હોસ્ટાઈલ થયા.
- ૨૦૦૯-૧૦માં સરકારી વકીલ ચીનુભાઈ એસ.દેસાઈની નિમણુંક. બાદમાં અંગત કારણોસર ટ્રાયલની અધવચ્ચે રાજીનામું આપ્યું.
- ૧૮મી સપ્ટેમ્બર,૨૦૧૦ના રોજ કેસની ટ્રાયલ ચલાવવા માટે સરકારી વકીલ પી.એન.પરમારની નિમણુંક.
- ૨૦૧૧માં ૧૬ આરોેપી પૈકી ભુરાભાઈ રાવજીભાઈ પટેલનું આણંદના સબજેલમાં અવસાન.
- એપ્રિલ,૨૦૧૧માં કેસની સુનાવણી દરમ્યાન ન્યાયધીશ એસ.વાય.ત્રિવેદીએ રાજીનામું આપ્યું.
- ૨જી જૂન,૨૦૧૧માં નવા જજ પી.બી.સિંઘની નિમણુંક થઈ અને કેસ આગળ ધપ્યો. આરોપી હીરૃભાઈ પટેલ વિદેશ ભાગી જતાં રેડકોર્નર નોટીસ નીકળી. બીજા એક આરોપી દિલીપ બાબુભાઈ પટેલ જામીન પર મુક્ત થઈ વિદેશ ફરાર.
- ૯મી એપ્રિલ,૨૦૧૨ના રોજ કેસનો ચુકાદો ઃ ૨૩ આરોપી દોષિત અને ૨૩ નિર્દોષ.
- ૧૨મી એપ્રિલ,૨૦૧૨ના રોજ આણંદની વિશેષ અદાલતે ૨૩ આરોપીઓ પૈકી ૧૮ આરોપીઓને આજીવન કેદ અને ૫ આરોપીને ૭ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.

 

આરોપીઓના સગા-સંબંધીથી કોર્ટ પરિસર ઉભરાયું
આણંદ,તા.૧૨
ઓડ હત્યાકાંડનો આજે ચુકાદો જાહેર થવાનો હોઈ વહેલી સવારથી જ જીટોડીયા સ્થિત આણંદ સેશન્સ કોર્ટ સંકુલમાં આરોપીઓના સગાવ્હાલાઓ તેમજ ગ્રામજનો અને આસપાસના અસંખ્ય લોકો સજાનો ચુકાદો સાંભળવા માટે સવારના ૯ઃ૦૦ કલાકથી કોર્ટ પરિસરમાં ઉમટી પડયા હતા અને ઉપસ્થિત લોકોમાં દોષિત આરોપીઓને કેવા પ્રકારની સજા પડશે તે માટે ભારે ઉત્તેજના વ્યાપી હતી.

કોર્ટ સંકુલમાં ઓડના ગ્રામજનોનો હંગામો
આણંદ,તા.૧૨
ઓડ હત્યાકાંડનો ચુકાદો જાહેર થતાંની સાથે જ કોર્ટ બહાર ઉભેલા અપરાધીઓના પરિવારજનો અને સગાવ્હાલાઓમાં જબરદસ્ત આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી. કેટલાક પરિવારજનો રીતસરના રડી પડયા હતા અને સરકાર તરફથી અમને ન્યાય મળ્યો નથી તેવો ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી કોર્ટ સંકુલ બહાર જબરદસ્ત હંગામો મચાવ્યો હતો. આરોપીઓના પરિવારજનોએ વી વોન્ટ જસ્ટીસના નારા લગાવીને વાતાવરણને એકદમ ગરમાગરમ કરી દીધું હતું. જેને લઈ પોલીસને દરમ્યાનગીરી કરવી પડી હતી. જો કે આરોપીઓના પરિવારજનો સજા સાંભળી વધુ ઉગ્ર બનતાં પોલીસને ન છુટકે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી અને તમામ પરિવારજનો, સગાવ્હાલા અને ઓડના ગ્રામજનો તેમજ આસપાસમાંથી સજાનો ચુકાદો સાંભળવા એકત્રિત થયેલા તમામ લોકોને મીડીયા સામેથી દુર લઈ જઈ કોર્ટ સંકુલથી બહાર ખદેડી મુકવામાં આવ્યા હતા.

ચુકાદા બાદ ઓડમાં કરફયુ જેવો માહોલ
આણંદ,તા.૧૨
ઓડ હત્યાકાંડમાં દોષિત ઠરેલા ૨૩ આરોપીઓ પૈકી ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા તેમજ ૫ આરોપીઓને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવતા આણંદ સ્થિત જીટોડીયા કોર્ટ સંકુલમાં તેમજ ઓડ ગામમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. ઓડ ગામના સંવેદનશીલ વિસ્તારો સુરીવાળી ભાગોળ, પીરાવાળી ભાગોળ, પૂર્ણિમા ચોક, સોના ટેકરી સહિતના વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે અને સજાના ચુકાદાના પગલે સમગ્ર નગરમાં અજંપાભરી શાંતિ અને સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. આ ચુકાદાના પગલે ઓડ ગામમાં છમકલું ન થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારીની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ એસઆરપી સહિત પોલીસ અધિકારીઓને ફરજ પર ખડેપગે તૈનાત કરી દેવાયા છે. સાથે સાથે નગરમાં પોલીસ વાહનો દ્વારા પેટ્રોલીંગ કરી બાઝ નજર રાખવામાં આવી રહી છે.

 

ચૂકાદા અંગે તોફાનપીડિત પરિવારોના મિશ્ર પ્રત્યાઘાત
આણંદ,તા.૧૨
ઓડ હત્યાકાંડમાં માતા-પિતા, બહેન સહિત પરિવારના પાંચ સભ્યો ગુમાવનાર મજીદમીંયા મુરાદમીંયા મલેક આજે પણ ધુ્રજારો અનુભવે છે. તેઓ ઓડ ગામમાં રહેતા નથી. ભય અને દહેશતને લઈ તેઓ હાલ ઠાસરા તાલુકાના ઢુંણાદરા ગામે રહે છે. આજે ઓડ હત્યાકાંડનો ચુકાદો જાહેર થતાં મજીદમીંયા મલેક સહિતના તોફાન પીડીતોએ આ ચુકાદાથી યોગ્ય ન્યાય મળ્યો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળેલ છે. એક તોફાન પીડીતે તો આ ચુકાદાથી અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ૨૩ વ્યક્તિઓને જીવતા ભુજાવી દઈ જધન્ય અપરાધ આચરનાર આરોપીઓને આજીવન તેમજ સાત વર્ષની કેદની સજા નહીં પરંતુ ફાંસીની સજા ફટકારવી જોઈએ. આમ ઓડ ચુકાદાના પગલે કેટલાક તોફાન પીડીતોમાં સંતોષ-અસંતોષની લાગણી જોવા મળી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved