Last Update : 13-April-2012, Friday

 

સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો

આઈપીઓમાં શેરદીઠ રૃા. ૧૦૬ની કિંમત સામે શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ અને નીચલી સરકિટને સ્પર્શ્યો

અમદાવાદ, ગુરુવાર
તાજેતરમાં ઓએનજીસીના શેરોના ઓક્શન રૃટથી વેચાણમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને (એલઆઈસી) ઉગારી લીધા પછી સરકાર માટે એનબીસીસી એક બીજો ફિયાસ્કો થયો છે. સરકારી માલિકીની કંપની નેશનલ બિલ્ડિંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન(એનબીસીસી)ના શેરોને પબ્લિક ઈસ્યુમાં રૃા. ૧૦૬ શેરદીઠના ભાવે ઓફર કરાયા હતાં પણ આજે આ શેરનું લિસ્ટિંગ જ ડિસ્કાઉન્ટમાં થયુ હતુ એટલુ જ નહીં પણ વેચવાલીના દબાણે ૫ ટકાની લોઅર સરકિટને આ શેર સ્પર્શ્યો હતો. આતી, સમગ્ર વર્ષ દરમિયાન સરકારની જે ડિસઈન્વેસ્ટમેન્ટની યોજના છે તેની સફળતા અંગે બજારના વર્તુળો શંકા સેવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સરકારે એનબીસીસીમાંથી તેનો ૧૦ ટકા હિસ્સો ઈનિશ્યિલ પબ્લિક ઓફર (આઈપીઓ) મારફતે વેચવા કાઢ્યો હતો.
એનબીસીસીનો ઈસ્યુ ૨૨મી માર્ચે ખુલીને ૨૭મી માર્ચે બંધ થયો હતો અને તે ૪.૯૩ ગણો ભરાયો હતો. એનબીસીસીના ૫.૯૧ કરોડ શેર માટે બિડ મળી હતી. શેર માટે રૃા. ૯૦-૧૦૬ની પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. ઈસ્યુની ફાઈનલ પ્રાઈસ કરતાં રિટેલ ઈન્વેસ્ટર્સને પાંચ ટકા ડિસ્કાઉન્ટ અથવા તો રૃા. ૧૦૦.૭૦ના ભાવે શેર અપાયા હતાં.
સરકારે એનબીસીસીના ૧૦ ટકા અથવા તો ૧.૨ કરોડ શેર વેચ્યા હતા અને તેમાંથી રૃા. ૧૨૭ કરોડ ઉભા કર્યા હતાં. એનબીસીસી રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ, પાવર સેક્ટરના સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ, કન્સલ્ટન્સી સર્વિસીસ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટના કારોબારમાં પ્રવૃત છે.
છેલ્લાં થોડા સમયથી રિયલ એસ્ટેટ કંપનીના શેરોમાં બારે ઉછળકૂદ જોવા મળે છે તેથી રોકાણકારોને આ શેરમાં સારુ પ્રિમિયમ મળવાની અપેક્ષા હતી પરંતુ, લિસ્ટિંગ વખતેની કિંમતે રોકાણકારોને નિરાશ કર્યાં છે.
બીએસઈ ખાતે આજે એનબીસીસીના શેરોનું લિસ્ટિંગ થયું હતું જેમાં રૃા. ૧૦૦ની ઈક્વિલિબ્રિયમ પ્રાઈસ નક્કી કરાઈ હતી. સેબીના નિયમ પ્રમાણે રૃા. ૨૫૦ કરોડથી ઓછાનો ઈસ્યુ હોવાથી પહેલાં દિવસે બંને બાજુની પાંચ ટકાની સરકિટ લાગવાની હતી.
બીએસઈ ખાતે એનબીસીસીનો શેર રૃા. ૧૦૦ના બાવે લિસ્ટેડ થયો હતો અને ઘટીને ૯૫.૦૫ના ભાવે નીચલી સરકિટને સ્પર્શ્યો હતો. તે પહેલાં ઉપરમાં રૃા. ૧૦૧નો ભાવ થયો હતો. કામકાજને અંતે કંપનીના શેરનો ભાવ ઓફર પ્રાઈસ કરતાં ૮.૪૪ ટકા નીચે રૃા. ૯૭.૦૫ના મથાળે બંધ રહ્યો હતો. તેમાં ૨૧ લાખથી વધારે શેરોના કામકાજ થયા હતાં.
ઈસ્યુની સબસ્ક્રિપ્શન પેટર્ન જોઈએ તો તેમા ક્વોલિફાઈડ ઈન્સ્ટિટયુશનલ બાયર્સ (ક્યુઆઈબી) પોર્શન ૭.૦૭ ગણો, નોનઈન્સ્ટિટયુશનલ ઈન્વેસ્ટર્સ કેટેગરી ૧.૭ ગણો અને રિટેલ ઈનડિવિડયુઅલ ઈન્વેસ્ટર્સ (આરઆઈઆઈ) પોર્શન ૩.૪ ગણો ભરાયો હતો.
સૂત્રોના કહેવા પ્રમાણે સરકારે આ નાણાંકીય વર્ષે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે રૃા. ૩૦,૦૦૦ કરોડ ઉભા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પરંતુ, સેકન્ડરી માર્કેટમાં સરકારી માલિકીની કંપનીના શેરોની હાલત આવી જ રહેશે તો તેને માટે બીજી કંપનીના શેરો વેચવાનું કામ મુશ્કેલ બનશે. તેમના મતે સરકારે માર્કેટના વ્યવસાયિકની સલાહ લેવી જોઈએ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved