Last Update : 13-April-2012, Friday

 

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામઃ એફઆઈઆઈની વેચવાલી અટકીઃ રૃ.૧૩૬ કરોડની ખરીદી

આઈઆઈપી વૃધ્ધિ નબળી ૪.૧ ટકાઃ રિઝર્વ બેંક દ્વારા પગલાં નિશ્ચિતઃ બેંક, ઓટો, મેટલ શેરોમાં શોર્ટ કવરીંગ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિના (આઈઆઈપી) આંકડા ફેબુ્રઆરી ૨૦૧૨માં ૪.૧ ટકાની નબળી વૃધ્ધિ આપનારા જાહેર થતાં અને જાન્યુઆરી મહિનાનો આંક પણ ૬.૮ ટકા પ્રોવિઝનલથી સુધારી માત્ર ૧.૧૪ ટકા વૃધ્ધિના જાહેર થતાં કોર્પોરેટ ઈન્ડિયા- ઉદ્યોગો ઊંચા દરોના ઋણ બોજ અને વિકટ સ્થાનિક- આંતરરાષ્ટ્રીય માગનો સામનો કરી રહ્યાનું ધૂંધળું ચિત્ર સ્પષ્ટ બનતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મંગળવાર ૧૭, એપ્રિલના રોજ ધિરાણ નીતિમાં પ્રમુખ દરોમાં અનિવાર્ય ઘટાડો જાહેર થવાની અપેક્ષાએ બેંકિંગ, ઓટો, મેટલ, પાવર- કેપિટલ ગુડઝ સહિતના શેરોમાં સુધારો હતો. એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાછલા ઘણા દિવસોથી કેશ સેગ્મેન્ટ સાથે ફયુચર્સમાં ઈન્ડેક્ષ ફયુચર્સમાં સતત વેચવાલ બની પ્રતિકૂળ આર્થિક પરિબળો સાથે સરકારના પી. નોટસ મુદ્દે એફઆઈઆઈને જનરલ એન્ટિ અવોઈડન્સ રૃલ્સ (જીએએઆર) હેઠળ વેરા જાળમાં ફસાવતા અને કોર્પોરેટ ઈન્ડિયા ઈન્દ્રપ્રસ્થ ગેસ સહિતને ખોટના ખાડાંમાં ઉતારતા પેટ્રોલીયમ બોર્ડના નિર્ણય અને સિમેન્ટ કંપનીઓના કાર્ટેલ વિરુધ્ધ ચૂકાદાની તૈયારીના અહેવાલે ડહોળાયેલા માહોલમાં ઈન્ડિયાને 'સેલ' પર મૂકી દીધું હતું. જેમાં હવે આઈઆઈપી વૃધ્ધિના નબળા આંકથી કોર્પોરેટ ઈન્ડિયા માટે પડકારરૃપ આગામી સમય સાથે ચોથા ત્રિમાસિકના નબળા પરિણામો અપેક્ષીત હોવા છતાં રિઝર્વ બેંક દ્વારા પ્રમુખ દરોમાં ઘટાડાની અપેક્ષા અને એશીયાના અન્ય બજારોની રીકવરીની હૂંફે ટ્રેડીંગનો આરંભ મજબૂતીએ થયો હતો. યુ.એસ.ની મેટલ- એલ્યુમીનિયમ જાયન્ટ અલ્કોઆ ઈન્ક. દ્વારા પ્રથમ ત્રિમાસિકમાં અનપેક્ષીત નફો નોંધાવાતા મેટલ શેરો જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલની તેજીની આગેવાનીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૧૯૯.૪૦ સામે ૧૭૨૭૬.૮૭ મથાળે ખુલીને ૧૧ વાગ્યે આઈઆઈપી વૃધ્ધિ ૪.૧ ટકા જાહેર થતાં બેંકિંગ શેરો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ સાથે ઓટો શેરો હીરો મોટોકોર્પ, મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટોમાં અને એફએમસીજી શેરો હિન્દુસ્તાન યુનીલીવર, આઈટીસીમાં લેવાલીએ સેન્સેક્ષ ૧૯૫.૭૫ પોઈન્ટના ઉછાળે ૧૭૩૯૫.૧૫ની ઊંચાઈએ પહોંચ્યો હતો. જે મજબૂતી જળવાઈ રહી અંતે આંશિક નફારૃપી વેચવાલીએ ૧૩૩.૨૨ પોઈન્ટ વધીને ૧૭૩૩૨.૬૨ બંધ રહ્યો હતો.
૧૧ વાગ્યે આઈઆઈપી વૃધ્ધિ નબળી ૪.૧ ટકા જાહેર થઈ અને રિઝર્વ બેંકની અપેક્ષાએ શોર્ટ કવરીંગ વધ્યું
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૨૨૬.૮૫ સામે ૫૨૪૬.૭૫ મથાળે ખુલીને જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઈટ હિન્દાલ્કો, સેસાગોવા સાથે આરકોમ, રેનબેક્સી લેબ., સ્ટેટ બેંક, એકસીસ બેંક, એસીસી, ભેલ, મારૃતી સુઝુકી, હીરો મોટોકોર્પ, સુઝુકી હીરોમોટોકોર્પ, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંકમાં ૧૧ વાગ્યે આઈઆઈપી વૃધ્ધિ ૪.૧ ટકા નબળી જાહેર થયા બાદ રિઝર્વ બેંકના વ્યાજ દર ઘટાડાના અનિવાર્ય પગલાં નિશ્ચિત બનતા શોર્ટ કવરીંગ સાથે ફંડોની લેવાલીએ નિફટી ૫૩૦૦ની નજીક ૫૨૯૦.૬૦ સુધી પહોંચી જઈ અંતે ૫૦ પોઈન્ટ વધીને ૫૨૭૬.૮૫ બંધ રહ્યો હતો.
નિફટી ૫૩૦૦નો કોલ ૬૬.૬૫થી ઉછળી ૭૫.૯૫ઃ એપ્રિલ ફયુચર ઈન્ટ્રા-ડે ૫૩૦૮ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફટી એપ્રિલ ફયુચરે ૫૩૦૦ની સપાટી ઈન્ટ્રા-ડે કુદાવી હતી. ૨,૮૩,૮૬૦ કોન્ટ્રેક્ટસમાં રૃ.૭૫૦૪.૨૩ કરોડના ટર્નઓવરે ૫૨૫૧.૩૫ સામે ૫૨૭૪.૭૦ મથાળે ખુલીને નીચામાં ૫૨૬૦થી ઉપરમાં ૫૩૦૮.૪૦ સુધી જઈ અંતે ૫૨૮૩.૧૦ હતો. નિફટી બેઝડ દિગ્ગજોએ શોર્ટ પોઝિશન ગઈકાલથી જ હળવી કરવાની શરૃઆત કરી દીધા બાદ આજે બિગબુલ અને હાથી બન્નેએ નિફટી, બેંક નિફટી, મેટલ શેરોમાં શોર્ટ કવરીગ વધાર્યું હતું. નિફટી ૫૩૦૦નો કોલ ૬૬.૬૫ સામે ૭૩.૦૫ ખુલી ૭૦થી ઉપરમાં ૮૯.૪૫ સુધી જઈ છેલ્લે ૭૫.૯૫ હતો. નિફટી ૫૪૦૦નો કોલ ૩૧.૭૦ સામે ૩૬.૧૦ ખુલી નીચામાં ૩૩.૩૫ થઈ ઉપરમાં ૪૪.૫૦ સુધી ઉછળીને અંતે ૩૬ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૭૨.૫૦ સામે ૬૫ ખુલી ઉપરમાં ૬૬.૮૦થી નીચામાં ૪૭.૭૦ સુધી ગબડી જઈ અંતે ૫૨.૯૦ હતો. નિફટી ૫૫૦૦નો કોલ ૧૨.૬૫ સામે ૧૪ ખુલી નીચામાં ૧૩.૩૦થી ઉપરમાં ૧૮.૩૫ સુધી જઈ છેલ્લે ૧૪.૨૦ હતો.
બેંક નિફટી ફયુચર ૧૦૨૬૬થી ઉછળી ૧૦૪૬૯ઃ ૫૬૦૦નો કોલ ૪.૪૫થી ઉછળી ૬.૭૫ થયો
બેંક નિફટી એપ્રિલ ફયુચર ૭૨૦૭૪ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૮૭૪.૨૮ કરોડના ટર્નઓવરે ૧૦૨૬૬.૪૫ સામે ૧૦૩૦૫ ખુલી ૧૦૨૯૭.૯૫થી ઉપરમાં ૧૦૪૬૯ સુધી જઈ છેલ્લે ૧૦૪૨૭ હતો. નિફટી ૫૬૦૦નો કોલ ૪.૪૫ સામે ૪.૯૫ ખુલી નીચામાં ૪.૬૦થી ઉપરમાં ૬.૭૫ સુધી જઈ છેલ્લે ૫ હતો.
રિઝર્વ બેંક મંગળવારે પ્રમુખ દરો સાર્વત્રિક ઘટાડશે? સ્ટેટ બેંક રૃ.૬૪, કેનરા રૃ.૧૭, એકસીસ રૃ.૩૮ ઉછળ્યા
નબળા આઈઆઈપી આંકથી હવે રિઝર્વ બેંક દ્વારા મંગળવારે પ્રમુખ દરોમાં ઘટાડો અપેક્ષીત બનતા બેંક શેરોમાં આર્કષણે ૧૯૧.૧૫ પોઈન્ટ ઉછળીને ૧૧૯૭૯.૯૯ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૬૩.૮૦ વધીને રૃ.૨૨૨૪.૧૦, કેનરા બેંક રૃ.૧૭.૨૫ વધીને રૃ.૪૭૨.૧૫, એકસીસ બેંક રૃ.૩૭.૬૦ વધીને રૃ.૧૧૯૫.૯૫, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૭.૦૫ વધીને રૃ.૩૩૭.૯૫,બેંક ઓફ બરોડા રૃ.૧૨.૭૦ વધીને રૃ.૭૯૯.૬૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૧૩.૨૫ વધીને રૃ.૮૭૮.૧૫, પીએનબી રૃ.૧૨.૧૦ વધીને રૃ.૯૧૨.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૬.૩૦ વધીને રૃ.૫૬૩.૯૫ રહ્યા હતા.
ઈન્ફોસીસના આજે પરિણામઃ વર્ષ ૨૦૧૨-૧૩ માટે આવકમાં ૧૨થી ૧૩ ટકા વૃધ્ધિનો અંદાજ? શેર રૃ.૫૦ ઘટયો
આઈટી- સોફટવેર સર્વિસિઝ જાયન્ટ ઈન્ફોસીસ ટેકનોલોજીસના ચોથા ત્રિમાસિકના આજે- શુક્રવારે જાહેર થનારા પરિણામ અને ચાલુ વર્ષ ૨૦૧૨-૧૩ના આવક નફાના અંદાજો પર નજરે ઈન્ફોસીસ રૃ.૫૨.૩૦ ઘટીને રૃ.૨૭૫૦.૦૫ રહ્યો હતો. ઈન્ફોસીસ ચાલુ વર્ષ ૨૦૧૨-૧૩ માટે ડોલરમાં આવક અંદાજ ૧૨થી ૧૩ ટકા વૃધ્ધિનો અને નફામાં ૮થી ૯ ટકાની વૃધ્ધિનો અંદાજ બતાવશે એવી ધારણા છે. ઈન્ફોસીસ સાથે ઘટનાર અન્ય શેરોમાં વિપ્રો રૃ.૫.૬૫ ઘટીને રૃ.૪૩૮.૯૫, ટીસીએસ રૃ.૧૦.૧૦ ઘટીને રૃ.૧૧૩૧.૪૦ રહ્યા હતા.
ઓરેકલ રૃ.૧૦૯ ઉછળી રૃ.૨૭૫૧ઃ ડીલિસ્ટિંગ થશે! ફાઈનાન્શિયલ ટેકનો, ટેક મહિન્દ્રા, એમ્ફેસીસ વધ્યા
ઓરેકલ ડીલિસ્ટિંગ માટેની ઊંચી ઓફરની ચર્ચાએ રૃ.૧૦૯.૪૦ વધીને રૃ.૨૭૫૧.૫૦ રહ્યો હતો. ફાઈનાન્શિયલ ટેકનોલોજીસ સેબીને એમસીએક્સ- એસએકસની અરજી પર ત્રણ મહિનામાં જ ફેરવિચારણા કરવા સુપ્રીમ કોર્ટના આદેશને પગલે શેર રૃ.૨૭.૭૫ વધીને રૃ.૭૭૪.૮૫, ટેક મહિન્દ્રા, રૃ.૧૧.૯૦ વધીને રૃ.૭૨૪.૧૫, એમ્ફેસીસ રૃ.૫.૯૦ વધીને રૃ.૩૯૮ રહ્યા હતા.
અલ્કોઆ ઈન્ક.ના પરિણામે લંડન મેટલમાં તેજીઃ હિન્દાલ્કો, સ્ટરલાઈટ, જિન્દાલ સ્ટીલ ઉછળ્યા
લંડન મેટલ એક્ષચેન્જમાં નોન- ફેરસ મેટલના ભાવો યુ.એસ.ની એલ્યુમીનીયમ જાયન્ટ અલ્કોઆ ઈન્ક.ના પ્રમુખ ત્રિમાસિકના અનપેક્ષીત નફાના પરિણામે ઊંચકાઈ આવતા મેટલ શેરોમાં તેજી આવી હતી. સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪ વધીને રૃ.૧૦૬.૨૫, હિન્દાલ્કો રૃ.૩.૭૫ વધીને રૃ.૧૨૭.૯૫, જિન્દાલ સ્ટીલ રૃ.૨૩.૬૫ વધીને રૃ.૫૧૦.૨૦, સેસાગોવા રૃ.૫.૩૫ વધીને રૃ.૧૮૪.૮૫, સેઈલ રૃ.૧.૮૦ વધીને રૃ.૯૪.૩૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૧૩.૦૫ વધીને રૃ.૭૦૭.૩૫, ટાટા સ્ટીલ રૃ.૫.૫૫ વધીને રૃ.૪૫૨.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૨૩૫.૪૬ પોઈન્ટ ઉછળીને ૧૦૯૫૬.૧૩ રહ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામ ૨૦મી એપ્રિલેઃ રીફાઈનીંગ માર્જીન ઘટશે! શેર રૃ.૧૦ વધ્યો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ચોથા ત્રિમાસિકના પરિણામ ૨૦, એપ્રિલના રોજ જાહેર થશે. કંપનીએ કેજી-ડી૬ બ્લોકમાં ગેસનું ઉત્પાદન ઈન્ડોનેશીયાના ભૂકંપ બાદ રાબેતા મુજબ ચાલી રહ્યાનું સ્પષ્ટ કરતા શેર રૃ.૧૦ વધીને રૃ.૭૪૨.૯૦ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું રીફાઈનીંગ માર્જીન કેજી-ડી૬ ગેસ બ્લોકસમાં ઉત્પાદનમા ઘટાડાના પરિણામે ચોથા ત્રિમાસિકમાં દબાણ હેઠળ રહેવાનો અંદાજ છે.
ક્રુડ ઓઈલ ઘટીને બ્રેન્ટ ૧૧૯.૫૬ ડોલરઃ બીપીસીએલ, એચપીસીએલ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ નાયમેક્ષ ક્રુડ બેરલ દીઠ ૮ સેન્ટ વધીને ૧૦૨.૬૨ ડોલર અને બ્રેન્ટ ક્રુડના ૭૬ સેન્ટ ઘટીે ૧૧૯.૫૬ રહ્યા હતા. ઓઈલ માર્કેટીગથી પીએસયુ શેરોમાં આર્કષણે બીપીસીએલ રૃ.૧૦.૨૦ વધીને રૃ.૬૭૯.૫૫, એચપીસીએલ રૃ.૧.૬૫ વધીને રૃ.૨૮૩.૪૦, આઈઓસી રૃ.૧.૧૫ વધીને રૃ.૨૫૨.૬૦ રહ્યા હતા. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ રૃ.૧.૫૦ વધીને રૃ.૭૧ રહ્યા હતા.
ડીઆઈઆઈની રૃ.૨૩૭ કરોડ, એફઆઈઆઈની રૃ.૧૩૬ કરોડના શેરોની ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આજે- ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૧૩૫.૯૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૨૦૩૦.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૮૯૪.૩૫ કરોડની વેચવાલી હતી. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૨૩૭.૪૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved