Last Update : 13-April-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૩-૦૪-૨૦૧૨, શુક્રવાર
ચૈત્ર વદ આઠમ - વૈશાખી
સૂર્ય અશ્વિની-મેષમાં સાંજના ૭ ક. ૨૧ મિ.થી
બજારોમાં ફેરફારી ? હવામાનમાં ફેરફારી ?

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૧૧ મિ. (સૂ) ૭ ક. ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ ઃ- આજે સાંજના ૪ ક. ૩૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્રઃ- પૂર્વાષાઢા સવારના ૧૦ ક. ૩૬ મિ. સુધી પછી ઉત્તરાષાઢી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-મેષમાં ૧૯ ક. ૨૧ મિ.થી મંગળ-સંિહ (વ.), બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.) રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- સાંજના ૪ ક. ૩૪ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
ઉત્તરાયણ ઃ- વસંત ૠતુ રા.દિ. ચૈ. ૨૪ માસ-તિથિ-વાર ચૈત્ર વદ આઠમને શુક્રવાર
કાલાષ્ટમી. સૂર્ય અશ્વિની અને મેષમાં સાંજના ૭ ક. ૨૧ મિ.થી મીનારક સમાપ્ત. વૈશાખી.
રૂ, ખાંડ, તલ, તૈલાદિ પદાર્થો, તેલ મોંઘા થાય. દિવસ ૧૩માં બઘુ અનાજ, બધા રસકસ, બધી ધાતુ, અળસી, એરંડા, મેંથી, ઈલાયચી, સોપારી, નારિયેળ, હંિગ, વગેરે વસ્તુના ભાવ વધે ? હવામાનમાં ફેરફારી સર્જાય? આજે દક્ષિણમાં પવન ફુંકાય તો વરસાદ સારો થાય!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદી ઉલ અવ્વલ માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૨૯ રોજ માહે સ્પંદ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે સાંજના સૂર્ય આપની રાશિમાં પરિભ્રમણ શરૂ કરે છે. મીનારક, પૂરા થશે. પરંતુ આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો.

 

વૃષભ ઃ આજથી મેષ સંક્રાંતિનો પ્રારંભ થાય છે. આગામી ત્રીસ દિવસ આપને નાની-મોટી કોઈ ચંિતા-ઉપાધિ-વિવાદનો ખર્ચનો સમય રહે.

 

મિથુન ઃ આજે આપના નોકરી-ધંધાના કામમાં ધીરજ, શાંતિ રાખવી. અન્યના દોરવાયા દોરવાઈ જઈ જોખમી નિર્ણય કરવો નહીં.

 

કર્ક ઃ આજનો દિવસ આપે યાત્રા પ્રવાસ- મુલાકાતમાં, મહત્વના નિર્ણયમાં સંભાળવો પડે. બેંકના, કુટુંબના કામમાં ચંિતા રહે.

 

સંિહ ઃ આજે મીન સંક્રાંતિની સમાપ્તિનો દિવસ રાત સુધી તન-મન-ધનથી વાહનથી તેમજ નોકરી ધંધામાં અને આરોગ્યની બાબતમાં સંભાળવો.

 

કન્યા ઃ આજથી મેષ સંક્રાંતિનો પ્રારંભ થવાથી આગામી ત્રીસ દિવસ બિમારી-ચંિતા-ખર્ચ-નાણાં ભીડ, નોકરી-ધંધાની, ઘર પરિવારની ચંિતાના રહે.

 

તુલા ઃ મેષ સંક્રાંતિનું પરિભ્રમણ તમને માનસિક વ્યગ્રતામાં વધારો કરાવે. મસ્તકમાં, કમરમાં દર્દપીડા, અનંિદ્રા, મિત્રવર્ગની ચંિતા પીડા અનુભવાય.

 

વૃશ્ચિક ઃ શનિની પનોતી ને સૂર્યનું મેષ સંક્રમણ નોકરી ધંધામાં તકલીફ રખાવે. આરોગ્યની કાળજી રાખવી, સાસરી પક્ષમાં વ્યગ્રતા રહે.

 

ધન ઃ દેશ પરદેશના કામમાં, પ્રવાસમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં, શેરોના કે મકાન, જમીનના રોકાણમાં તમારી ચંિતા-મુંઝવણ વધતી જાય.

 

મકર ઃ આજથી મેષ સંક્રમણની શરૂઆત આગામી ત્રીસ દિવસ હૃદય-મનની વ્યગ્રતા રખાવશે. આરોગ્ય સાચવવું, પરિવારની, સંતાનની ચંિતા રહે.

 

કુંભ ઃ આપના માટે આગામી સમય સાંસારીક પ્રશ્ને ચંિતાવાળો રહે. દેશ પરદેશના પ્રવાસમાં તકલીફ અનુભવાય. ભાઈભાંડુની ચંિતા જણાય.

 

મીન ઃ આજે સૂર્ય આપની રાશિમાંથી મેષ રાશિમાં પરિભ્રમણની શરૂઆત કરતાં કૌટુંબીક તકલીફ, આરોગ્યની અસ્વસ્થતા, ખર્ચ, ચંિતા અનુભવાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૩-૦૪-૨૦૧૨, શુક્રવાર

આજથી શરૂ થઈ રહેલા જન્મવર્ષમાં આપે વઘુ પડતા આત્મવિશ્વાસમાં નાણાંકીય કે અન્ય જોખમી સાહસો ન કરતાં શાંતિથી યથાવત જે આવક આવતી હોય તેમાં સંતોષ માની વર્ષ પસાર કરવું હિતાવહ રહેશે. વિશેષમાં * નોકરી-ધંધામાં સંઘર્ષ રહે, જશ મળે નહીં. મહેનત તમે કરો, ફાયદો બીજાને થાય. * સરકારી, ખાતાકીય, કાનૂની પ્રશ્નમાં ઉતાવળ કરવી નહીં. બંધન-શિક્ષા થાય તેવું કોઈ કામ કરવું નહીં. હરિફ વર્ગથી સાવચેતી રાખવી. * સગા સંબંધી-મિત્રવર્ગમાં બિમારી-ચંિતાનું આવરણ આવી જાય. મીલ્કતની ખરીદી-વેચાણમાં ચોકસાઈ, ખાતરી કરીને નિર્ણય કરવો. * સ્ત્રી વર્ગને પતિ-સંતાન પરિવાર- પિયર પક્ષની નાની-મોટી કોઈ ને કોઈ ચંિતા રહે. ઉચાટ દ્વિધા રહે. * વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી જ ભણવામાં ઘ્યાન રાખવું પડે, મહેનત વધારે કરવી પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ ઓફિસેથી સ્કુટર ઢસડીને લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં રાજુ મળ્યો એટલે રાજુએ પૂછ્‌યું, ‘‘કેમ ઢસડીને સ્કુટર લઈ જાય છે ? પેટ્રોલ ખલાસ થઈ ગયું છે ?’’
‘‘ના રે,’’ લલ્લુ બોલ્યો, ‘‘પેટ્રોલ તો અંદર ફુલ છે અને બાકી બધી રીતે સ્કુટર ટનાટન છે...’’
‘‘તો પછી, ઢસડીને કેમ લઈ જઈ રહ્યો છે ?’’ રાજાુએ પૂછ્‌યું.
‘‘એનીચાવી ઘરે ભૂલી ગયો છું એટલે ઢસડીને લઈ જઉં છું...’’ લલ્લુ બોલ્યો.
‘‘તો પછી,’’ રાજુએ પૂછ્‌યું, ‘‘સવારે ઓફિસે કઈ રીતે ગયેલો ?’’
‘‘બસ, આ જ રીતે,’’ લલ્લુ બોલ્યો, ‘‘સ્કુટર ઢસડતો ઢસડતો લઈ ગએલો.’’

[Top]
 

આજ ની રેસીપી

 

આદું તથા લીલાં મરચાનું અથાણું


સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મરચા, ૫૦ ગ્રામ આદું, ૧ લીંબુનો રસ, ૨ ચમચા મીઠું.
રીતઃ મરચાંને કપડાથી લૂછી નાખો. આદુંની છાલ ઉતારીને તેને પાતળું તથા લાંબુ સમારી લો. એક નાની બોટલમાં મીઠું તથા લીંબુ નાખીને રાખી દો. મરચાંને નાના નાના ટુકડામાં સમારી લો. પછી તેમાં સામગ્રી મિક્સ કરીને બોટલમાં ભરી દો. આ અથાણું તમે બીજા દિવસથી જ ખાઈ શકો છો. તે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. આ અથાણું દાળભાત સાથે ખૂબ સરસ લાગે છે.

આખાં લાલ મરચાંનું અથાણું


સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મોટાં લાલ મરચાં (અથાણાં માટેનાં), ૧૦૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ આખા ધાણા, ૨૫ ગ્રામ સૂકી મેથી, ૨૫ વરિયાળી, ૧૦ ગ્રામ ક્લોંજી, ૧ ચમચો હળદર પાઉડર, ૫૦૦ મિલીલિટર તેલ તથા મીઠું સ્વાદ મુજબ.
રીતઃ મરચાંને લૂછીને તેનાં ડીટિયાં કાઢી નાખો. તેને થોડીવાર તડકામાં સૂકવો. આખા મસાલાને એક પેનમાં શેકીને તેને પીસીલો. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરો. પછી જ્યાંથી મરચાંના ડીટિયા કાઢ્‌યાં હતા તે જગ્યાએથી મસાલો સરખી રીતે અંદર ભરી દો. એક અઠવાડિયા સુધી તડકે સૂકવો તથા વચ્ચે વચ્ચે હાથફેરો કરો. આખા મરચાનું આ અથાણું આખું વર્ષ ખરાબ નહીં થાય. પૂરી, પરોઠાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved