Last Update : 12-April-2012, Thursday
 

પાકિસ્તાનના પુરતા પુરાવા!

 
પાકિસ્તાનના પ્રમુખ ઝરદારી ભારતની મુલાકાતે આવી ગયા. મનમોહનસંિહ જોડે મુલાકાત પણ કરી ગયા. પણ પેલી બાજુ પાકિસ્તાનમાં બેઠેલા વડાપ્રધાન ગિલાની કહે છે કે નદીમ સૈયદે જ મુંબઈ પર આતંકવાદી હુમલો કરાવેલો, એના પુરતા પુરાવા નથી!
બોલો, આ ગિલાનીનું શું કરવું જોઈએ?
અમે તો કહીએ છીએ કે ગિલાનીને ભારતની યાત્રાએ બોલાવવા જોઈએ! પછી જ્યારે...
* * *
...જ્યારે ગિલાનીનું વિમાન એરપોર્ટ પર ઉતરે ત્યારે ગિલાનીને નવાઈ લાગે છે! સાલું, મારું સ્વાગત કરવા એરપોર્ટ પર લાલ જાજમ કેમ નથી બિછાવાઈ?
લાલ જાજમ તો છોડો, સ્વાગત માટે મનમોહનસંિહ પણ નથી આવ્યા! અરે, મનમોહનસંિહ છોડો, કોઈ આલતુ-ફાલતુ નવરો મિનીસ્ટર પણ નથી! સાલું, આ ચક્કર શું છે?
ગિલાની વિમાનમાંથી ઉતરીને બહાર આવે છે. હજી ટર્મિનલના બિલ્ડીંગમાં દાખલ થાય છે કે તરત એક ખડુસ ટાઈપનો ગુજરાતી જેવો લાગતો ચશ્મીસ સિક્યોરીટી ઓફીસર એમને રોકે છે. ‘‘એક મિનીટ ભઈ, તમે કોણ?’’
‘‘મૈં?’’ ગિલાની ચોંકી જશે ‘‘અમાં, મૈં ગિલાની હું!’’
‘‘વો તો દિખતા હૈ કે તુમ ગિલા નંઈ, કોરા હૈ!’’
ખડુસ ચશ્માવાળો કહેશે ‘‘પણ ભાઈ, ઇધર સે તુમ કોરાકોરા બહાર નંઈ જા સકતા. હમજ્યા કે નંઈ?’’
‘મતલબ?’
‘મતલબ...’ ખડુસ બગાસું ખાતાં કહેશે ‘‘તુમેરા કુછ આઈડી પ્રુફ-બુફ હૈ ક્યા?’’
ગિલાની ઘૂવાંપૂવાં થઈ જાય છે ‘‘મૈં.. મૈં... પાકિસ્તાન કા પ્રાઈમ મિનિસ્ટર હું.’’
‘‘વો ક્યા તુમેરે ચહેરે પે લિખા હે? નંઈ લિખા હે ને? તો આઈડી પ્રુફ નિકાલો.’’ ખડુસ ઠંડકથી કહેશે.
‘‘ઘૂવાંપૂવાં થઈને ગિલાની પોતાનું વિઝિટીંગ કાર્ડ બતાડશે.’’
ખડુસ બગડશે ‘‘એ ભાઈ, મૈં ક્યા ઈધર બિઝનેસ કરને બેઠા હું, જો તુમ અપના બિઝનેસ કાર્ડ દિખાતા હૈ? આઈડી ચાહિયે આઈડી...’’
ગિલાની ફરી ઘૂવાંપૂવાં થઈને એમના કોઈ આસિસ્ટન્ટ પાસે પોતાનું આઈડેન્ટીટી કાર્ડ અપાવશે. ખડુસ એ જોઈને ચશ્મા ઊંચાનીચા કરતાં કહેશે ઃ
‘‘ઠીક હૈ. અબ રેશન કાર્ડ દિખાઓ.’’
‘‘રેશનકાર્ડ.’’
‘‘ક્યું? પાકિસ્તાન મેં સસ્તા અનાજ કી કોઈ દુકાન જ નંઈ હૈ? સબ મહેંગા બાસમતી ચાવલ ઓર દાઉદખાની ઘઉં જ ખાતે હૈ? ચલો, કોઈ બાત નંઈ, લાઈટબિલ દિખાઓ! એડ્રેસ પ્રુફ ચાહિયે ને?’’
‘‘લાઈટબિલ?’’ ગિલાનીની હટી જશે. ‘‘મૈં ઈધર લાઈટબિલ ક્યું લેકર આઉંગા?’’
‘‘વો તો લાના પડેગા.’’ ચશ્મીસ આડાઈ કરશે ‘‘દેખો, દિલ્લી મેં એન્ટ્રી નંઈ મિલેગા.’’
આખરે જાતજાતની માથાકુટ પછી ગિલાની પોતાનો પાસપોર્ટ, આઈકાર્ડ, લાઇટબિલ, સ્કુલ લિવીંગ સર્ટી, બર્થ સર્ટી, મેરેજ સર્ટી, બે સાક્ષીની એફીડેવિટ... એવી સત્તર જાતની વસ્તુઓ ઈન્ટરનેટથી મંગાવીને બતાડશે.
ખડુસ ચશ્માધારી સિક્યોરીટીવાળો બઘું જોઈને છેલ્લું બગાસું ખાતાં કહેશે ‘‘યે સબ પુરાવા તો હૈ... મગર પુરતા નહીં હૈ!’’
Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved