Last Update : 12-April-2012, Thursday
 
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...

- ઈ-ચાયની ચૂસકી માણતાં અને બિઝનેસ પ્રોબ્લેમ સોલ્વ કરતાં શહેરના યંગ બિઝનેસમેન. ફેસબુક દ્વારા જોડાયેલું આ બિઝનેસ ગુ્રપ રૂરલ એરિયામાં પણ એકટીવ છે.

ચાની ચૂસકી અને મિત્રતાને સીધો સંબંધ છે, કોલેજમાં અભ્યાસ કરતાં હોઈએ ત્યારે એક કટંિગમાંથી ત્રણ અડધી કરતાં યંગસ્ટર્સ આજે બિઝનેસમેન બની એ જ ચાની કિટલી પર સ્પેશિયલ ચા સાથે બિઝનેસના પ્રોબ્લેમ સોલ્વ કરતાં હોય છે. જો હવે શહેરના યુનિવર્સિટી વિસ્તાર પાસેથી પસાર થાઓ અને કોઈ ચાની કિટલી પર ૧૦૦ એક માણસોનું ગુ્રપ જોઈલો તો ચોંકી ન જતાં કારણ કે આ એ જ મિત્રોનું ગુ્રપ છે જેઓ એક અડધીમાંથી ત્રણ કટંિગ કરતાં હતાં અને આજે શહેરના મોટા બિઝનેસમેન છે. આ મિત્રોની ‘ઈ-ચાય’ ગુ્રપ ફેસબુકથી કનેક્ટ છે. જેમાં ૧૨૦૦ જેટલાં મિત્રો આખા ગુજરાતમાંથી જોડાયેલા છે. કોલેજ દરમ્યાન ચાની કિટલી પર કલાકો વિતાવતાં આ મિત્રોએ નવો નૂસખો શોધી લીધો છે. તેઓ મહિનામાં અવારનવાર આ પ્રકારે ચાની કિટલી પર ભેગા થઈને બિઝનેસના પ્રોબ્લેમ તો સોલ્વ કરે છે સાથે સાથે વર્લ્ડ બિઝનેસ અને રૂરલમાં કઈરીતે કામ કરી શકાય તે અંગે ચર્ચાઓ કરી રૂરલ ક્ષેત્રે કામ કરતાં હોય છે.
ઈ-ચાય એટલે ‘આન્ત્રપ્રિન્યોર ચા’ કોલેજમાં ભણતાં હોઈએ ત્યારે ગુલી મારીને પણ ચાની ચૂસકી લેવાનું ભૂલતાં નથી, કલાકો સુધી ચાની કિટલી પર ટાઈમ જતો હોય છે. તેવું જણાવતાં જતિન ચૌધરી કહે છે કોલેજ છૂટયાં બાદ બધાં મિત્રો અલગ અલગ થઈ ગયાં હતાં. માર્કેટની ઝડપે એમને તો એવાં ફંગોળી દીધા હતાં કે પૈસા અને બિઝનેસ અમારા માટે ફેવરિટ હતાં. આ ફાસ્ટ લાઈફમાં બિઝનેસ કરવો અને ઝડપી નિર્ણય લેવો મહત્વનો છે. આ સમયે એવી પરિસ્થિતિ આવે કે બિઝનેસમાં કોઈ મેજર પ્રોબ્લેમ હોય અને તેના માટે કોઈ હલ ન હોય પરંતુ જો આ પ્રકારે બીજા અન્ય બિઝનેસ સાથે સંકળાલેયા લોકોની એડવાઈઝ લેવામાં આવે તો રસ્તો સરળ બની જાય છે.
તમને એવું લાગશે કે આ તો દરેક કરી શકે છે પરંતુ તેવું નથી આ ઈ-ચાય ગુ્રપ ડાંગ જેવા વિસ્તારોમાં જઈને કામ કરે છે અને ત્યાંની મહિલાઓને રોજગારી આપી છે તેમનાં દ્વારા બનાવેલી આઈટમોને અમેરિકા, યુરોપ અને પૂર્વ એશિયાના દેશોમાં જઈને વેંચે છે. આમ ગુજરાતના ગામડાઓમાં રહેલી પરંપરાગત લોકકળાને આ ગુ્રપ વર્લ્ડ વાઈલ્ડ બનાવી છે. કોઈપણ કાર્ય માટે એક સાથે જોડાવું જરૂરી છે એમ માનતા આ ગુ્રપના સભ્યો સતત એકબીજાના સંપર્કદ્વારા ચેરીટીના કાર્યક્રમો કરે છે.
ચા તો માત્ર એક સિમ્બોલ છે બાકી કામ કરવા માટે ચાના માઘ્યમથી મળતા આ યુવાનો ફિલ્ડમાં જઈને પરિવર્તન લાવી રહ્યા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved