Last Update : 12-April-2012, Thursday
 

મોબાઈલ નહીં તો કુછ નહીં
મોબાઈલ તો અમારું બીજું સંતાન છે

- ફાસ્ટ લાઈફમાં મોબાઈલને ન્યુસન્સ તરીકે જોવામાં આવે છે. પરંતુ એકાકી વૃઘ્ઘો માટે મોબાઈલ એક આશરા સમાન છે. વિદેશમાં સંતાન કે નજીકના મિત્રો સાથે કલાકો વાતો કરતા વૃઘ્ઘો માટે મોબાઈલ આશરો છે

ભલે પોતાનો દિકરો કે દિકરી દૂર હોય કે નજીક હોય પણ એક છત નીચે ન રહેતાં હોય તે સ્થિતિમાં સંબંધમાં અંતર ન વધે તે માટે મોબાઈલ જ સર્વસ્વ બને છે. શહેરમાં આજે એકલા રહેતાં એવા અનેક વડિલો છે જેઓ સવાર પડે ત્યારે ભલે દૂધવાળાને કે પડોશીને ન જૂએ તો ચંિતા કરતાં નથી પણ જો મોબાઈલ ઘડીક ભર માટે સ્વિચ ઓફ હોય કે કવરેજ ન આવતું હોય તો તેઓ ટેન્શનમાં આવી જાય છે. કારણ માત્ર એટલું જ કે ઇન્ટરનેટ યુઝ કરતાં ન હોય તે સ્થિતિમાં સથવારો ઇચ્છતાં આ વડીલો માટે મોબાઈલ એક સ્વજનની ગરજ સારે છે. દિવસમાં ગમે ત્યારે ફ્રી પડે કે અચાનક કોઇક માર્ગદર્શન લેવાની વાત આવે ત્યારે તેઓ ફટાક દઇને મોબાઈલથી વાત કરી લે છે.
મોબાઈલ માત્ર યંગસ્ટર્સ જ વધારે યુઝ કરે છે તેવું નથી. ૬૬ વર્ષિય બળદેવભાઈ કહે છે, મારી દિકરી વર્જિનિયા રહે છે. અમે બંને પતિ-પત્ની શહેરમાં એકલા જ રહીએ છીએ. દિવસના ૨૪ કલાકમાંથી અમને પણ પોતાના લોહી સાથે વાત કરવાનું મન થાય ત્યારે મોબાઈલ પર જ વાત કરી લઈએ છીએ. ઘરમાં ભલે ટી.વી. કે અન્ય વસ્તુ વગર ચાલે પણ મોબાઈલ હવે કલાક માટે પણ બંધ રહે તો અમને પોસાય તેમ જ નથી. મોટી ઉંમરે ઘ્યાન ભજન કરવા તે વાત સાચી પણ દૂર રહેતાં પોતાના સંતાન સાથે વાત કર્યા વગર તો દિવસ કેવી રીતે કાઢવો તે જ સવાલ છે. દિવસમાં એકાદ-બે વખત બહાર જઈએ, થોડીક વાર ટી.વી. જોઈએ પછી તો મોબાઈલ યાદ આવે જ. એટલું જ નહીં સવાર પડે કે સાંજ મોબાઇલ વગર તો ના જ ચાલે.
શહેરમાં કેટલાક એવા પણ વૃઘ્ધ કપલ છે જેમનાં સંતાન શહેરમાં જ હોય પણ અલગ રહેતાં હોય. ડાહ્યાભાઈ કહે છે, કેટલાક કારણોસર મા-બાપ, સંતાન સાથે રહી શકતા ન હોય તો તેમની સાથેનો નાતો તૂટી જતો નથી. આજના મોબાઈલ યુગમાં આપણે ગમે તેટલા દૂર કે નજીક હોઈએ હાથની આંગળીઓના ઇશારે વાત થઇ શકે છે એટલે એકાકીપણું લાગતું નથી. કમ્પ્યુટર વડે ઇન્ટરનેટથી જોડાઈ રહેવાને બદલે મોબાઈલ કમ્ફોર્ટેબેલ લાગે છે. જો કે સંતાનોને હવે આજના સમયમાં ટાઇમ નથી તે જાણીએ છીએ એટલે જ તો હવે એકબીજાના ઘરે જવાનું ઓછું થઇ ગયું છે. આ બધામાં મોબાઈલ સબંધને જીવંત રાખે છે. માત્ર કોલેજ સ્ટુડન્ટસ જ પોકેટમાં મોબાઈલ લઇને ફરે છે તેવું નથી. એકલા રહેતાં શહેરનાં વડિલો પણ દિવસમાં સંતાન યાદ આવે એટલે મોબાઈલ પર વાત કરવાનું ચૂકતા નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved