Last Update : 12-April-2012, Thursday
 
યંગ આઈકોનને આવકાર

 

 

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ચાલી રહી છે. પણ આજના યંગસ્ટર્સને સ્વામી વિવેકાનંદ વિષે પૂછવામાં આવે તો તેઓને સ્વામીજી વિષે કોઇ માહિતી હોતી નથી. કેટલાંક યંગસ્ટર્સ તો પોતાના ઘરના રૂમમાં પણ સ્વામી વિવેકાનંદની પ્રતિમા કે ફોટા રાખતા હોય છે. પણ વાસ્તવિકતામાં તો તેઓ સ્વામીજીના આદર્શોથી વાકેફ હોતા નથી. તો બીજી તરફ, ઓરિસ્સાના કાલાહાંડીના ટ્રાઇબલ એરિયાના સ્ટુડન્ટ્‌સની એક યાત્રા ભારતભ્રમણ માટે નીકળી હતી. જે સોમવારે અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠ આવી પહોંચી હતી. વળી આ યાત્રામાં આશ્રમના સ્ટુડન્ટ્‌સે તૈયાર કરેલી ૧૪ ફૂટ ઉંચી સ્વામી વિવેકાનંદની મૂર્તિ સાથે વાજતે ગાજતે આવી હતી. જેમાં સ્ટુડન્ટ્‌સ દ્વારા ટ્રાઇબલ ડાન્સ પણ રજૂ કરાયું હતું.
શ્રી રામક્રિષ્ના આશ્રમના સેક્રેટરી સ્વામી વૈરાગ્યાનંદ કહે છે કે, સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે અમે લોકોએ ભારતભ્રમણ કરવાનું નક્કી કર્યું છે. સ્વામી વિવેકાનંદના આદર્શો આજની પેઢીએ નેવે મૂકી દીઘા છે. સ્વામી વિવેકાનંદના આદર્શોથી યંગસ્ટર્સ પ્રેરિત થાય તે ખાસ હેતુસર આ ભારતભ્રમણની યાત્રા કરી છે. ગત ૩૧મી જાન્યુઆરીના રોજ અમે ઓરિસ્સાના કાલાહાંડીથી આ યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ કલકત્તા, દીલ્હી, ભુવનેશ્વર, બનારસ, જમ્મુ-કાશમીર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, જયપુર થઇ અમદાવાદ આવ્યા છીએ. આશ્રમની સ્કૂલના ઘોરણ ૪થી ૭માં અભ્યાસ કરતા ૨૦ સ્ટુડન્ટ્‌સ અને આશ્રમના ૧૦ સ્વામીનો પણ સમાવેશ છે. જો કે, કાલાહાંડી અતિપછાત અને ટ્રાઇબલ વિસ્તાર છે.

 

હવે અમે વડોદરા, સુરત, સેલવાસ, મુંબઇ, પૂના, કોલ્હાપુર, બેંગ્લોર, કોચી, તિરુવનંથપુરમ, ચેન્નાઇ, રાયપુર થઇને કાલાહાંડી પહોંચીશુ.
જ્યારે હેમંત પ્રઘાની કહે છે કે, સ્વામી વિવેકાનંદના જીવન પરથી અમે ઘણુ બઘુ શીખ્યા છીએ. સ્વામી વિવેકાનંદના આશિર્વાદથી અમે અમારા ગામને સારામાં સારુ ગામ બનાવી શકીએ એવો અમારો પ્રયત્ન છે. ત્યાગ, તપસ્યા, મંત્રના બળથી ભારતમાં સંદેશો પહોંચાડવા માટે અમે આ યાત્રા કરી છે. કારમકે બઘા જ મનુષ્યો તો આખરે એક જ છે. લોકોમાં સ્વામી વિવેકાનંદના જીવન પરથી જાગ્રતિ આવે અને તેઓના આદર્શોથી લોકો પ્રેરિત થાય તે અમારો મુખ્ય હેતુ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved