Last Update : 12-April-2012, Thursday
 
બાંઘી મુઠ્ઠી લાખની

- સોનાના ઘરેણાંમાં વપરાતું લાખ શહેરના વૃક્ષો પરથી ઉતારવામાં આવે છે. ખાસ તો ગુલમહોરમાંથી આ સિઝનમાં લાખ એકઠું કરીને જ્વેલરી માર્કેટમાં વેચવાનું અનોખું કામ.

શહેરના સરદાર પટેલ સ્ટેડિયમની બહાર આવેલા ફૂટપાથ પર ૩૦ જેટલા લોકો લાખ એકઠી કરવાનો વ્યવસાય કરે છે, શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગુલમહોર, બોરડી, બાવળ, પીપળ અને વડની ડાળખી પર ઉત્પન્ન થતી લાખ એકઠી કરીને જ્વેલરી બજાર, પેઇન્ટ, કે પછી વુડવર્ક કરતા વેપારીઓને વેચીને રોજગારી મેળવે છે, દેવીપૂજકના આ પાંચ પરિવારો રોજના ૨૦૦ કિલો જેટલી લાખ એકઠી કરે છે. અને અમદાવાદ ઉપરાંત અન્ય શહેરમાં આ લાખનું વેચાણ કરે છે, ૪૦ રૂપિયા કિલોના ભાવે વેચાતી લાખ સોનાની ઝવેરાત, ફર્નીચર, મૂર્તીના રંગકામ, અને પેપર સીલ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
આ અંગે અમથુભાઇ દેવીપુજક કહે છે કે અમે વર્ષોથી લાખ વ્યવસાય સાથે જોડાયેલા છે, અમારા દેવીપૂજકના પાંચ પરિવારના ૩૦ લોકોનું ગુજરાન લાખના વ્યવસાય થકી થાય છે. અમે રોજ સવાર પડે એટલે વિવિધ વિસ્તારમાં આવેલા વૃક્ષોની લાખવાળીડાળ કાપીએ છીએે ત્યાર બાદ અહી લાવીને દાતરડા વડે ડાળ પર રહેલી લાખ અલગ કરીએ છીએ, અમદાવાદ ઉપરાંત બરોડા અને ગોધરા જેવા શહેરમાંથી વેપારીઓ આવીને લાખ ખરીદે છે, આમ તો અત્યારે લાખ ૪૦ રૂપિયા કિલોના ભાવે વેચાય છે, ખાસ કરીને આ લાખનો ઉપયોગ જ્વેલરી બજારમાં વધારે થાય છે. સોનામાંથી બનાવવામાં આવતા તમામ ઘરેણા લાખનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે પોલાણવાળા દાગીનામાં લાખ ભરવામાં આવે છે. આ ઉપરાંત મૂર્તીના કલર કામ લાખનો ઉપયોગ કરવામાં આવે છે. લાખ ભલે કુદરતી રીતેે મળે છે પણ તેને એકઠી કરવામાં મહેનત લાગે છે. ગુલમોહરના વૃક્ષ પર સોથી વધારે લાખ મળે છે અને ત્યાર બાદ લીમડાના ઝાડ પર વધારે લાખ હોય છે. શહેરમાં ગુલમોહર અને લીમડાની સંખ્યા વધારે છે તેથી અમદાવામાં વૃક્ષોમાંથી મોટા પ્રમાણમાં લાખ મળી આવે છે. આ ઘરેણા બનાવતા સમીર ચોક્સી કહે છે કે સોનામાંથી જે ઘરેણા બનાવવામાં આવે છે તેમાં લાખ બરવામાં આવે છે. સોનાના ઘરેણાને કઠણ બનાવવા માટે લાખ ભરવામાં આવે છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved