Last Update : 12-April-2012, Thursday
 

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે

- શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરેલા ૩૫થી પણ વઘુ નાના મોટા ફૂંવારા બંધ હાલતમાં છે. તેમ છતાં સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે.

- શહેરના બઘા જ ફુવારા બંઘ છે એ ચાલુ કરવા માટેની એક ઝૂંબેશ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં ફુર્વાાનો સર્વે શરૂ કરી રહ્યા છીએ. -ગુરુપ્રસાદ મહાપાત્ર મ્યુનિ.કમિશ્નર

અમદાવાદમાં ઉનાળાની જોરદાર શરૂઆત ગઇ છે. ભરબપોરે ઠેર ઠેર જાહેરરોડ પણ સુમસામ બની જાય છે. ત્યારે શહેરમાં કેટલાંક ચાર રસ્તાઓ ઉપર થોડી ઠંડક રહે તે હેતુસર પાણીના ફૂંવારા મૂકવામાં આવ્યા હતા. શહેરમાં આવાં ૩૫થી પણ વઘુ ફૂંવારા મૂકવામાં આવ્યા હતા. પણ આ ફૂંવારની કમનસીબી એ છે કે તમામ ફૂંવારા બંધ હાલતમાં છે.
વળી નવાઇની વાત તો એ છે કે, કોર્પોરેશન દ્વારા શહેરમાં ઠેર ઠેર ફૂંવારા બનાવવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ પોતાના ખિસ્સા ગરમ થઇ ગયા બાદ ફૂંવારાનું મેઇન્ટેનન્સ કરવામાં આવતું નથી. વળી ફૂંવારામાં ટીપું પાણી પણ હોતુ નથી. સેટેલાઇટ જેવા વિસ્તારમાં તો ફૂંવારો જોવા જ મળતો નથી. ઉપરાંત નહેરુનગર, ભીમજીપુરા, દર્પણ છ રસ્તા, મીઠાખળી, કોમર્સ છ રસ્તા, પાલડી, વગેરે જેવા વિસ્તારોમાં તો ફૂંવારા સદંતર બંધ હાલતમાં જોવા મળે છે. ફૂંવારા બની ગયા બાદ તેનું મેઇન્ટેનન્સ પણ કરવામાં આવતુ નથી. શહેરના કેટલાંક ફૂંવારાની રૂબરુ મુલાકાત લેતા જાણવા મળ્યું હતુ કે તે તમામ બંધ હાલતમાં પડ્યા છે. જાણે કે ઉનાળાની ગરમીમાં ફૂંવારનું પાણી પણ સૂકાયું હોય એવુ લાગી રહ્યું છે.
આ અંગે મ્યુનિસિપલ કમીશનર ગુરુપ્રસાદ મહાપાત્રા કહે છે કે, અમદાવાદમાં કેટલાંક કોર્પોરેશનના ફૂંવારા છે અને અન્ય બગીચાઓમાં પણ છે. કેટલાંક ફૂંવારાની દેખરેખ કોર્પોરેશન રાખે છે તો કેટલાંક ફૂંવારા ખાનગી સંસ્થા હસ્તગત છે. એ વાત સાચી છે તમામ ફૂંવારા હાલ બંધ હાલતમાં છે. કારણકે મેં પોતે વિઝીટ લીધી હતી જેથી એ વિષે હું જાણું છું. જેના માટે મેં રિપોર્ટ મંગાવ્યો છે કે કેટલાં બંધ છે અને કેટલાં ચાલું છે. રિપોર્ટ આવ્યા બાદ ફૂંવારાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે કોર્પોરેશનના ઇલેક્ટ્રીક ખાતાના એડિશનલ ચીફ ઇજનેર એ.સી.શાહ કહે છે કે, આ અંગે હું કંઇ જાણતો નથી. કારણકે શહેરના ઝોન પ્રમાણે તેના ઝોન એડિશનલ ઇજનેરને પૂછવું પડે.
આ અંગે ભીમજીપુરા વિસ્તારમાં રહેતા પ્રવીણ પટેલ કહે છે કે, આ ફૂંવારા મૂકવા પાછળનો હેતુ એ હતો કે ત્યાંથી પસાર થઇએ તો આસપાસમાં થોડુ ઠંડુ વાતાવરણ મળી રહે. પણ કોર્પોરેશન દ્વારા નાગરીકો સાથે છેતરપંિડી આચરીને આવા ફૂંવારા બનાવ્યા બાદ તેની દરકાર લેતા નથી. પોતાના ખિસ્સા ગરમ કરવા માટે એાવા ફૂંવારા બનાવી દઇ પોતાના મળતિયાઓના ફૂંવારાના ટેન્ડર પાસ કરી દેવાય છે. વળી ફૂંવારાની સફાઇ પણ કરવામાં આવતી નથી. ફૂંવારામાં પાણીની બોટલો, કચરો, પ્લાસ્ટીક વગેરે જેવી વસ્તુઓ પડી રહેલી હોય છે. તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતુ નથી અને કોઇ તકેદારીના પગલાં પણ લેવાતા નથી. જો કે, અમારા વિસ્તારમાં ફૂંવારો બન્યા બાદ છેલ્લે ક્યારે એ ચાલુ હાલતમાં જોયો હતો એ યાદ કરવું બહુ મુશ્કેલ છે. પણ છેલ્લાં કેટલાંય મહિનાઓથી તે બંધ હાલતમાં છે અને એની સ્થિતિ બહુ દયનીય બની ગઇ છે.

ભારતમાં કોઇ ટ્રેઇનર નથી, ઇન્ટરનેટ પર વિડીયો જોઇને સેઇલીંગ શીખ્યો
રાજનભાઇ કહે છે કે, સેઇલબોટ પવનથી ચાલે છે એટલે તેના માટે ટ્રેનિંગ જરુરી છે. સાથે દરિયાના નકશા, પાણીની ઉંડાઇ, ભરતીનો સમય, દરિયામાં છુપાયેલા ખડકો કે ડુબેલા વહાણો વગેરેનું પણ ધ્યાન રાખવું પડે છે. પંદર વીસ વર્ષ પહેલા મને સેઇલીંગનો શોખ જાગ્યો હતો. જે લાંબા સમય બાદ પુર્ણ થયો છે. રાજનભાઇ ઉમેરે છે કે, મે ઇંગ્લેન્ડ જઇને સેઇલીંગનો એડવાન્સ કોર્સ કર્યો અને વિદેશ પ્રવાસ વેળા જ્યાં પણ તક મળે સેઇલીંગ કરી લેતો. તેમજ ઇન્ટરનેટ પર વિડીયો ક્લિપીંગ જોઇને સેઇલીંગની લેવલ-૪ સુધીની ટ્રેનીંગ લઇ લીધી. આખા ભારત દેશમાં સેઇલીંગ શીખવનાર એકપણ સંસ્થા નથી. તેમજ બોટને લાંગરવા માટે યોગ્ય જેટી પણ જરુરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved