Last Update : 12-April-2012, Thursday
 

સુપ્રીમે સાત રાજ્યો પાસે દયાની અરજીની વિગત માંગી

રાજ્યપાલો પાસે પડેલી અરજીઓની માહિતી ૪૮ કલાકમાં રજૂ કરવા હુકમ
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૨
ફાંસીની સજા પામેલા કેદીઓની દયાની અરજીઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટે સાત રાજ્યોને ૪૮ કલાકમાં માહિતી રજૂ કરવા હુકમ કર્યો છે. જે રાજ્યોના ગવર્નરો પાસે દયાની અરજીઓ પેન્ડિંગ પડી છે તેમની સામે આ પગલા લેવાયા છે અને તેમ નહી કરનારા રાજ્યોના સચિવોને સુપ્રીમમાં હાજર થવા ચેતવણી પણ ઉચ્ચારી છે.
સુપ્રીમના ન્યાયમૂર્તિઓએ જી. એસ. સિંઘવી અને એસ. જે. મુખોપાધ્યાયની બનેલી ખંડપીઠે આ અંગે તેમણે અગાઉ કરેલા હુકમ પ્રત્યે યોગ્ય પ્રતિભાવ નહી આપવા સંદર્ભે નારાજગી વ્યક્ત કરી હતી. સોલીસીટર જનરલ હરીન રાવલે આ મામલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું.
જે રાજ્યોને નોટીસ પાઠવવામાં આવી છે તેમાં પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા અને પં. બંગાળનો સમાવેશ થાય છે. જુદા- જુદા કારણોસર સુપ્રીમ કોર્ટ સુધી નહીં પહોંચી શકેલા ફાંસીના કેદીઓ, જેમની ગવર્નર પાસે પડી હોય તેવા કેદીઓના મામલા તપાસવા અંગે પણ સુપ્રીમે રસ દાખવ્યો હતો.
સુપ્રીમે મીડીયા અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આ પ્રકારના કેદીઓની અરજીમાં મિડિયાએ રસ નથી લીધો કેમ કે, મિડિયા, રાજકીય, સંગઠન અને વિદેશી એજન્સીઓ જે કેસમાં રસ લે તેને જ 'હાઇલાઇટ' કરે છે.
ખંડપીઠે નોંધ્યું હતું કે, 'ફાંસીની સજા' પામેલા અન્ય કેદીઓ જેમના કેસ હજી ન્યાયતંત્રમાં વિવિધ સ્તરે પડયા છે તેમની વિગતો પણ પૂરી પાડવામાં આવે. સુપ્રીમે ૩જી એપ્રિલે દયાની અરજી સંદર્ભે માહિતીની માગણી કરી હતી જેથી રાજ્ય સરકારોએ માહિતી નહી પૂરી પાડતા સુપ્રીમે આ પગલું લીધું હતું.
સંસદ પર હુમલા સંદર્ભે અફઝલ ગુરૃને ફાંસીની સજા ફરમાવી હતી પણ તેમણે દયાની અરજી કરી હતી જે છેલ્લા ૭ વર્ષથી રાષ્ટ્રપતિ પાસે પડી હોવાનું બહાર આવતા સુપ્રીમે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved