Last Update : 12-April-2012, Thursday
 

ઇન્ડોનેશિયામાં ૮.૫ની તીવ્રતાના બે ભૂકંપ

સુનામીની ચેતવણી પાછી ખેંચાઇ ઃ ભારતમાં તમિલનાડુ, પ.બંગાળ, ઓરિસ્સા સહિતનાં પૂર્વ-દક્ષિણ રાજ્યોમાં આંચકા

શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, સિંગાપોર અને મલેશિયામાં પણ આંચકા ઃ સદ્ભાગ્યે કોઇ જાનહાનિ નહીં

(પીટીઆઇ) બાન્દા-એકે/બેંગકોક, તા. ૧૧
ઈન્ડોનેશિયાની પશ્ચિમે આવેલા સમુદ્રનાં તળિયે આજે આવેલા બે પ્રચંડ ભૂકંપોએ, વિનાશક સુનામીની ભીતિ ફેલાવી દીધી હતી અને હિન્દ મહાસાગરના તટપ્રદેશનાં રાષ્ટ્રો મલાયેશિયા, સિંગાપુર, મ્યાનમાર, બાંગ્લાદેશ, ભારત અને શ્રીલંકા ઉપરાંત, થાઇલેન્ડ અને છેક કમ્બોડિયા, વિયેતનામ અને ફિલિપાઇન્સ તથા ઉત્તર પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સુધી સુનામીની ભીતિ ફેલાવી દીધી હતી. પરંતુ સદ્ભાગ્યે, આ સુનામી જાગ્યાં ન હતાં. પરંતુ ઈન્ડોનેશિયા સાથે, આ દેશોમાં પણ ભૂકંપની અસર ઓછા વત્તા પ્રમાણમાં નોંધાઇ હતી.
સ્થાનિક સમય પ્રમાણે આજે બપોરે ૨ઃ૩૮ મિનિટે (ભારતીય સમય પ્રમાણે બપોરે ૧ વાગે), એકે પ્રાંતનાં મુખ્ય શહેર બાન્દા એકે ૪૩૫ કી.મી. દૂર, ૩૩ કી.મી. ભૂતળ નીચે લાગેલા ૮.૭, અને ૮ હતી. તીવ્રતાના બે આંચકા એક પછી એક તે રીતે લાગ્યા હતા. પરંતુ, તેથી કોઇ વિનાશક સુનામી જાગ્યાં ન હતાં, કે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ, પહેલો આંચકો ૨૦ સેકન્ડ સુધી ચાલ્યો હોવાનું પણ ઈન્ડોનેશિયાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું. ૨૦૦૪માં લગભગ આ વિસ્તારમાં જ ભૂકંપ થતાં અને, તેના પરિણામે જાગેલાં સુનામીએ હજ્જારોના જાન લીધા હતા. આથી, આ ભૂકંપ સાથે, સ્થાનિક લોકો તેમજ, ઈન્ડોનેશિયાની આસપાસના દેશોમાં પણ લાગેલા ભૂકંપના આંચકા અને સુનામીની ભીતિએ, લોકોને સલામત સ્થળોએ આશ્રય લેવા દોડતા કરી દીધા હતા. આ ભૂકંપ નોંધાતાં મધ્ય પેસિફિકમાં આવેલા હવાઇ ટાપુઓ સ્થિત ''પેસિફિક સુનામી વૉર્નિંગ સેન્ટરે'' પહેલાં તો સુનામીની ચેતવણી આપી જ દીધી હતી, અને હિન્દ મહાસાગરના તટપ્રદેશના ઓસ્ટ્રેલિયાથી ભારત સુધીના દેશોને સાવચેત રહેવા જણાવી દીધું હતું. પરંતુ પછીથી આવાં વિનાશક મોજાં જાગ્યા ન હોવાથી, સૌ કોઇએ શાંતિ અનુભવી હતી, અને આ ચેતવણી પાછી ખેંચાઇ હતી.
જોકે, આટલા પ્રચંડ ધરતીકંપ પછી સુનામી તદ્દન ન જાગે તે સંભવિત નથી. જોકે પ્રાંત આસપાસ ૮૦ સે.મી.નાં હળવાં સુનામી તટપ્રદેશ સાથે અફળાયાં હતાં પરંતુ, આ ઘટના માત્ર થોડો સમય જ ચાલી હતી.
બાન્દા એકેના નિવાસીઓના જણાવ્યા પ્રમાણે આ એક પછી એક લાગેલા આંચકાઓને લીધે આશરે ધરતી ધ્રજી ઉઠતાં, ટેલીફોન લાઈનો તથા વીજ પુરવઠો કપાઇ ગયાં હતાં. લોકો આશ્રય માટે અહીંથી તહીં દોડી ગયા હતા.ભારતમાં પણ તમિળનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્દેશ, ઑડીશા, આસામ અને પશ્ચિમ બંગાળમાં ધરતીકંપના હળવા આંચકા લાગ્યા હતા જ્યારે આંદામાન- નિકોબાર દ્વિપ સમુહમાં તે પ્રમાણમાં તીવ્ર હતા. આ ધરતીકંપની અસર થાઇલેન્ડનાં વિહારધામ ફુંકટે-ટાપુ ઉપર પ્રમાણમાં વધુ દેસાઇ હતી. ત્યાં ટેલીફોન લાઇનો બંધ થઇ ગઇ હતી અને હોટેલોએ તેમના ઉતારૃઓને બહાર ખુલ્લામાં જવા જણાવી દીધું હતું. ફુંકેટમાં સહકુટુમ્બ રહેલાં ભારતીય મહિલા સવિતા શ્રીરામે કહ્યું હતું કે તેઓ સ્વિમિંગપુલ તરફ જતાં હતાં ત્યારે જ આ ધરતીકંપને લીધે સ્વિમિંગપુલમાંથી પાણી બહાર ઊછળી આવ્યું હતું, અને હોટેલમાં રહેલા લોકો અહીં તહીં આશ્રય માટે દોડી રહ્યા હતા. હું પણ આશ્રય લેવા દોડી ગઇ હતી. દરેક લોકો સુનામીની ભીતિથી ધૂ્રજતા હતા પરંતુ, સદ્ભાગ્યે સુનામી જાગ્યાં નહીં.શ્રીલંકામાં શ્રીલંકાના સમય પ્રમાણે બપોરે ૨.૧૫ વાગે ધરતીકંપના આંચકા લાગ્યા હતા. લોકોમં આ સાથે સુનામીની ભીતિ પ્રસરી ગઇ હતી કારણ કે, ૨૦૦૪ના ડીસેમ્બરમાં ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને લીધે જાહેલાં સુનામીએ શ્રીલંકામાં ૩૦,૦૦૦નો ભોગ લીધો હતો.

ઇ.સ. ૧૯૦૦થી વિશ્વમાં આવેલા શક્તિશાળી ભૂકંપ
મે ૨૨, ૧૯૬૦ ઃ ચીલીમાં ૯.૫ની તીવ્રતાનો ભૂકંપે સાનનિયાગો અને કોન્સેશિયન શહેરોને જમીનદોસ્ત કરી દીધા હતા સાથે જ્વાળામુખી પણ ભભૂકી ઉઠયો હતો. પરિણામે ૫,૦૦૦થી વધુ લોકોના જાન ગયા હતા અને ૨૦ લાખ જેટલા બેઘર બની ગયા હતા.
માર્ચ ૨૮, ૧૯૬૪ ઃ અલાસ્કામાં આવેલા ૯.૨ની તીવ્રતાના ભૂકંપે સુનામી પણ સર્જ્યા હતા. આથી ૩૧ કરોડ ડોલરની માલ મિલ્કત નાશ પામી હતી, ૧૨૫ના મૃત્યુ થયા હતા. આ ભૂકંપની અસર બાજુના કેનેડામાં આવેલી યુકૉન ટેરેટરી અને બ્રિટીશ કોલંબિયામાં પણ સ્પષ્ટતઃ જણાઈ હતી.
૨૬ ડિસે., ૨૦૦૪ ઃ ઇન્ડોનેશિયામાં આવેલો ૯.૧નો ભૂકંપ જેથી સુમાત્રાના એક પ્રાંત ખેદાનમેદાન થઈ ગયો હતો. આ ભૂકંપથી જાગેલા સુનામીને લીધે શ્રીલંકા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને ભારત સહિત ૯ દેશોમાં મળી ૨,૨૬,૦૦૦ના મૃત્યુ થયા હતા.
૪ નવે. ૧૯૫૨ ઃ રશિયામાં આવેલો ૯.૧ની તીવ્રતાના ભૂકંપને લીધે જાગેલા સુનામી હવાઈ ટાપુ સુધી પહોંચ્યા હતા પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.
૧૧ માર્ચ, ૨૦૧૧ ઃ જાપાનમાં લાગેલો ૯.૦૦ની તીવ્રતાના ભૂકંપે અનેકને ઇજાગ્રસ્ત કર્યા હતા આ ભૂકંપથી જાગેલા સુનામીને લીધે પરમાણુ મથકને થયેલા નુકસાનથી સપ્તાહો સુધી ભારે ભય વ્યાપી રહ્યો હતો. ઉત્તરના મુખ્ય ટાપુ હોન્શુમાં આવેલા સેન્ડલથી ૮૧ માઇલ દૂર ૧૫.૧ માઇલ નીચે એ.પી. સેન્ટર ધરાવતા આ ભૂકપે ૨૫ વર્ષ પૂર્વે થયેલી ચેર્નોબિલ દુર્ઘટના પછી થયેલા વિનાશક કિરણોત્સર્ગે ભારે ભય ફેલાવ્યો હતો. ૧૫,૦૦૦ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આથી ફિલિપાઇન્સ, તૈવાન અને ઇન્ડોનેશિયામાં પણ સુનામી ચેતવણી આપવામાં આવી હતી.
૨૭ ફેબુ્ર. ૨૦૧૦ ઃ ચીલીમાં આવેલા ૮.૮ની તીવ્રતાના ભૂકંપન લીધે ૫૦૦ના જાન ગયા હતા સેંકડો મકાનો નાશ પામ્યા હતા ૩૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું.
૩૧ જાન્યુ. ૧૯૦૬ ઃ ઇક્વેડોર ૮.૮ની તીવ્રતાના ભૂકંપ જે બાજુના કોલંબિયોના સમુદ્ર તટ ઉપર પણ લાગ્યો હતો આથી સુનામી પણ જાગ્યા હતા અને ૧,૦૦૦થી પણ વધુના જાન ગયા હતા. આ ભૂકંપની અસર ઉત્તરે મધ્ય અમેરિકા અને છેક સાનફ્રાન્સિસ્કો સુધી પહોંચી હતી અને સુનામી જાપાન સુધી પહોંચ્યા હતા.
૧૧ એપ્રિલ, ૨૦૧૨ઃ ઇન્ડોનેશિયામાં થયેલો ૮.૭નો ભૂકંપ.
૪ ફેબુ્ર., ૧૯૬૫ ઃ અલાસ્કા તીવ્રતા ૮.૭ શેમ્યા ટાપુ પાસે ૩૫ ફૂટ ઉંચા સુનામી અફળાયા.
૨૮ માર્ચ, ૨૦૦૫ ઃ સુમાત્રા ટાપુથી થોડે દૂર સમુદ્ર તટમાં થયેલા ૮.૬ના ભૂકંપે પાસેના નિયાસ ટાપુમાં ૧,૩૦૦ના જાન લીધા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved