Last Update : 12-April-2012, Thursday
 

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત સહિત અનેક વિસ્તારોમાં ધરા ધૂ્રજી

લોકો ગભરાટના માર્યા બહાર દોડી ગયા
રાજકોટ, સુરત, તા.૧૧
ગુજરાતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભુકંપના પાંચ આંચકા નોંધાયા હતા તેમાં ભાવનગરના શિહોર નજીક ૨.૬ની તીવ્રતા સાથેનો ભુકંપનો આંચકો વધુ તીવ્ર અનુભવાયો હતો. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં પણ આંચકા અનુભવાતા લોકોએ ગભરાટના માર્યા નાસભાગ કરી મુકી હતી.
હીરાની કાંટીઓ હાલકડોલક થઇ ગઇ
આજે ઈન્ડોનેશિયામાં ભુકંપમાં આંચકાઓએ જે ખળભળાટ મચાવ્યો છે. તેની તીવ્રતા ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાઈ છે. આ સેન્ટરના સુત્રોએ સૌરાષ્ટ્ર અને કચ્છના ભુકંપના આંચકાઓ અંગે જણાવ્યું હતું કે આજે સવારે ભચાઉ નજીક બે આંચકા અનુભવાયા હતા. જ્યારે સુરેન્દ્રનગર નજીક સવારે ૯.૫૯ કલાકે ૧.૬ની તીવ્રતા સાથેનો તથા કચ્છમાં વાયકા નજીક બપોરે ૩-૩૦ કલાકે ૧.૨ની તીવ્રતા સાથેનો આંચકો અનુભવાયો હતો. જ્યારે ભાવનગરના શિહોર નજીક આજે સાંજે ૬.૫૩ કલાકે ૨.૬ની તીવ્રતા સાથે ભુકંપનો આંચકો લોકોએ અનુભવતા ગ્રામજનોમાં ગભરાટનું વાતાવરણ ફેલાયુ હતું. ઘણાં લાંબા સમય બાદ ભાવનગર વિસ્તારમાં ભુકંપનો તીવ્ર આંચકો અનુભવાતા નવી ફોલ્ટ લાઈન સક્રીય થઈ છે કે કેમ? તે અંગે સ્થાનિક લોકોની પુછતાછ સિસ્મોલોજી સેન્ટર સુધી શરૃ થઈ હતી.
દરમિયાનમાં આજે સુરત શહેરમાં બપોરે ૨.૧૫ કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે આંચકા હળવા હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોને તેની અસર વર્તાઇ નહોતી પરંતુ હાઇરાઇઝ એપોર્ટમેન્ટોના રહીશોએ આંચકો અનુભવતા જ સીધી ઘરોની બહાર દોટ મુકી હતી. સુરતના વરાછા, મહિધરપુરા, સલાબતપુરા, અઠવાલાઇન્સ, ઘોડદોડ રોડ, વેસુ, પાલ અને અડાજણ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવતા જ એપાર્ટમેન્ટમાંથી ભાગવા માંડયુ હતું. ઘણા લોકોએ લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે છેક નવમાં માળેથી દાદર ઉતરીને ખૂલ્લી જગ્યામાં દોડી ગયા હતા.
જોકે, ઘણા લોકોએ આંચકો અનુભવ્યો નહોતો પરંતુ અન્ય લોકો બહાર દોડાત તેમની સાથે તેઓ પણ જોડાઇ ગયા હતા. ભૂકંપના આંચકાને પગલે અખબારી કાર્યાલયના ફોન પણ પુછપરછ માટે સતત રણકતા રહયાં હતાં. સુરતમાં વરાછાના હીરા બજારના વર્તુળોએ જણાવ્યું હતું કે, ભૂકંપનો આંચકો આવ્યો જ હતો અને તે સમયે હીરાની કાંટીઓ રીતસર ધુ્રજીને હાલક ડોલક થઇ ગઇ હતી.
બીજી તરફ વલસાડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શહેરના તિથલ રોડ, કોસંબા રોડ, કરીમનગર, મોગરાવાડી, મોટા પારસીવાડ, બંદરરોડ, મુસ્તાકનગર વગેરે વિસ્તારોના એપાર્ટમેન્ટના રહીશોએ આંચકો અનુભવતા ઘરોની બહાર દોડી ગયા હતા. આ ઉપરાંત નવસારીમાં સત્તાપીર હીરાબજારમાં આવેલા સાત માળાના હીરાપન્ના એપોર્ટમેન્ટમાં કામ કરી રહેલા રત્નકલાકારોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.
દરમિયાન સુરત ખાતેની ફ્લડ કંટ્રોલ કચેરી કે દક્ષિણ ગુજરાતની અન્ય કોઇ કચેરીમાં ભૂકંપના આંચકો અંગેની કોઇ વિગતો નોંધાઇ નથી એમ સત્તાવાર સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved