Last Update : 12-April-2012, Thursday
 
ધરમપુર:મહારાણીની જમીન રખેવાળે વેચી મારી

બોગસ પાવર આધારે ધર્મેશ ડાકેએ કરેલા કારસ્તાનની રાવ ઃ પાવર તૈયાર કરનાર વકીલ અને નોટરી સામે પણ કાર્યવાહીની માગ

- બોગસ પાવર આધારે કારસ્તાન કર્યું

 

 

- પાવર બનાવનાર વકીલ-નોટરી સામે કાર્યવાહીની માગ

 

વલસાડ, બુધવાર

 

ધરમપુરના મહારાણીએ તેમની ખારવેલ ગામ ખાતેની, 'ગ્રીનકોટેજ' નામવાળી ખેતીની જમીન મિલકતની દેખરેખ તથા સંભાળ રાખવા માટે રાખેલ વ્યક્તિએ બનાવટી પાવર ઓફ એટર્નીના ઉપયોગથી વેચી દીધી હોવાની જીલ્લા પોલીસ વડાને ફરીયાદ કરતાં સમગ્ર ધરમપુર પંથકમાં ભારે ચકચાર મચી છે. પાવર ઓફ એટર્નીમાં મહારાણીની તથા સાક્ષીઓની ખોટી સહી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે. તથા બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરનાર એડવોકેટ તથા નોટરી વિરૃધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

આધારભૂત માહિતી પ્રમાણે ધરમપુરના મહારાણી દિવ્યાદેવી પ્રેમસીંધ બર્મને, વલસાડના જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ વાઘેલાને તાજેતરમાં જ એક લેખીત ફરીયાદ આપી છે. આ ફરીયાદ પત્રમાં તેમણે જણાવ્યું છે કે તેમની ધરમપુર તથા કપરાડા તાલુકામાં ખેતીની તેમજ બીનખેતીની અને અન્ય સ્થાવર અને જંગમ મીલકતો આવેલી છે. આ મીલકતોની જાળવણી-દેખરેખ તથા સંભાળ રાખવા માટે ધર્મેશ મોહનલાલ ડાકે નામના વ્યક્તિને રાખ્યા હતાં. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ધર્મેશ ડાકેને માત્ર મીલકતોની સારસંભાળ અને દેખરેખ માટેની જ સત્તા આપવામાં આવેલ હતી અને આ મિલકતો વેચવા અંગેનો કોઇ જ પાવર આપવામાં આવ્યો નથી. તેમ છતાં તા.૨-૪-૨૦૦૯ના રોજ ધરમપુર ખાતે ધર્મેશ ડાકેએ એક પાવર ઓફર એટર્ની બનાવડાવ્યો હોવાનું આ ફરીયાદમાં જણાવ્યું છે. આ પાવરમાં એડવોકેટ તરીકે ધરમપુર ખાતે રહેતા મનોજ રામસીંહ દશોંદી હોવાનું તથા નોટરી પબ્લીક તરીકે ખારવેલ, ધરમપુરના સંજય સી. પટેલ હોવાનું જણાવી આ બંને વ્યક્તિને પણ મહારાણીએ આરોપી તરીકે ગણાવ્યાં છે.

 

મહારાણીએ ફરીયાદમાં બિલકુલ સ્પષ્ટ જણાવ્યું છે કે, નોટરી માટે રજીસ્ટરમાં રૃબરૃ હાજર રહીને સહી કરવી પડે છે. પરંતુ તેઓએ આવા કોઇ રજીસ્ટરમાં રૃબરૃ હાજર રહી સહી કરેલી નથી. આ ઉપરાંત જે પાવર ઓફ એટર્ની બનાવેલો છે. તેમાં કરેલી સહી પણ તેમની નથી. જે સહી કરવામાં આવેલી છે તે મુજબનીતો તેમની સહી છે જ નહીં.

 

વળી પાવર ઓફ એટર્નીમાં સાક્ષી તરીકે નીતીન પી. અગસ્કર તથા તનવીર સાલમનામના વ્યક્તિઓની સહી છે. આ બંને સાક્ષીઓએ પણ, ક્યાંય રૃબરૃ હાજર રહી સહી ન કરી ન હોવાનું તથા કથિત સહી તેમની ન હોવા બાબતે સોગંદનામુ પણ કરેલું છે.

 

આ ખોટા પાવર ઓફ એટર્નીનો ખરા તરીકે ઉપયોગ કરી મહારાણીની ખારવેલ ગામ ખાતે આવેલી ''ગ્રીનકોટેજ'' નામની, ખેતીની જમીન ધરમપુર રામવાડી ખાતે રહેતા, રાજેન્દ્રસિંહ નટવરસિંહ પરમારને વેચી દેવામાં આવી છે. આમ ધર્મેશ મોહનલાલ ડાકે તથા અન્ય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ધરમપુરના મહારાણીની જાણબહાર તેમની મિલકત વેચી દીધુ હોવાનું જણાવી આ મીલકત ખરીદનાર રાજેન્દ્ર પરમાર એડવોકેટ મનોજ દશોંદી અને નોટરી સંજય પટેલને આરોપી બનાવી એક ફરીયાદ આપી તપાસની માંગણી કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved