Last Update : 12-April-2012, Thursday
 

ગીરના જંગલ ઉપર ખાણ-ખનીજ માફિયાઓનો ડોળો
એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

સિંહની ડણકોથી ગાજતા જંગલમાં લિગ્નાઈટના ખોદકામ માટે થતા બ્લાસ્ટિંગઃ ગૌચરની જમીનોમાં માઈનીંગ

રાજકોટ, બુધવાર
સમગ્ર એશિયામાં સિંહોના એકમાત્ર મુકામ એવા ગીરના જંગલની પ્રવાસીઓને આકર્ષવા માટે ખૂબ પ્રસિધ્ધિ થઈ રહી છે પરંતુ કમનશીબ વાસ્તવિકતા એ છે કે અહીં વસતા જંગલના રાજાની પીડામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે, જેનો કોઈ ઈલાજ સ્વાર્થી રાજકારણીઓ કરવા માગતા નથી. સિંહો અને વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે બનેલી સેન્કચ્યુરીની આસપાસ અત્યારે ૨૭ કારખાના ધમધમી રહ્યા છે. જેનાથી સેંકડો વન્ય જીવોનું જીવનચક્ર ખોરવાઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છની જમીનમાં ધરબાયેલો ખનીજ તત્વોનો વિપુલ ભંડાર એક રીતે કુદરતની બક્ષિસ છે પરંતુ આ બક્ષિસ વન્ય જીવો માટે મોતનું કારણ બની રહી છે. સૌરાષ્ટ્રની જમીન હેઠળ ૧૧૫૦ કરોડ ટન લાઈમસ્ટોન પડેલો છે, રાજ્યનો ૭૦ ટકા હિસ્સો ગણાતો લિગ્નાઈટ અને લાઈમ સ્ટોન જેવા ખનજોના જથ્થા ઉપરાંત ગીરના વન્ય સીમા આસપાસ બોકસાઈટ ચોક અને ડોલોમાઈટ પણ વિપુલ પ્રમાણમાં છે.
સરકારી ચોપડે કહેવા માટે તો ભારે કડક નિયમો છે. આ ખનીજ સંપદા કરતા વન્ય જીવોને વધૂ મૂલ્યવાન ગણી જંગલ વિસ્તારમાં ખોદકામને મંજૂરી અપાતી નથી ઉપરાંત જ્યા વન્ય જીવો વિહરતા હોય તેવા માઈગ્રેશન બેલ્ટમાં પણ ઔદ્યોગિક મંજૂરી અપાતી નથી. આમ છતા છેલ્લા પાંચ વર્ષમાં ગીરના જંગલ આસપાસ ૨૭ ઉદ્યોગો ધમધમવા માંડયા છે. જેમાંથી મોટા ભાગના સિમેન્ટ અને ખનીજ સંબંધી ઉદ્યોગો છે. આ ઉદ્યોગો બહુ યુક્તિપૂર્વક ખેડૂતો પાસેથી જમીનો પડાવી લે છે અને પછી તેમાં ખોદકામ કરે છે. કોડીનાર આસપાસ પર્યાવરણને થતા નુકસાન અંગે એક આરટીઆઈ એક્ટીવીસ્ટે અવાજ ઉઠાવતા અમદાવાદમાં તેનું સરાજાહેર ખૂન કરી નાખવામાં આવ્યું હતું. ભૂમાફિયાઓના કહેર સામે વિતંત્ર ફીફા ખાંડે છે કારણ કે માફિયાઓ રાજકારણીઓ સાથે ગઠબંધન ધરાવે છે.
એક તરફ ગીરમાંથી માલધારીઓને હટાવાઈ રહ્યા છે ત્યારે ઉદ્યોગો વધુ વિસ્તરી રહ્યા છે. સિંહોના રહેણાંકો ઉપર ઔદ્યોગિક આક્રમણ વધતા સિંહો બિચ્ચારા પોતાના વિસ્તારોને છોડી લોકોના વસવાટ તરફ આવવા મજબૂર બની રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ગીરનાર અને મિતીયાળા આસપાસ સિંહોએ બનાવેલા નવા રહેણાંકો બતાવે છે કે તેના મૂળ પ્રદેશમાં ખલેલ વધી રહી છે, સિંહોને વધુ વિસ્તારની જરૃર છે ત્યારે રાજકારણીઓ તેના હયાત વિસ્તાર ઉપર પણ તરાપ મારી રહ્યા છે.
જંગલ આસપાસ આડેધડ થતા ખોદકામથી ભૂગર્ભ જળના સ્તર નીચા ઉતરી રહ્યા છે. સરેરાશ ૯૫૦ મિ.મી. વરસાદ છતા ગીરના જંગલમાં ઉનાળામાં પાણીની અછત સર્જાવા પાછળ ભૂમાફિયાઓ જવાબદાર છે.
ખોદકામ, ખનીજચોરી પછી હવે ત્રીજો ખતરો પ્રવાસનના નામે ઠેર-ઠેર બની રહેલા રિસોર્ટસ- હોટેલોથી સર્જાઈ રહ્યો છે. પ્રવાસનના નામે પ્રવાસીઓને જંગલ તરફ આકર્ષવામાં આવે એ ખોટુ નથી પરંતુ જંગલ આસપાસ માનવ વસ્તીની ખલેલ વધી જાય એ વન્ય જીવોના હિતમાં નથી. અત્યારે સાસણ આસપાસ ૩૦થી વધુ હોટેલો અને રિસોર્ટ ધમધમી રહ્યા છે.
ગીરનું જંગલ જાણે બોડી બામણીનું ખેતર હોય તેમ અહીં રોજ હજ્જારો વાહનો વન્ય જીવોને ખલેલ પહોંચાડતા રહે છે, ગેરકાયદે લાયન શો થતા રહે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved