Last Update : 12-April-2012, Thursday
 

કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ હાથ ધરી શકાય માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે

કરચોરો વિરુદ્ધ કામગીરી હાથ ધરવા માટેની યંત્રણાને વધુ મજબૂત કરાશે

વોડાફોન જેવા સોદાઓ પર ટેકસ વસૂલવા માટે સંબંધિત ધારામાં પાછલી તારીખથી અમલી બને તે રીતના સુધારાની દરખાસ્ત અને કાળા નાણાંને નાથવા માટેની બજેટમાં સૂચવાયેલી જોગવાઈઓએ હોબાળો મચાવ્યો છે ત્યારે કરચોરી કરનારા સામે કામ ચલાવવા માટે આવક વેરા ધારામાં ચૂપચાપ રીતે મહત્વનો સુધારો હાથ ધરાયો છે. આ સુધારાને કારણે તપાસકર્તા અધિકારી કરચોરીના કિસ્સામાં કામ ચલાવવા અંગેનો નિર્ણય ઝડપથી લઈ શકશે.
ફાઈનાન્સ બિલ ૨૦૧૨માં આ સૂચિત સુધારો આવકવેરા કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનાવશે એમ નાણાં મંત્રાલયના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું. કમિશનરની વ્યાખ્યામાં હવે ડિરેકટરનો પણ સમાવેશ થઈ જશે. ડિરેકટર ઓફ ઈન્વેસ્ટિગેશન અને ડિરેકટર ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશનને કામ ચલાવવા મંજૂરી આપવાની સત્તા મળશે. હાલની વ્યવસ્થા મુજબ તપાસ વિભાગના અધિકારીઓ તથા નવા રચાયેલા ડિરેકટર ઓફ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશને કરચોરી કરનારા સામે કામ ચલાવવા માટે કમિશનરની પરવાનગી લેવાની રહે છે. આ પ્રક્રિયામાં ઘણો સમય નીકળી જાય છે અને તેમાં અનેક ગુંચવાડા પણ છે.
કોઈ સંજોગોમાં જો સર્ચ ભાંગી પડે તો ડિરેકટરો એસેસમેન્ટ તથા કમિશનરની મંજૂરીની રાહ જોયા વગર કામ ચલાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી શકે છે એમ અધિકારીએ જણાવ્યું હતું. ફાઈનાન્સ બિલ ૨૦૧૨માંની જોગવાઈઓને સમજાવતા મેમોરેન્ડમ પ્રમાણે કમિશનરની પોસ્ટ તથા ડિરેકટર ઓફ ઈનકમ ટેકસની પોસ્ટ ઈન્ટર ચેન્જેબલ છે. માટે ઈનકમ ટેકસના ડિરેકટરને કમિશનરની વ્યાખ્યા હેઠળ આવરી લેવા કલમ ૨ની જોગવાઈઓમાં સુધારો કરવાની દરખાસ્ત છે. આ સુધારો ૧ એપ્રિલ ૧૯૮૮ની પાછલી તારીખથી લાગુ થશે અને ૧૯૮૮-૮૯ના એસેસમેન્ટ યરને લાગુ થશે.
આ સુધારો કરીને સરકાર કરચોરીના કિસ્સાઓની તપાસ ઝડપી બનાવીને તેને તર્કબદ્ધ સમાપન સુધી ઝડપથી લઈ જઈ શકશે. ફાઈનાન્સ બિલ ૨૦૧૨માં ખાસ કોર્ટની રચના મારફત ગુનાનો ખટલો ચલાવવા કરચોરો વિરુદ્ધ કામગીરી માટેની યંત્રણાને વધુ મજબૂત બનાવવાની દરખાસ્ત છે. જેથી ખટલા પાછળ બહુ સમય ન વેડફાય. કરચોરી બદલ સજાની હાલમાં જે જોગવાઈ છે તેમાં પણ ફેરબદલ કરવાની દરખાસ્ત છે. હાલની જોગવાઈ પ્રમાણે કોઈ વ્યક્તિ દ્વારા કર, પેનલ્ટી તથા વ્યાજની રકમની કરાયેલી ચોરીનો આંક જો રૃપિયા એક લાખથી વધુ હોય તો તેને છ માસથી ઓછી નહીં અને વધુમાં વધુ સાત વર્ષ સુધીની સખત કેદની સજા અને દંડ થઈ શકે છે. કરચોરીની રકમ રૃપિયા એક લાખથી વધુ ન હોય તેવી વ્યક્તિને ત્રણ માસથી ઓછી નહીં અને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીની સખત કેદ તથા દંડ થઈ શકે છે. જો કે હવે રૃપિયા એક લાખની મર્યાદા વધારીને રૃપિયા ૨.૫૦ લાખ કરવાની દરખાસ્ત છે. આવક વેરા ધારામાં આ નવા સુધારા ચાલુ વર્ષના જુલાઈ મહિનાથી લાગુ થશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved