Last Update : 12-April-2012, Thursday
 

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા

આૃર્થતંત્રને વેગીલું બનાવવા રેપો રેટ ઘટાડવા આૃર્થશાસ્ત્રીઓનો કેન્દ્રીય બેન્કને આગ્રહ

નિકાસ ક્ષેત્રની કથળતી જતી સ્થિતિ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા માટે ચિંતાનું કારણ બન્યું છે. વિદેશી અનામત હુંડિયામણમાં થઈ રહેલા ઘટાડાને કારણે કરન્ટ એકાઉન્ટ ખાધ પૂરવાનું આરબીઆઈ માટે મુશકેલ બનતું જાય છે. ખાધને પૂરી કરવા આવકના સ્થિર સાધન નહીં હોવાથી આરબીઆઈ નિકાસમાં વૃદ્ધિ થાય તેમ ઈચ્છે છે, આમ નહીં તો મૂડીના પ્રવાહ પર અસર પડશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સાથેની નાણાં નીતિ પૂર્વેની કસ્ટમરી બેઠકમાં હાજરી આપ્યા બાદ કેટલાક અર્થશાસ્ત્રીઓએ મત વ્યક્ત કર્યો હતો.
અર્થતંત્રને વેગીલું બનાવવું હશે તો મુખ્ય વ્યાજ દરમાં કપાત કરવી પડશે એમ મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે. પરંતું કોમોડિટીના ખાસ કરીને ક્રુડ તેલના ભાવ ઊંચા હોવાથી ઊંચા ફુગાવા અને ફુગાવાજન્ય સ્થિતિની ધારણાં મુખ્ય પડકારો છે. ૧૭મી એપ્રિલે જાહેરી થનારી નાણાંનીતિમાં રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવવાની પણ મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ શકયતા વ્યકત કરી છે. આ અગાઉ આરબીઆઈના અધિકારી ઔદ્યોગિક સંગઠનો અને બેન્કોના પ્રતિનિધિને મળ્યા હતા. અર્થતંત્રમાં વેગ લાવવા માટે રેપો રેટમાં ઘટાડો કરવા માગ થઈ રહી છે. દેશનો આર્થિક વિકાસ દર ૨૦૧૧-૧૨માં ઘટીને ૬.૯૦ ટકા પર આવી ગયો છે જે અગાઉના વર્ષે ૮.૪૦ ટકા હતો. ૨૦૧૨-૧૩માં આર્થિક વિકાસ દર ૭.૬૦ ટકા રહેવાનો અંદાજ મુકાયો છે. ફુગાવાને ડામવા આરબીઆઈએ માર્ચ ૨૦૧૦થી ઓકટોબર ૨૦૧૧ની વચ્ચે રેપો રેટમાં ૧૩ વખત વધારો કર્યો હતો અને ત્યારબાદની નાણાંનીતિઓમાં તેને યથાવત રાખી મૂકયો હતો. ૨૦૧૧ના ઓકટોબરથી ડિસેમ્બરના ગાળા દરમિયાન દેશની કરન્ટ એકાઉન્ટ ખાધ આગલા વર્ષની ૧૦.૧૦ અબજ ડોલરથી બમણી થઈને ૧૯.૬૦ અબજ ડોલર રહી હતી. માલસામાન અને સેવાની નિકાસ મંદ પડતા અને આયાતમાં ઝડપી વધારો થતાં ખાધમાં નોંધપાત્ર વધારો જોવાયો છે. રૃપિયાના મૂલ્યમાં થઈ રહેલા ઘટાડાને અટકાવવા આરબીઆઈએ સપ્ટેમ્બરથી ફેબુ્રઆરી દરમિયાન સ્પોટ માર્કેટમાં ૨૦.૧૦ અબજ ડોલરનું નેટ વેચાણ કર્યું હતું. ૨૦૧૧માં ડોલર સામે રૃપિયાના મૂલ્યમાં ૧૫.૮૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓકટોબરથી ડિસેમ્બર૨૦૧૧ દરમિયાન વેપાર ખાધ ૪૭.૭૦ અબજ ડોલર રહી હતી જે એક વર્ષ અગાઉ ૩૧.૪૦ અબજ ડોલર હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved