Last Update : 12-April-2012, Thursday
 

નવું પ્લેટફોર્મ ચાલુ કર્યાને મહિનો પૂરો થવા આવ્યો
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ

અત્યારે એક જ કંપની લિસ્ટેડ છે તેથી રોકાણના વિકલ્પોની પસંદગી મળતી નથી અને આ સેગમેન્ટ અંગે રોકાણકારોમાં જાગૃતિ આણવાનું કામ મુશ્કેલ છે

અમદાવાદ, બુધવાર
મુંબઈ સ્ટોક એક્સચેન્જે (બીએસઈ) સ્મોલ એન્ડ મિડિયમ સાઈઝ એન્ટરપ્રાઈધઝિસ (એસએમઈ) માટે નવી પહેલ જરૃર કરી છે પરંતુ, તેના અત્યાર સુધીના કામકાજોની વિગતોને જોવામાં આવે તો તેને બહુ નબળો પ્રતિભાવ મળ્યો હોવાનું ફલિત થાય છે. એસએમઈને શરૃ કર્યાને લગભગ એક મહિનો થઈ ગયો છે તેમ છતાં આ પ્લેટફોર્મ ખાતે દરરોજ ગણ્યા ગાંઠયા સોદા જ પડે છે. વળી, આ સેગમેન્ટમાં નવી કોઈ કંપનીએ લિસ્ટિંગ પણ કરાવ્યુ નથી.
અત્યારે બીએસઈના આ એસએમઈ પ્લેટફોર્મમાં માત્ર એક જ બીસીબી ફાઈનાન્સ કંપની જ લિસ્ટેડ થયેલી છે. પ્રથમ ૧૬ દિવસના કામકાજોમાં ફકત ચાર વખત આ જાતમાં દિવસના ૧૦થી વધારે સોદા પડયા હોવાનું નોંધાયુ છે.
૧૩મી માર્ચે જ્યારે કંપનીએ બીએસઈના આ પ્લેટફોર્મ ઉપર લિસ્ટિંગ કરાવ્યું ત્યારે તેમાં ૫૨ સોદા પડયા હતાં અને તેમાં તે દિવસે કુલ રૃા. ૭૧.૧૬ લાખનું ટર્ન ઓવર થયુ હતું. લિસ્ટિંગના બીજા દિવસે માત્ર બે સોદા થયા હતાં. આ શેરમાં સરેરાશ ૧૧થી પણ ઓછા સોદા પડે છે.
અમુક દિવસે રૃા. બેએક લાખના ટર્નઓવર સાથે ગણતરીના કામકાજો આ કાઉન્ટરમાં થાય છે. શેરનો ભાવ પણ રૃા. ૨૫ની આસપાસ રહે છે.
બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર એસએમઈ સેગમેન્ટમાં ફકત એક જ કંપની નોંધાયેલી છે અને તેના વિષે રોકાણકારોમાં જાગૃતિ આણવાનું તેમ જ કામકાજોને વધારવાનું કામ અત્યંત કઠિન છે.
તેમને લાગે છે કે એકવાર બીજા એક્સચેન્જ તેમના એસએમઈ પ્લેટફોર્મને ચાલુ કરશે અને ત્યાં ૧૦-૧૫ જેટલી કંપનીની જામીનગીરીમાંથી પસંદગી કરવાનો વિકલ્પ રોકાણકારનો મળશે તે પછીથી કામકાજો વધી શકે છે.
તેમણે કહ્યુ હતું કે પ્રાઈવેટ ઈક્વિટી પ્લેયર્સ અથવા તો હાઈ નેટવર્થ ઈન્વેસ્ટર (એચએનઆઈ) માટે પસંદગીના વિકલ્પોનો પ્રશ્ન છે. તેમની પાસે હાલ તો કોઈ વધારે વિકલ્પ નથી.
આ સેગમેન્ટમાં પ્રવાહિતા બનાવવાની જવાબદારી માર્કેટ મેકરને સોંપાયેલી છે. એસએમઈના નિયમમાં તેમને આવી કામગીરી માટે નિયુક્ત કરવાની શરત પણ છે. કદાચ માર્કેટ મેકરને કારણે જ દિવસમાં પરચૂરણ સોદા પડતા હશે.
આ બાબતે બીસીબી ફાઈનાન્સના માર્કેટ મેકર આઈકેબ સિક્યોરિટિઝે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. એસએમઈ પ્લેટફોર્મમાં લિસ્ટેડ કંપની માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી માર્કેટ મેકરે કામકાજો કરતાં રહેવાનો નિયમ મૂડીબજારની નિયંત્રક સંસ્થા ધી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બનાવ્યો છે.
આ ત્રણ વર્ષ સુધી માર્કેટ મેકરે કંપનીના શેરનો ભઆવ ટકાવવા માટે શેરધારકો પાસેથી શેર લેવા તેમ જ નવાને શેર આપવાની કામગીરી કરવી પડે છે.
૧૩મી માર્ચે બીસીબી ફાઈનાન્સના લિસ્ટિંગની સાથે બીએસઈનું એસએમઈ પ્લેટફોર્મ ચાલુ થયુ હતું. બરોબર એ જ દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) તેના ઈમર્જ નામના નાની કંપનીઓ માટેના અલગ પ્લેટફોર્મને ચાલુ કર્યું હતું. આ સેગમેન્ટ માટે તેણે વેબસાઈટ પણ રજૂ કરી હતી.
એનએસઈના આવા એસએમઈ પ્લેટફોર્મ ખાતે લિસ્ટિંગ મેળવવા ચેન્નાઈ સ્થિત લાઈટ એન્જિનિયરિંગ અને સોલ્યુશન પ્રોવાઈડર કંપની થીજો એન્જિનિયરિંગે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટને સુપરત કર્યુ હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved