Last Update : 12-April-2012, Thursday
 

યુ.એસ.માં બેંકોના નફાના ઘટાડા સામે યુરોપના પોઝિટીવ સમાચારો છતાં
FII સતત વેચવાલ ઃ ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૭૦૭૬ થઇ અંતે ૪૪ ઘટયો

ઇન્ડોનેશીયામાં ભૂકંપે છેલ્લા કલાકમાં સેન્સેક્ષનો ૭૫ પોઇન્ટનો સુધારો ધોવાયો ઃ એફઆઇઆઇની વધુ રૃા. ૪૪૬ કરોડની વેચવાલી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
અમેરિકી બેંકોએ નફામાં ઘટાડો નોંધાવતા ગઇકાલે અમેરિકી શેરબજારોમાં ડાઉ જોન્સ ઇન્ડેક્ષમાં ૨૧૪ પોઇન્ટ અને નાસ્દાક ઇન્ડેક્ષમાં ૫૬ પોઇન્ટના ગાબડાં બાદ આજે એશીયાના બજારોમાં ટ્રેડીંગનો આરંભ અપેક્ષીત તીવ્ર ઘટાડાએ થયો હતો. મુંબઇ શેરબજારોમાં પણ કંપનીઓને સરકારી આફ્ટરશોક ચાલુ રહી ઓઇલ-ગેસ શેરોમાં ઇન્દ્રપ્રસ્થ ગેસ પાછળ ગેસ શેરોમાં ધોવાણ ચાલુ રહ્યા સાથે આજે અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરો તેમજ સિમેન્ટ શેરોમાં એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઓફલોડીંગ કરીને ગાબડાં પાડતા સેન્સેક્ષ આગલા બંધ ૧૭૨૪૩.૮૪ સામે ૧૧૭.૮૮ પોઇન્ટ ગેપમાં નીચે ૧૭૧૨૫.૯૬ મથાળે ખુલીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઇટ, ભેલ, ભારતી એરટેલ, ટીસીએસ, ટાટા પાવર, હિન્દાલ્કો, બજાજ ઓટો, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલીએ એક સમયે ૧૬૭.૯૫ પોઇન્ટના ઘટાડે નીચામાં ૧૭૦૭૫.૮૯ સુધી આવી ગયો હતો. જે બપોરે યુરોપના બજારો મેટલ જાયન્ટ અલ્કોઆ ઇન્ક. દ્વારા અનપેક્ષીત નફો નોંધાવતા પરિણામ જાહેર કરાતા અને સ્પેન, ઇટાલીને ૫૦ અબજ ડોલરના ઋણ વેચાણમાં સફળતાએ બોન્ડસમાં ઉછાળા સાથે ઇસીબીએ સ્પેનીસ દેવું ખરીદવાની શક્યતા બતાવતા સેન્સેક્ષ પણ બેંકિંગ હેવીવેઇટ સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંકમાં ફંડોની લેવાલીના ટેકા સાથે સન ફાર્મા, એનટીપીસી, ઇન્ફોસીસ, હિન્દુસ્તાન યુનીલીવર, વિપ્રોમાં મજબૂતીએ ઘટાડો પચાવીને સેન્સેક્ષ બે વાગ્યા બાદ ૭૫.૩૧ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૭૩૧૯.૧૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ ઇન્ડોનેશીયામાં ૮.૬ની તીવ્રતાને ભૂકંપ આવતા એશીયામાં ટીસુનામી એલર્ટને પગલે એશીયાના બજારોમાં ફરી વળેલી ગભરાટરૃપી વેચવાલીમાં સેન્સેક્ષનો સુધારો પણ ધોવાઇ જઇ ૧૦૦થી ૧૧૦ પોઇન્ટ ઘટી આવ્યા બાદ અંતે ૪૪.૪૪ પોઇન્ટના ઘટાડે ૧૭૧૯૯.૪૦ બંધ રહ્યો હતો.
એડીએજી, સિમેન્ટ શેરોમાં ગાબડાંથી નિફટીએ ઇન્ટ્રા-ડે ૫૨૦૦ની સપાટી ગુમાવી ૫૧૯૦ બોલાયો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૨૪૩.૬૦ સામે ૫૨૦૯.૪૫ ખુલીને અનિલ અંબાણી એડીએજી ગુ્રપ કંપનીઓના શેરો રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રા., રિલાયન્સ પાવર, રિલાયન્સ કોમ્યુનિકેશન્સમાં ગાબડાં પડતા અને સિમેન્ટ શેરો એસીસી, અંબુજા સિમેન્ટસ, જેપી એસોસીયેટસ, ગ્રાસીમ સહિતમાં ધોવાણ પાછળ નિફ્ટી ઇન્ટ્રા-ડે ૫૨૦૦ની સપાટી ગુમાવીને એક સમયે ૫૨.૮૦ પોઇન્ટ તૂટીને નીચામાં ૫૧૯૦.૮૦ સુધી ખાબકી જઇ બપોરે યુરોપના બજારોની મજબૂતી પાછળ રીકવરીએ સ્ટેટ બેંક, કોટક મહિન્દ્રા, એક્સીસ બેંક, રેનબેક્સી, સનફાર્મા, ઇન્ફોસીસમાં આકર્ષણે નિફઅટી ઘટાડો પચાવીને ૫૨૬૩.૬૫ની ઉંચાઇએ પહોંચ્યો હતો. જે ઇન્ડોનેશીયામાં ભૂકંપ બાદ એશીયાના અન્ય બજારોની નરમાઇ સાથે સુધોરો ધોવાઇ નીચામાં ૫૨૦૮ જેટલો થઇ અંતે ૧૬.૭૫ પોઇન્ટ ઘટીને ૫૨૨૬.૮૫ બંધ રહ્યો હતો.
નિફ્ટી ૫૨૦૦નો પુટ ૬૫.૫૫થી ઉછળી ૯૧.૩૦ થઇ ૬૫.૪૦ ઃ એપ્રિલ ફ્યુચર ૫૨૦૩ થઇ ઉછળી ૫૨૯૨ જઇ ૫૨૬૭
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી એપ્રિલ ફ્યુચર ૩,૭૫,૭૩૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૮૫૧.૩૪ કરોડના ટર્નઓવરે ૫૨૬૬.૧૫ સામે ૫૨૨૪ ખુલી નીચામાં ૫૨૦૩.૧૫ થઇ પાછો ફરી ઉપરમાં ૫૨૯૨.૨૫ સુધી જઇ અંતે ૫૨૬૭ હતો. નિફ્ટી ૫૨૦૦નો પુટ ૫,૦૨,૭૩૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૨૫૬.૯૨ કરોડના ટર્નઓવરે ૬૫.૫૫ સામે ૮૦.૩૫ ખુલી ઉપરમાં ૯૧.૩૦ થઇ નીચામાં ૫૨.૭૫ સુધી જઇ છેલ્લે ૬૫.૪૦ હતો. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૪,૭૫,૦૫૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૨૭૪૦.૬૬ કરોડના ટર્નઓવરે ૭૪.૬૦ સામે ૬૦ ખુલી નીચામાં ૫૦.૫૦ થઇ ઉપરમાં ૮૨.૮૫ સુધી જઇ અંતે ૭૩.૫૦ હતો.
નિફ્ટીમાં દિગ્ગજોએ શોર્ટ પોઝિશન ઘટાડી? ૫૪૦૦નો કોલ ૩૬.૯૫થી ૨૨.૯૦ થઇ ૪૦.૬૫ બોલાયો
નિફ્ટી ૫૪૦૦નો કોલ ૩૬.૯૫ સામે ૨૭ ખુલી નીચામાં ૨૨.૯૦ થઇ ઉપરમાં ૪૦.૬૫ જઇ અંતે ૩૫.૫૦ હતો. નિફ્ટી ૫૧૦૦નો પુટ ૨,૯૨,૨૮૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૫૧૫.૪૯ કરોડના ટર્નઓવરે ૩૭.૫૦ સામે ૪૪ ખુલી ઉપરમાં ૫૩.૫૦ સુધી જઇ અંતે ૩૮.૩૦ હતો. નિફઅટી બેઝડ આજે ઘટાડે હાથી અને બિગબુલે શોર્ટ પોઝિશન ઘટાડયાની ચર્ચા હતી.
એડીએજી ગુ્રપ શેરોમાં ગાબડાં ઃ રિલાયન્સ કેપિટલ રૃા. ૨૧, ઇન્ફ્રા. રૃા. ૨૩, પાવર રૃા. ૨ ઘબડયા
અનિલ અંબાણી એડીએજી ગુ્રપ કંપનીઓના શેરોમાં ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તેજી જોવાયા બાદ ફંડોની સતત નફારૃપી વેચવાલી સાથે ઓફલોડીંગે આજે રિલાયન્સ કેપિટલ રૃા. ૨૦.૯૦ તૂટીને રૃા. ૩૬૦.૫૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૨૨.૮૫ તૂટીને રૃા. ૫૫૧.૨૦, રિલાયન્સ પાવર રૃા. ૧.૬૦ ઘટીને રૃા. ૭૦.૯૦, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૮૩.૮૦ રહ્યા હતા. રિલાયન્સ પાવરનો રોસા પાવર પ્રોજેક્ટ પૂર્ણ કાર્યરત થયા છતાં શેરમાં ફંડોનું ઓફલોડીંગ વધ્યું હતું.
આજે ફેબુ્રઆરીના આઇઆઇપી આંક પર નજર ઃ ૬.૫ ટકા વૃદ્ધિ અપેક્ષીત છતાં શેરોમાં સાવચેતી
ફેબુ્રઆરી ૨૦૧૨ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના (આઇઆઇપી) આંકડા આજે ૧૨, એપ્રિલના ગુરુવારે જાહેર થનારા છે, જે ૬.૫ ટકા વૃદ્ધિના અપેક્ષીત છે. જાન્યુઆરી ૨૦૧૨માં ૬.૮ ટકા વૃદ્ધિ નોંધાઇ હતી. જ્યારે માર્ચ ૨૦૧૨ મહિનાના હોલસેલ ભાવાંક- મોંઘવારીનો આંક ૧૩, એપ્રિલ શુક્રવારે જાહેર થનાર છે, જે પણ ૬.૭ ટકા અપેક્ષીત છે. ફેબુ્રઆરી ૨૦૧૨માં આ આંક ૬.૯૫ ટકા પ્રોવિઝનલ નોંધાયો હતો.
વન બાય વન ઃ ગેસ બાદ સિમેન્ટ શેરોમાં ગાબડાં ઃ સેન્ચુરી, એસીસી, અંબુજા તૂટયા
ફરી રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી મંદી- રીયાલ્ટી ડેવલપરો- બિલ્ડરો નાણા કટોકટીમાં ફસાઇ રહ્યાના અહેવાલો અને કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પ્રવૃત્તિ મંદ પડી હોઇ સિમેન્ટની માગમાં ધરખમ ઘટાડાના અંદાજોએ સિમેન્ટ શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. એસીસી રૃા. ૬૪.૧૫ તૂટીને રૃા. ૧૨૬૩.૬૫, અંબુજા સિમેન્ટ રૃા. ૬.૨૦ ઘટીને રૃા. ૧૬૦.૨૦, શ્રી સિમેન્ટ રૃા. ૮૬.૫૫ ઘટીને રૃા. ૨૮૬૮, સેન્ચુરી ટેક્સટાઇલ રૃા. ૨૨.૭૦ તૂટીને રૃા. ૩૪૫.૩૫, ગ્રાસીમ રૃા. ૧૮.૧૦ ઘટીને રૃા. ૨૫૭૯ ઇન્ડિયા સિમેન્ટ રૃા. ૮.૧૦ તૂટીને રૃા. ૯૬.૧૫ રહ્યા હતાં.
રિઝર્વ બેંકની ધિરાણ નીતિ પર નજરે બેંક શેરોમાં ઘટાડે ટેકો ઃ કોટક મહિન્દ્રા, અલ્હાબાદ બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ધિરાણ નીતિની ૧૭, એપ્રિલના સમીક્ષામાં પ્રમુખ બધા દરોમાં ઘટાડાની અપેક્ષાએ ઘટાડે આકર્ષણ હતું. કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૪.૯૫ વધીને રૃા. ૫૬૦, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૯.૩૦ વધીને રૃા. ૨૧૬૦.૩૦, અલ્હાબાદ બેંક રૃા. ૨.૬૫ વધીને રૃા. ૧૮૯.૬૦, આંધ્ર બેંક રૃા. ૧૨૨.૨૫ રહ્યા હતાં.
ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સુપ્રિમના સેબીને આદેશ રૃા. ૪૦ ઉછળ્યો ઃ ઇન્ફોસીસ રૃા. ૨૬ ઉછળ્યો
આઇટી- સોફ્ટવેર કંપનીઓના શેરોમાં પણ ઇન્ફોસીસ ટેક્નોલોજીસના શુક્રવારે ૧૩, એપ્રિલના જાહેર થનારા પરિણામ પૂર્વે આજે ઘટાડે આકર્ષણે રૃા. ૨૫.૫૫ વધીને રૃા. ૨૮૦૨.૩૫, ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ એમસીએક્સ સ્ટોક એક્ષચેન્જના કેસમાં મૂડીબજાર નિયામક તંત્ર સેબીની સુપ્રિમમાં અપીલ સામે સુપ્રિમ કોર્ટે ત્રણ મહિનામાં જવાબ આપવા સેબીને જણાવતા પરોક્ષ રીતે ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસની તરફેણમાં આવતા શેર રૃા. ૪૦.૬૫ ઉછળીને રૃા. ૭૪૭.૧૦ રહ્યો હતો.
ઇન્દ્રપ્રસ્થ ગેસના આફ્ટર શોકમાં ગુજરાત ગેસ બે દિવસમાં રૃા. ૮૫ તૂટયો ઃ પેટ્રોનેટ પણ ઘટયો
ઇન્દ્રપ્રસ્થ ગેસની વિરુદ્ધ પેટ્રોલીયમ બોર્ડના આદેશે રૃા. ૧૦૦૦ કરોડના કંપનીને ફટકા પાછળ ગઇકાલે ઇન્દ્રપ્રસ્થ ગેસમાં મોટું ધોવાણ આજે અટક્યું હતું, પરંતુ અન્ય ગેસ શેરોમાં વેચવાલી વધી હતી. ગુજરાત ગેસ રૃા. ૨૫.૧૦ તૂટીને રૃા. ૩૧૬.૮૫, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ રૃા. ૧.૪૦ ઘટીને રૃા. ૬૯.૫૦, પેટ્રોનેટ એલએનજી રૃા. ૨.૯૫ ઘટીને રૃા. ૧૫૭, ગેઇલ રૃા. ૨ ઘટીને રૃા. ૩૫૪.૫૫ રહ્યા હતા. ઇન્દ્રપ્રસ્થ ગેસ નીચામાં રૃા. ૨૨૫ થઇ ઉપરમાં રૃા. ૨૪૧ જઇ છેલ્લે ૬૫ પૈસા વધીને રૃા. ૨૩૦.૪૫ રહ્યો હતો.
માર્કેટબ્રેડથ નેગેટીવ ઃ ૧૫૩૯ શેરો ઘટયા છતાં ૨૧૬ શેરોમાં ઓનલી બાયર
સ્મોલ-મિડ કેપ શેરોમાં પણ વેચવાલીના સતત દબાણે માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૯૨ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૫૩૯ અને વધનારની ૧૨૩૨ હતી, આમ છતાં ૨૧૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી. જ્યારે ૧૬૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઇઆઇની વધુ રૃા. ૪૪૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - બુધવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃા. ૪૪૫.૭૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૧૮૯૦.૩૫ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૩૩૬.૧૨ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૃા. ૮૨.૨૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્સરમાંથી સાજો થયેલો યુવરાજ બે મહિના બાદ પુનરાગમન કરશે
પ્રથમ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયાને વિન્ડિઝે જીતવા ૧૯૨ રનનો પડકાર આપ્યો
આજે ફરી વખત પૂણે અને પંજાબ વચ્ચે મુકાબલો થશે
પુણે સામે મળેલી હારનો બદલો લેવા આતુર છીએ

પંજાબના વળતા હુમલા માટે વોરિયર્સે તૈયાર રહેવું પડશે

નિકાસનું ધૂંધળું ચિત્ર આરબીઆઈની મુખ્ય ચિંતા
કરચોરી કરનારા વિરુદ્ધ ઝડપથી કામ માટે કમિશનરની વ્યાખ્યા વિસ્તૃત બનશે
જહાજ ગામમાં ચિકન ગુનિયાના ૮૫ કેસ
બોટાદ રેલવે સ્ટેશને ૭ દિવસથી આમરણ અનશન પર રેલ કર્મચારી

એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામને ૨૭ ફેકટરીઓનો ભરડો

એવું ગામ કે જયાં કયારેય નથી થઇ ચૂંટણી કે નથી આવી પોલીસ!
ધરમપુરની મહારાણીની જમીન તેના રખેવાળે જ વેચી મારી !
ગેસ બાદ સિમેન્ટ, એડીએજી, શેરોમાં ગાબડાં
બીએસઈના એસએમઈ સેગમેન્ટને મળેલો નબળો પ્રતિસાદ
સોનામાં તેજીની આગેકૂચ ઃ બિસ્કિટના ભાવો રૃ.૪૦૦૦ વધ્યા
 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved