Last Update : 12-April-2012, Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૨-૪-૨૦૧૨ ગુરૂવાર
ચૈત્ર વદ સાતમ
નાથદ્વારા- વિઠ્ઠલનાથજીનો ઉત્સવ
ભૂજ- રાધાકૃષ્ણ દેવનો પાટોત્સવ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૨ મિ. (સૂ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મુળ સવારના ૧૧ ક. ૧૨ મિ. સુધી પછી પૂર્વાષાઢા. આજે સવારના ૧૧ ક. ૧૨ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મૂળ શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- મીન, મંગળ- સંિહ (વ.) બુધ- મીન, ગુરૂ- મેષ, શુક્ર- વૃષભ, શનિ- તુલા (વ), રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ૨૫૩૮, ઉત્તરાયણ વસંત ૠતુ રા.દિ. ચૈ. ૨૩ માસ ચૈત્ર વદ તિથિ સાતમ ને ગુરૂવાર વિષ્ટી સાંજના ૫ ક. ૨૮ મિ. સુધી. નાથદ્વારા, વિઠ્ઠલનાથજીનો ઉત્સવ, ભૂજ મંદિરમાં રાધાકૃષ્ણ દેવનો પાટોત્સવ, વડતાલમાં રણછોડરાયજીનો પાટોત્સવ.
મુસલમાની હિજરી સન ૧૪૩૩ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૨૮મો રોજ જમીઆદ
- ભાવનગરની ઉમરીગર દરેમહેરની ૧૧૮મી સાલગ્રેહ
- સૂરતના મંચેરજી શેઠનાના દખખાને ૨૪૧ વર્ષ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા રહે તેવું કામ થાય. તમારા કામની કદર થાય, જૂના સંબંધો- સંસ્મરણો તાજા થાય.

 

વૃષભ ઃ નોકરી- ધંધામાં મુશ્કેલીના એંધાણ શરુ થઈ રહેલા જણાય. વડીલ વર્ગની ચંિતા રહે. તમે એકલતા અનુભવતા હોવ તેમ લાગે.

 

મિથુન ઃ આપને આત્મસ્ફૂરણાથી કામની સફળતાનો સંકેત મળી રહે. નોકરી- ધંધાના કામમાં પત્ની- સંતાનના કામમાં ચંિતા ઉકેલાય.

 

કર્ક ઃ નોકરી- ધંધાના કે અન્ય કામના જાતજાતના વિચારો તમને બેચેની રખાવે પરંતુ કામના ઉકેલનો પ્રયત્ન પ્રગતિવાળો રહે.

 

સંિહ ઃ દિવસની દોડધામ સાર્થકતાવાળી રહે, નોકરી- ધંધાનું કામ થાય, નવો ધંધો- આવક મેળવવામાં અન્યનો સહકાર મળી રહે.

 

કન્યા ઃ શરીરથી- મનથી આપને શાંતિ- રાહત જણાય નહીં અનિદ્રા- વિચારોમાં તકલીફમાં અટવાયેલા રહો, ખર્ચ વધે ચંિતા વધે.

 

તુલા ઃ નોકરી- ધંધાના કામમાં જવાબદારીમાં વધારો થાય પરંતુ આવક થાય, સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, જૂના સંબંધો તાજા થાય.

 

વૃશ્ચિક ઃ કાર્યસફળતાથી આનંદમાં રહો, રાજકીય સરકારી કામમાં નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં, આવકમાં વધારો થાય.

 

ધન ઃ વઘુ પડતા વિચારો- ચંિતામાં ઉતાવળિયો કોઈ નિર્ણય કર્યા વગર ધીરજ- શાંતિ, રાખવી લાંબા અંતરના યાત્રા- પ્રવાસમાં સંભાળવું.

 

મકર ઃ માતૃપક્ષના, સાસરી પક્ષના વ્યવહારમાં, સંબંધમાં આગામી સમય ચંિતા રખાવે, ભાઈભાંડુના કારણે ચંિતા- ખર્ચ વિવાદ બીમારી જણાય.

 

કુંભ ઃ આપના વિલંબમાં પડેલા કામમાં વેગ આવતો જાય અને યશ- સફળતા પ્રાપ્ત કરી શકો. ધંધો- આવક થાય, નોકરીમાં સાનુકૂળતા રહે.

 

મીન ઃ આપના નોકરી- ધંધાના કામમાં, અંગત કામમાં રૂકાવટ, ચંિતા હળવી થાય, આકસ્મિક ધંધો થાય, સીઝનલ ધંધો થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૨-૦૪-૨૦૧૨, ગુરૂવાર

 

આજથી શરુ થતા જન્મવર્ષમાં આરોહ- અવરોહની પરિસ્થિતિ રહે. વર્ષના મઘ્યભાગ સુધી સંઘર્ષ, ચંિતા- વિવાદના કારણે તમારા હૃદય-મનને શાંતિ જણાય નહીં. વર્ષના મઘ્યભાગ પછી કંઈક હળવાશની અનુભૂતિ થવા લાગે વિશેષમાં. - વર્ષારંભે આરોગ્યની શિથિલતા, ખર્ચ નાણાંભીડના કારણે તમારા નોકરી- ધંધાના કાર્યક્ષેત્રમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો. - નોકરી- ધંધાના પ્રમાણમાં મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. બઢતી, પ્રગતિ, આવકમાં રૂકાવટ રહે. - કૌટુંબિક કામકાજમાં પિતૃપક્ષ, મોસાળ પક્ષ, સાસરી પક્ષના પ્રશ્નમાં વર્ષ નબળું રહે, ચંિતા, ખર્ચ, દોડધામ વિવાદ ચાલ્યા કરે. - વિદ્યાર્થી વર્ગને મિત્રવર્ગની સોબતમાં ખોટા ખર્ચા વધે, સમયનો વ્યય થાય, ભણવાનું બગડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ ઓફિસેથી સ્કુટર ઢસડીને લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં રાજુ મળ્યો એટલે રાજુએ પૂછ્‌યું, ‘‘કેમ ઢસડીને સ્કુટર લઈ જાય છે ? પેટ્રોલ ખલાસ થઈ ગયું છે ?’’
‘‘ના રે,’’ લલ્લુ બોલ્યો, ‘‘પેટ્રોલ તો અંદર ફુલ છે અને બાકી બધી રીતે સ્કુટર ટનાટન છે...’’
‘‘તો પછી, ઢસડીને કેમ લઈ જઈ રહ્યો છે ?’’ રાજાુએ પૂછ્‌યું.
‘‘એનીચાવી ઘરે ભૂલી ગયો છું એટલે ઢસડીને લઈ જઉં છું...’’ લલ્લુ બોલ્યો.
‘‘તો પછી,’’ રાજુએ પૂછ્‌યું, ‘‘સવારે ઓફિસે કઈ રીતે ગયેલો ?’’
‘‘બસ, આ જ રીતે,’’ લલ્લુ બોલ્યો, ‘‘સ્કુટર ઢસડતો ઢસડતો લઈ ગએલો.’’

[Top]
 

આજ ની રેસીપી

 

આદું તથા લીલાં મરચાનું અથાણું


સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મરચા, ૫૦ ગ્રામ આદું, ૧ લીંબુનો રસ, ૨ ચમચા મીઠું.
રીતઃ મરચાંને કપડાથી લૂછી નાખો. આદુંની છાલ ઉતારીને તેને પાતળું તથા લાંબુ સમારી લો. એક નાની બોટલમાં મીઠું તથા લીંબુ નાખીને રાખી દો. મરચાંને નાના નાના ટુકડામાં સમારી લો. પછી તેમાં સામગ્રી મિક્સ કરીને બોટલમાં ભરી દો. આ અથાણું તમે બીજા દિવસથી જ ખાઈ શકો છો. તે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. આ અથાણું દાળભાત સાથે ખૂબ સરસ લાગે છે.

આખાં લાલ મરચાંનું અથાણું


સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મોટાં લાલ મરચાં (અથાણાં માટેનાં), ૧૦૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ આખા ધાણા, ૨૫ ગ્રામ સૂકી મેથી, ૨૫ વરિયાળી, ૧૦ ગ્રામ ક્લોંજી, ૧ ચમચો હળદર પાઉડર, ૫૦૦ મિલીલિટર તેલ તથા મીઠું સ્વાદ મુજબ.
રીતઃ મરચાંને લૂછીને તેનાં ડીટિયાં કાઢી નાખો. તેને થોડીવાર તડકામાં સૂકવો. આખા મસાલાને એક પેનમાં શેકીને તેને પીસીલો. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરો. પછી જ્યાંથી મરચાંના ડીટિયા કાઢ્‌યાં હતા તે જગ્યાએથી મસાલો સરખી રીતે અંદર ભરી દો. એક અઠવાડિયા સુધી તડકે સૂકવો તથા વચ્ચે વચ્ચે હાથફેરો કરો. આખા મરચાનું આ અથાણું આખું વર્ષ ખરાબ નહીં થાય. પૂરી, પરોઠાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved