Last Update : 11-April-2012, Wednesday
 

ભાજપના કૃષ્ણ-અર્જુનનો સંવાદ!

 
ગુજરાત ભાજપે કિસાન રેલી માટે જે પોસ્ટર બનાવ્યું છે એમાં મુખ્યમંત્રીને કૃષ્ણ બનાવી દીધા છે અને ભાજપ પ્રમુખ આર.સી. ફળદુને અર્જુન બનાવી નાંખ્યા છે!
હવે જસ્ટ કલ્પના કરો, કે ખરેખર આ કૃષ્ણ-અર્જુન વચ્ચે સંવાદ થાય તો?...
* * *
મુખ્યમંત્રી કૃષ્ણના રોલમા ંઆવી ગયા છે. (કારણ કે એ બહુ સારા એક્ટર છે!) આરસી ફળદુ હજી પોતાનું તીર-કામઠું સરખું કરી રહ્યા છે. (એને ‘ગાંડીવ’ ધનૂષ કહેવાય, ફળદુભાઈ!)
મુખ્યમંત્રી ઃ ‘‘હે અર્જુન!’’
ફળદુ ઃ ‘‘સાહેબ, ઈ મોઢવાડીયાનું ક્યાં નામ લીઘું?’’
મુખ્યમંત્રી ઃ ‘પ્રમુખશ્રી, તમને કહું છું! હે પાર્થ, હે પાર્થિવ, હે ગાંડીવધારી, હે...’
ફળદુ ઃ ‘‘હેં? અચાનક તમે વસ્તી ગણત્રી કેમ કરવા માંડ્યા?’’’
મુખ્યમંત્રી ઃ ‘વસ્તી ગણત્રી નથી કરતો ફળદુ! આ બધાં અર્જુનનાં નામ છે! યાર, તમે અર્જુન છો અને હું કૃષ્ણ છું!’
ફળદુ ઃ ‘‘હું તો કહું છું સાહેબ, લાલકૃષ્ણ પણ તમે જ બની જાવ!’’
મુખ્યમંત્રી ઃ ‘મસ્કા નહિ... ફળદુ, મસ્કા નહિ...’
ફળદુ ઃ ‘‘કેમ સર? ભાજપ પ્રમુખનું બીજું કામ પણ શું છે?’’
મુખ્યમંત્રી ઃ ‘‘ફળદુ, આપણે કૃષ્ણ અને અર્જુનનો રોલ ભજવવાનો છે.’’
ફળદુ ઃ ‘‘રોલ? આ કોંગ્રેસવાળા એમની મોક-કોર્ટમાં આપણને પણ બોલાવવાના છે?’’
મુખ્યમંત્રી ઃ ‘‘શટ અપ. અહીં ઘ્યાન આપો! હે પાર્થ... યાદ કરો, તમે દ્રોણાચાર્ય પાસે શું શીખ્યા હતા?’’
ફળદુ ઃ ‘હેંહેંહેં.. દ્રોણાચાર્ય મને શું શીખવવાના હતા? શીખવાનું તો બઘું મારી પાસેથી છે.’’
મુખ્યમંત્રી ઃ ‘‘બિ સીરીયસ ફળદુ, આ મહાયુદ્ધની વાત છે.’’
ફળદુ ઃ ‘‘વાર છે, સાહેબ વાર છે. વિધાનસભાની ચુંટણીઓ તો ડિસેમ્બરમાં આવવાની છે. તે વખતે તમે કહેજોને... પાર્થને કહો ચડાવે બાણ... હું તરત જ હાજી હાજી કરતો ધનુષ-બાણ, રથ, ઘોડા, હાથી, ભાલા, તલવારો અને આખે આખી અક્ષૌહિણી સેના... (હાંફીને) તમારે હલાવે કરી દઈશ! હેંહેંહેં...’’
મુખ્યમંત્રી ઃ ‘‘એક મિનીટ. તમને અર્જુન બનાવ્યા કોણે?’’
ફળદુ ઃ ‘‘પેલા પોસ્ટર બનાવનારે.’’
મુખ્યમંત્રી ઃ (ડોળા કાઢીને) ‘‘પોસ્ટર બનાવનારે?’’
ફળદુ ઃ ‘‘ના સાહેબ, તમે બનાવ્યો, તમે.’’
મુખ્યમંત્રી ઃ ‘‘તો બાણ ચડાવીને દ્રોણાચાર્યના પ્રશ્નનો ઉત્તર આપો, હે પાર્થ... તને શું દેખાય છે? ઝાડ દેખાય છે? ઝાડ પર બેઠેલું પક્ષી દેખાય છે? કે પક્ષીની આંખ દેખાય છે?’’
ફળદુ ઃ (આંખો બંધ કરીને) મને તો પ્રભુ, તમારી દાઢી દેખાય છે!
મુખ્યમંત્રી ઃ (ડરીને, મનમાં) આ માણસને કદી બાણ ચલાવવા ના અપાય! ક્યાંક મારી નાંખે...
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved