Last Update : 11-April-2012, Wednesday
 
દિલ્હીની વાત
 

હાફિઝ સઈદનો મામલો જૈસે-થે
સરહદ પર ટ્રકની મુવમેન્ટ માટે અટારી ખાતે નવી સંયુક્ત ચેકપોસ્ટ ખોલીને ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય વેપારના ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે, જો કે એક તરફ આ નવી સિધ્ધી છે તો બીજી તરફ હાફિઝ સઈદનો કેશ ઠેરનો ઠેર છે. બંને દેશના ગૃહસચિવ આર.કે. સિંહ અને કે. સિદ્દીકી અકબર વચ્ચેની ઈસ્લામાબાદ ખાતેની તારીખ પણ નક્કી થઈ શકી નથી. ૧૬ એપ્રિલે મંત્રણા માટેના પાકિસ્તાનના સૂચનને ભારતે ફગાવી દીધું હતું. સંસદનું બજેટ સત્ર ૨૨મેના રોજ પુરું ના થાય ત્યાં સુધી મંત્રણાની કોઈ શક્યતા નથી એમ આર.કે. સિંહ જણાવે છે. હાફિઝ સઈદના મુદ્દે પાકિસ્તાન વધુ પુરાવા માગે છે જ્યારે ભારતના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે ૨૬/૧૧ના મુંબઈ હુમલા અંગેના પુરતા પુરાવા ભારતે આપ્યા છે. રાજકીય નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનમાં સઈદની લોકપ્રિયતા જોતાં એમ લાગે છે કે સચિવ સ્તરની મંત્રણા કંઈ ખાસ ઉકાળી શકે એમ નથી.
ટાઈમ અને મોદીનો ટાઈમ
અહીં ઉલ્લેખનીય છે કે ટાઈમ મેગેઝીને તેની એશિયાની આવૃત્તિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ટાઈટલ પર લીધો હતો. જોકે આ મેગેઝીને જ વગ ધરાવતી વ્યક્તિઓનો ઓનલાઈન પોલ યોજ્યો ત્યારે નરેન્દ્ર મોદીને વધુ નેગેટીવ મત મળ્યા હતા. (૨,૬૬,૬૮૪ વિરોધમાં, ૨,૫૬,૭૯૨ તરફેણમાં). ૧૭મી એપ્રિલે મત આધારે ફાઈનલ લીસ્ટ બહાર પડાશે. વોટીંગના આંકડા ટાઈમ મેગેઝીનની વેબસાઈટ પર જોવા મળે છે.
મોદીની દિલ્હીની ટૂંકી મુલાકાત
જો ભાજપના અંદરના સૂત્રોનું સાચું માનીએ તો રવિવારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં હતા. વર્ષના અંતે યોજાનાર ચૂંટણીઓ અંગેની વ્યૂહરચના માટે તે આવ્યા હતા. આમ તો આ મુલાકાત અંગે કોઈ બહુ ચર્ચા થઈ નહોતી પરંતુ ચૂંટણી પરિણામો શું આવશે તે અંગે પક્ષ ચિંતામાં હોય એમ લાગે છે. રાજ્યસભાના નેતા અરૃણ જેટલીના કૈલાશ કોલોનીના નિવાસ સ્થાને આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પક્ષ પ્રમુખ નીતિન ગડકરી નહોતા પણ પક્ષના પ્રવક્તા રવિશંકર પ્રસાદ અને સેક્રેટરી જે.પી. નાયડુ હાજર રહ્યા હતા. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં મોદીએ પ્રચારમાં ભાગ લીધો નહોતો એટલે મોદી દિલ્હી આવ્યા ત્યારે પક્ષનાં ઘણાં લોકોની ભ્રમર ખેંચાઈ હતી.
સીપીએમમાં ડખા ચાલે છે
૧૯૬૪માં જેની સ્થાપના થઈ હતી તેની કાઉન્સીલમાંથી કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ૮૯ વર્ષના અચ્યુત વર્ધને અને બીજા ૩૨ સભ્યો રાષ્ટ્રીય કાઉન્સીલ છોડી ગયા હતા. બીજા બધા તો ઠીક છે પણ અચ્યુત વર્ધન તો મોટું માથું છે. કોઝીકોડ સાથે તાજેતરમાં સીપીએમની એપેક્સ બોડી મળી ત્યારે તેમને દુર રખાયા હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુધ્ધદેવ ભટ્ટાચાર્ય કોઝીકોડ ખાતે હાજર નહોતા રહ્યા છતાં તેમને પોલીટ બ્યુરોમાં રખાયા હતા. જો કે ભટ્ટાચાર્ય અને નેતાગીરી વચ્ચે સૈધ્ધાંતિક મતભેદો છે તે ખૂબ જાણીતી વાત છે.
મહિલા રાજકારણી તૈયાર કરવા કોર્સ
દિલ્હીમાં એમસીડીની ચૂંટણીઓ ગાજી રહી છે. મહિલાઓ માટે ૫૦ ટકા અનામત હોવાથી રાજકીય પક્ષોને મહિલા ઉમેદવાર શોધવા ફાંફા મારવા પડયા હતા. મહિલા ઉમેદવારની સાથે પક્ષના નેતાઓના મોટા ફોટા મુકીને ઉમેદવાર કરતાં નેતાઓ વધુ મોટા છે એવું દેખાડવા પ્રયાસ થાય છે. પરિસ્થિતિ સમજીને આઈઆઈએમ-બેંગલોર અને સેન્ટર ઓફ સોશ્યલ રીસર્ચે મહિલા રાજકારણીઓ તૈયાર કરવા ૧૦ અઠવાડીયાનો સર્ટીફીકેટ કોર્સ શરૃ કર્યો છે. બેંગલોરની આઈઆઈએમના રાજીવ ગૌડા અને સીએસઆરના રંજના કુમારી એવી આશા રાખે છે કે મહિલા રાજકારણીઓ રાજકારણના પાઠ શીખી શકશે.
- ઈન્દર સહાની

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved