Last Update : 11-April-2012, Wednesday
 

મુનાફ-હરભજને અમ્પાયર તરફ રોષ-નારાજગી દર્શાવી હતી
અમ્પાયર સાથેના ટકરાવને મામલે મુનાફને દંડ ઃ હરભજનને ચેતવણી

સંગાકારા ક્લીન બોલ્ડ હોવા છતાં નોટઆઉટ જાહેર થતા વિવાદ

વિશાખાપટ્ટનમ,તા.૧૦
ડેક્કનની મેચ દરમિયાન અમ્પાયર સાથેના ટકરાવને મામલે મુંબઇ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર મુનાફ પટેલને નાણાંકીય દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે ટીમના કેપ્ટન હરભજનને ચેતવણી આપીને છોડી મુકાયો હતો. સંગાકારાને આઉટ આપવાના મામલે અમ્પાયરના નિર્ણય સામે મુનાફ અને હરભજને ભારે રોષ સાથે નારાજગી દર્શાવી હતી. મેદાન પર તેઓ રીતસર અમ્પાયર સાથે ઝઘડી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સંગાકારા આઉટ હોવા છતાં અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. જેના કારણે વિવાદ સર્જાયો હતો. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હરભજન અને મુનાફે ભારે રોષ સાથે નારાજગી દર્શાવી હતી. તેઓએ અમ્પાયર પર દબાણ સર્જ્યું હતુ અને આખરે થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી, જેમાં સંગાકારા આઉટ જાહેર થયો હતો. જેના કારણે થોડો સમય રમત અટકાવવામાં આવી હતી.
આઇપીએલની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મુંબઇ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર મુનાફ પટેલને મેચ ફીની ૨૫ ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેને પણ સત્તાવાર રીતે આઇપીએલની આચારસંહિતા ભંગ બદલ ચેતવણી આપવામાં આવી હતી. આ સાથે મુંબઇની ટીમના કેપ્ટન હરભજનને પણ સત્તાવાર ચેતવણીની સાથે ઠપકો આપવામાં આવ્યો હતો.
જો કે ક્રિકેટ વર્તુળો માની રહ્યા છે કે, મેદાન પર મુનાફ અને હરભજને જે પ્રકારનું વર્તન કર્યું તેની સરખામણીમાં તો આ સજા સાવ સામાન્ય જ કહી શકાય તેવી છે. આ મામલે અન્ય કોઇ સામે પગલા લેવામાં આવી નથી.
આ જ મેચમાં મુંબઇના બેટ્સમેન ટી.સુમનને આઉટ કર્યા બાદ ડેક્કનના ફાસ્ટ બોલર સ્ટેને તેને પેવેલિયન તરફના રસ્તો દેખાડતો ઇશારો કર્યો હતો. જે બદલ સ્ટેનને પણ સત્તવાર રીતે ચેતવણી અને ઠપકો આપવામાં આવ્યો હતો.
નોંધપાત્ર છે કે, અગાઉ આઇપીએલમાં હરભજન પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્યો નહતો અને તેણે શ્રીસંતને લાફો માર્યો હતો. જે અંગે પણ ભારે વિવાદ સર્જાયો હતો અને હરભજનને સજા પણ ફટકારવામાં આવી હતી.

વિવાદનું કારણ
મુનાફની બોલિંગમાં સંગાકારા ક્લિન બોલ્ડ થયો જે પછી બોલ વિકેટની નજીક ઔઉભેલા વિકેટકિપર દિનેશ કાર્તિકના પેડ સાથે ટકરાઇને ફરી સ્ટમ્પ પર આવીને અથડાયો હતો. જેના કારણે અમ્પાયરને ખબર ન પડી કે બેઇલ્સ પહેલા વિખેરાઇ હતી કે કાર્તિકને ટકરાઇને બોલ ફરી સ્ટમ્પને અથડાયો ત્યારે વિખેરાઇ હતી. આ ભુલને કારણે વિવાદ સર્જાયો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved