Last Update : 11-April-2012, Wednesday
 

વિક્ટીમ સિન્ડ્રોમ ઃ જગતની નજરોમાં હું છું એક શિકાર

વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ

- જીવનની કોઈ એક દિશા અંધકારમય લાગે, આગળ જવા રસ્તો ન મળે અને આત્મહત્યામાં જ તમામ સમસ્યાનો અંત દેખાય ત્યારે જીવનને બીજી દિશા તરફ લઈ જઈ શકાય છે બધે એક સરખો અંધકાર હોતો નથી ક્યાંક પ્રકાશ જ પ્રકાશ હોય છે...

મેઘનાના બેડરૂમની કાચની બારીમાંથી પ્રવેશેલું સૂર્યનું પ્રથમ કિરણ આનંદ અને ઉલ્લાસના તાજગીસભર સંદેશા લઈને આવ્યું હતું પ્રથમ કિરણના સ્પર્શ સાથે જ તે સફાળી બેઠી થઈ ગઈ. તેના મનમાં હરખ સમાતો ન હતો ! આજે મીત અને મમતા તેના ઘેર ડીનર પર આવવાના હતા ! ઝડપભેર દૈનિક ક્રિયાઓ પતાવી તે ગ્રાંડ ડિનરની તૈયારી કરવામાં પરોવાઈ ગઈ.
મેઘનાને હજી આ બઘું એક દિવાસ્વપ્ન જેવું લાગતું હતું. કોઈ પણ પુરુષ આટલો બધો સભ્ય, સાલસ અને પ્રેમાળ હોઈ શકે તે વાત તેનેે ગળે ઉતરતી ન હતી પરંતુ એ હકીકત બની ચૂકી હતી કે મીત ખરેખર એવો પુરુષ હતો તેણે મેઘનાના વ્યક્તિત્વને ખીલવા દીઘું હતું સ્ત્રી અને પુરુષ વચ્ચે બે વ્યક્તિ જેવા તંદુરસ્ત સંબંધો હોઈ શકે છે તે સત્ય તેને મીત સાથેના બે વર્ષના સંબંધોથી સમજાઈ ગઈ હતી.
હા... હજી બે વર્ષ પહેલાં જ જીવનથી હારી-થાકી જઈન મેઘનાએ ટીક-ટ્‌વેન્ટી ગટગટાવી આત્મહત્યાની કોશિષ કરી હતી. પરંતુ આઇસીસીયુમાં ઇન્ટેન્સીવ સારવાર મળવાથી તે બચી ગઈ હતી.
સાત દિવસના ક્રીટીકલ કેર માટેના હોસ્પિટલ રોકાણ દરમિયાન મિત તેના પાડોશી હતા. કારણ ઝેરી મેલેરિયાની મગજ પર અસર થવાથી તેમની પરિસ્થિતિ ગંભીર બની હતી તેથી તેમને પણ ઇન્સેન્ટીવ કેરની જરૂર પડી હતી.
તબીબોના કહેવા પ્રમાણે બન્નેય પેશન્ટ એક સરખા ક્રીટીકલ હતા અને ઇન્ટેન્સીવ કેરથી બન્ને ય ને બચાવી લેવાયા હતા. સાતમા દિવસે જ્યારે બન્નેને ડિસ્ચાર્જ આપવાનો હતો ત્યારે મિત અને મમતાએ મેઘનાને આત્મીયજન તરીકે કહ્યું હતું...
‘‘મેઘના... જીવનની કોઈ એક દિશા ક્યારેક અંધકારમય લાગે... આગળ જવાનો રસ્તો ન મળે...પાછા ફરવું શક્ય ન હોય અને આત્મહત્યા જ તમામ સમસ્યાઓનો અંત દેખાય તે સમયે થોડા થોભી જઈ જીવનને અન્ય દિશા તરફ લઈ જઈ શકાય છે. બધે એક સરખો અંધકાર હોતો નથી... ક્યાંક પ્રકાશ જ પ્રકાશ પણ હોય છે. જરૂર હોય છે કટોકટીની એ પળોમાં ધીરજ રાખી યોગ્ય દિશા- વિકલ્પ શોધતા રહેવાની જીવન અનેક વિકલ્પોથી ભરેલું છે... મોતના મુખમાંથી એક સાથે પાછા ફરવાનો આપણો અનુભવ યોગાનુયોગ હોઈ શકે પણ એકવાર જરૂરથી અમને મળવા આવો. અમારા પરિચયથી તમને જીવન જીવવાની ઇચ્છા થશે તો એ અમારું સદ્‌ભાગ્ય હશે...!’’
આટલું કહીને મિતે પોતાનું વિઝીટીંગ કાર્ડ મિતે મેઘનાના હાથમાં આપ્યું જેના પર લખ્યું હતું મિત પાલખીવાલા, મેનેજીંગ ડાયરેક્ટર, યુનાઇટેડ કેમિકલ્સ લિમિટેડ.
એકવાર જરૂરથી મળવા આવજો મેઘના...એવું ભાવભીનું નિમંત્રણ આપી મમતાએ મિત્રની વાતમાં સૂર પુરાવી વિદાય લીધી હતી.
મેઘનાને એ યુગલની વાત સ્પર્શી ગઈ હતી. પરંતુ આ બઘું તેના પર દયાભાવ ઉભો થવાના કારણે હતું એવું તેને લાગતું હતું. જીવનમાં ક્યારેય બીમાર, બિચારી, બાપડી બનીને કોઈની દયાની ભીખ મેળવવી તેને ગમતી ન હતી તેથી મિત- મમતાને તુરત મળવામાં તેણે કોઈ દિલચશ્પી નદાખવી.
જો મિતની સાથે મમતા ન હોત તો મેઘનાએ આ મુલાકાતને કોઈ મહત્ત્વ જ ના આપ્યું હોત. કારણ તેને કોઈપણ પુરુષમાં એક શત્રુ દેખાતો હતો. એ પોતાની જાતને પુરુષ નામના વરૂથી ય બદતર પ્રાણીનીદાઢમાં ફસાયેલા માસુમ બકરીના બચ્ચા જેવા શિકાર સમી ગણતી હતી. એ વિક્ટિમ સિન્ડ્રોમથી પીડાતી હતી. પોતે એક શિકાર બનવા માટે જ જન્મી છે એવું તેને લાગ્યું હતું બચપણની કડવી યાદો અને અતીતના ઘાવ ક્યારેય રૂઝાઈ શકે તેમ લાગતું ન હતું ભૂતકાળનો ભયાનક ઓછાયો તેના મનમાં ઉંડી નકારાત્મક છાપ પાડી ચૂક્યા હતા.
મોજશોખ અને એશોઆરામમાં વ્યસ્ત રહેતો અને પત્ની કે પુત્રીની જરાય ફિકર ન કરતો બાપ. કાકાની તરસી આંખોની માતા પુત્રી પર વારંવાર પડતી હલકી નજર એ બઘું વારંવાર તેને હથોડા મારી મગજમાં ઠસાવતું કે આ જગતના મર્દો માટે તે એક વસ્તુ છે, પ્રોડક્ટ છેે, માલ છે જેની ખરીદનાર પાસેથી કંિમત પડાવી શકાય છે. પણ મેઘના એવા રૂઢિચુસ્ત વાતાવરણમાં ઉછરી હતી કે તે કોઈ પણ પુરુષને ક્યારેય દાદ આપતી ન હતી. એટલે જ કુટુંબના, સમાજના કે નોકરી- વ્યવસાયના કોઈ જ વાતાવરણમાં તે ગોઠવાઈ શકે તેમ ન હતી. જીવનની પીડામાંથી મુક્ત થવાનો આત્મહત્યાનો એક માત્ર વિકલ્પ છે એવું તે સમજતી હતી.
એ દિવસે મિત અને મમતાના શબ્દો તેના હૃદયને સ્પર્શી ગયા હતા આ મતલબી દુનિયામાં પણ કોઈ ખરેખર નિઃસ્વાર્થ સંબંધોનો પ્રસ્તાવ મૂકી શકે ખરું ? એ કુતૂહલ સંતોષવા તે મિત- મમતાને મળવા ગઈ હતી અને તે દિવસથી જ તે પ્રથમ તેની ઓફિસમાં ક્લાર્ક, પછી ઓફિસ આસિસ્ટન્ટ, પછી પર્સનલ સેક્રેટરી અને છેલ્લે પર્સોનલ મેનેજર બની ચૂકી હતી.
મિત હંમેશા મેઘનાને પ્રોત્સાહન આપતો. તેની છૂપી શક્તિઓને ઢંઢોળતો અને મોટીવેટ કરતો હતો જેનાથી તેનું વ્યક્તિત્વ મહોરી ઉઠ્યું હતું તે યુનાઇટેડ કેમિકલ્સની એસેટ બની ગઈ હતી.
મેઘનાને વારંવાર પ્રશ્નો થતા કે મિત શા માટે તેની આટલી મદદ કરે છે ? શું જોઈએ છે એને મારી પાસેથી ? મમતા જેવી સુંદર અને પ્રેમાળ પત્ની છે, બન્ને ય વચ્ચે આટલી નિકટતા છે, પ્રેમ છે પછી મને આટલું મહત્ત્વ શા માટે ? મેઘનાને બીજી નવાઈ મમતાના વર્તનથી લાગતી એક પત્નીને તેનો પતિ બીજી કોઈ રૂપાળી, યુવાન સ્ત્રીની નજીક જતો જાય છતાં કોઈ ઇર્ષ્યા કે સ્પર્ધા કેમ થતી ન હતી ? બે વર્ષમાં ત્રણેય જણા એટલા નજીક આવી ગયા કે રેસ્ટોરન્ટ, પિક્ચર કે નાટક કે વેકેશન ટુર જ્યાં જવાનું હોય ત્યાં ત્રણેય સાથે જ જાય અને બિઝનેસ ટુર પર મેઘના અને મિત જાય તો મમતાને મિતમાં એટલો વિશ્વાસ હોય કે મેઘનાના મનમાં પુરુષની વ્યાખ્યા જ બદલાઈ ગઈ.
આજે એ દિવસ હતો જ્યારે પહેલીવાર મેઘનાના બોસ, ફિલોસોફર, ગાઇડ અને દિલોજાન દોસ્ત મિત અને તેમની દરિયાદિલ પત્ની મમતા પોતાને ત્યાં પહેલીવાર ડિનર માટે આવવાના હતા. તેના જીવનમાં ફરિશ્તા સ્વરૂપે આવેલા આ બન્નેના પરોપકારી, પરમાર્થી લોકોનું અભૂતપૂર્વ સ્વાગત કરવા તે થનગનતી હતી.
સાંજ પડી મિત અને મમતા આવ્યા. ત્રણેય જણાએ ખૂબ પ્રેમથી વાતો કરી ખાઘું પીઘું વાતોમાં ત્રણેયના જીવ એવા મળી ગયા હતા કે અડધી રાત ક્યાં વીતી ગઈ તેનું કોઈને ભાન ન રહ્યું.
જવાનો સમય થયો ત્યારે મિતે મેઘનાને કહ્યું, ‘મેઘના અમારે બન્નેએ તને એક વાત કરવી છે. અમારો એક પ્રસ્તાવ છે તું ના પણ પાડી શકે છે પણ અમારી ઇચ્છા, વિનંતી છે અને તું ના નહીં જ પાડે એની ખાતરી પણ છે...’
મેઘનાએ કહ્યું, ‘તમે બોસ તરીકે હુકમ કરી શકો છો, મિત્ર તરીકે વચન પણ લઈ શકો છો તમારા માટે કંઈ પણ કરવા હું તૈયાર છું.’
મિતે કહ્યું, ‘મેઘના, હું અને મમતા ખૂબ જ સારા મિત્રો છીએ અમે બાળપણથી પ્રેમમાં હતા અને અમારા પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમ્યા. જો કે મમતાનો શરુઆતમાં વિરોધ હતો કારણ એ ક્યારેય માતા બની શકે તેમ હતી જ નહીં મેં ખૂબ સમજાવી બાળક વગર પણ જીવન જીવી શકાય છે એવું સમજાવવામાં હું સફળ થયો. અમારું દાંપત્યજીવન આજે પણ સુખમય છે પણ શેર માટીની ખોટ હવે અમને સાલે છે. આજે સવારે જ મમતાને વિચાર આવ્યો તું ધારે તો અમારી ઇચ્છા પૂરી કરી શકે હવે તો વિજ્ઞાન વિકસ્યું છે. આપણા શરીરના મિલન વિના પણ તું મારું બાળક રાખી શકે... બોલ, તું અમને આટલી મદદ કરી શકે ?’
મિતની વાત સાંભળી મેઘના અવાચક થઈ ગઈ. તે લાંબા સમય સુધી એકી ટશે તેની સામે જોતી રહી ધીરે ધીરે તેના ભવા તંગ થયા. તે ગુસ્સામાં આવી અને જોરથી બરાડી.... ‘સા..લ્લા... સ્વાર્થી, સુવર આ માટે જ મારી સાથે સંબંધ કેળવ્યો હતો ?’ અને પછી તો હાથમાં જે આવે તે મિત મમતા તરફ ફેંકવા માંડી હતી... ફ્‌લેટમાં સમાચાર ફેલાઈ ગયા હતા મેઘના ફરીથી ગાંડી થઈ ગઈ છે તેનું બરાબરનું છટક્યું છે.
મેઘનાના આવા વર્તન છતાં મિત કે મમતા અસ્વસ્થ ન થયા તેમણે મેઘનાને શાંત પાડવાની કોશિષ કરી આવો વિચાર આજે સવારે જ આવ્યો છે એવું ગળે ઉતારવા શાંતિથી બે વર્ષના કેટલાક પ્રસંગો ટાંકી સમજાવી છતાં પણ મેઘનાનો હંિસક મૂડ ચાલુ રહેતા તેને હોસ્પિટલમાં દાખલ કરી મનોચિકિત્સા કરાવવામાં મદદ કરી.
મેઘના પાગલ ન હતી. બાલ્યાવસ્થા તથા તરુણાવસ્થામાં સમાજે આપેલી પીડાને કારણે તેને આવા આવેગાત્મક અને હંિસક વલણના હુમલા આવતા હતા.
યોગ્ય દવાઓ અને સાયકોથેરાપીથી દુનિયાને જોવાની તેની દ્રષ્ટિ બદલી શકાઈ તે નવા ગ્લાસીસ સાથે દુનિયાને જોવા લાગી તેનું વલણ ન બદલાયું મિત અને મમતાની દરખાસ્ત પણ તેણે સ્વીકારી પાંચ વર્ષ થયા મમતાને પાગલપનનો કે હંિસક વર્તનનો કોઈ હુમલો આવ્યો નથી. મિત- મમતા સાથે તેની દોસ્તી વધી છે અને પ્રતીક તેના માટે પણ ‘લાઇફ ફ્‌લેઇમ’ ‘જીવનજ્યોત’ પુરવાર થયો છે.
ન્યુરોગ્રાફ ઃ
ખીલેલા ફૂલની સુવાસ તો સહુ કોઈ માણી શકે પરંતુ પ્રેમ અને આત્મીયતા હોય તો ખરેલા ફૂલની સુવાસ પણ માણી શકાય છે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved