Last Update : 11-April-2012, Wednesday
 

સામ્યવાદનો અંત આવતા જગતમાં નીઓલીબરાલીઝમની વિચારસરણી પ્રસરી ગઈ છે

નવું વાચન નવા વિચાર - ધવલ મહેતા

 


સ્ત્રોતઃ કેઇન્સ અને ફ્રીડમેનના પુસ્તકો, ઇકોનોમીસ્ટના અંકો, નરહરી પરીખનું માનવ અર્થશાસ્ત્ર, ઇપીડબલ્યુના અંકો.
ઈ.સ. ૧૯૯૧માં સોવિયેટ રશિયા તૂટી પડતાં સામ્યવાદી અર્થકરણનો પણ અંત આવ્યો છે. ચીનમાં રાજકીય ક્ષેત્રે સામ્યવાદી સરકાર છે પરંતુ તેનું અર્થકરણ મોટે ભાગે નીઓલીબરાલીઝમ પર ચાલે છે. તેણે પોતાના દેશમાં પુષ્કળ બહુરાષ્ટ્રીય કંપનીઓને આવવા દીધી છે અને ખાનગી સાહસોને ઉત્તેજન આપ્યું છે. સામ્યવાદી અર્થકારણ અને રાજકારણ સામે પડકાર ફેંકી તેને લગભગ હરાવી દેનાર (હવે સામ્યવાદ માત્ર ચીન, ક્યુબા અને ઉત્તર કોરિયામાં જ રહ્યો છે.) આ નીઓલીબરાલીઝમ મૂડીવાદનું નવું સ્વરૂપ છે અને તેનું સૌથી ખરાબ લક્ષણ આવકની અને સંપત્તિની ભયાનક અસમાનતા ઊભી કરે છે. ધનિકો હોંશિયાર, સાહસિક તથા વઘુ લાયક છે તેમ તે માને છે.
નીઓલીબરાલીઝમ શું છે ? એક વાક્યમાં કહીએ તો તે પશ્ચિમ જગતનું અને ખાસ કરીને અમેરિકાનું ‘શાહીવાદી’ સ્વરૂપ છે અને તેના મૂળમાં ચાર વિચારો છે.
ખાનગીકરણ ઃ સરકારી સેવાઓને અને ખાસ કરીને ખોટ કરતા જાહેર સાહસોને ખાનગી કંપનીઓ કે પેઢીઓ દ્વારા ચલાવવા આપવા દા.ત. ભારતમાં ઊચ્ચ શિક્ષણનું હવે બહુ મોટા પાયા પર ખાનગીકરણ થઈ રહ્યું છે તેની સામે કેમ જબરદસ્ત ચળવળ ચાલતી નથી તે એક પ્રશ્ન છે.
બજારીકરણ ઃ જે જે ચીજવસ્તુઓ બજારની પરિધિમાં આવતી ના હોય તેના પણ બજારો ઊભા કરવા. દા.ત. પાણી અત્યાર સુધી મફત મળતુ હતુ હવે તેનો વ્યાપાર અબજો ડોલર્સનો થઈ ગયો છે. પ્રાથમિક શાળાનું શિક્ષણ લગભગ મફતના ભાવે મળતું હતું. હવે તેનું વ્યાપારીકરણ થતાં પ્રાથમિક શાળાની કે કીડર ગાર્ડનની ફી કોલેજોની ફી કરતાં પણ વઘુ થઈ ગઈ છે. ધાર્મિક સંસ્થાઓનું પણ વ્યાપારીકરણ થઈ ગયું છે કારણ કે મંદિરો અમુક પ્રકારની પૂજા-અર્ચના કરાવવાના પણ મોટા દાન લે છે. સુંદરકાંડની કે સત્યનારાયણની કથા કરાવવી હોય તો તે મોંઘી દાટ બની ગઈ છે. અમેરિકાની અમુક જેલોનો વહીવટ પણ ખાનગી કંપનીઓને સોંપાયો છે.
ઉદારીકરણ ઃ રાજકારણમાં ઉદાર મતવાદનો અર્થ સામી વ્યક્તિ, પક્ષ, જાતિ, જ્ઞાતિ, વગેરે માટે સહિષ્ણુતા, વ્યક્તિ સ્વાતંત્ર્ય, સ્ત્રી-પુરૂષના સમાન અધિકારો, ન્યાયતંત્ર આગળ સૌ સરખા, લોકશાહીનું રાજ, વિચાર સ્વાતંત્ર્ય અને તેના પ્રચારની છૂટ વગેરે થાય છે. અર્થકારણમાં ઉદારીકરણનો અર્થ તમારા બજારોને વિદેશી અને દેશી કંપનીઓ અને મૂડી માટે ખુલ્લા કરે, આયાત-નિકાસ પરના કરવેરા ઘટાડો અને બને તો શૂન્ય કરી નાંખો, ઉદ્યોગ પરના મોટાભાગના નિયંત્રણો હટાવી લો અને મજૂર સંઘોને કાબુમાં રાખી તેમની સત્તા ઓછી કરી નાંખો. અને નવા જાહેર સાહસોને ઊભા કરતા નહીં અને સરકાર જે કોઈ નબળા વર્ગને કે જાતિને કે ગરીબ પ્રદેશોને સબસીડી આપે છે તે દૂર કરો. તેના કારણરૂપે તે જણાવે છે કે સરકારી સબસીડીટીઝને અમલદારો ઊંદરની જેમ ખાઈ જાય છે. તે બજારોને વિકૃત કરે છે અને લોકોને આળસુ બનાવે છે.
વૈશ્વીકરણ ઃ ઉપરના ત્રણે વિચારો અને આચારો (પ્રેક્ટીઝ)ને ફેલાવવા માટે વૈશ્વીકરણની પ્રક્રિયામાં સક્રિય જોડાઈ જવું જરૂરી છે. તમને ગમે કે ના ગમે તો પણ વૈશ્વીકરણ એક અનિવાર્ય પ્રક્રિયા છે. તેમાં જોડાવાથી તમને આયાત-નિકાસના અને વિદેશી મૂડી તથા ટેકનોલોજીના પુષ્કળ લાભો મળે છે.
મૂડીવાદ ઃ જગતમાં મૂડીવાદના વિચારનો પાયો આદમસ્મીથે (૧૭૨૩-૧૭૯૦) નાંખ્યો. આદમસ્મીથના જીવન દરમિયાન જ ઇંગ્લેડમાં ઔદ્યોગિક ક્રાંતિ (ઇ.સ. ૧૭૫૦ પછી) શરૂ થઈ અને ફેકટરી સીસ્ટમની સ્થાપના થઈ. ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તે જ વખતે ભારતમાંથી કાચોમાલ સસ્તે ભાવે આયાત કરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ જગતભરમાં પાકો માલ ઊંચો નફો સામે વેચવાની શરૂઆત કરી આદમસ્મીથે મોરલ (નૈતિક) જગતમાં જબરદસ્ત ક્રાંતિ નીચે પ્રમાણે આણી. જગતના બધા ધર્મો એમ કહેતા હતા અને કહે છે કે પરર્માથ કરો, સ્વહિત અને સ્વાર્થ ભૂલી જાઓ તો સમાજ સુધરશે. આદમસ્મીથે એમ કહ્યું કે તમારૂં પોતાનું જ હિત સાચવો, તેને વધારો અને સમાજનું હિત આપોઆપ સિદ્ધ થશે. બ્રેડ બનાવનાર પોતાનાં હિત માટે કાળી મજૂરી કરીને તમને યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે બ્રેડ પહોંચાડે છે. તે તેના નફા કે સ્વહિત માટે આમ કરે છે અને તમને પણ બ્રેડ નિયમિત સમયે અને નિયત સ્થળે મળી જાય છે. જો દુનિયાનો એક માણસ પોતાનું સ્વહિત (જેને આપણે એન્લાઇટન્ડ, સેલ્ફ-ઇન્ટરેસ્ટ કહીએ છીએ.) કાયદાની અંદર રહીને જાળવે તો સમાજને ફાયદો થશે. આ એક જબરદસ્ત ક્રાંતિકારી (અને ઘણાને મતે કાઉન્ટર રીવોલ્યુશનરી એટલે કે પ્રતિક્રાંતિકારી) વિચાર હતો અને તેણે મૂડીવાદ અને મૂડીવાદીઓને સમર્થન આપ્યું. ફેકટરી સીસ્ટમ હેઠળ કામના જે ભાગલા પાડવામાં આવે છે તે ઘૈપૈર્જૈહર્ ક નચર્મેિ ની પુષ્કળ પ્રસંશા કરી. અત્યારના નીઓલીબરાલીઝમની પાછળ આ બે મુખ્ય સિદ્ધાંતો છે. નફા માટે સાહસવૃત્તિ દાખવવાથી તમારૂં અને સમાજનું ભલુ થાય છે અને કાંઈ પણ કામના ભાગલા પાડીને અને તેના પણ વઘુ ભાગલા પાડીને કામની વ્યવસ્થા ગોઠવો તો કાર્યક્ષમતા પુષ્કળ વધી જાય છે. આદમસ્મીથે ટૂંકમાં ખચિયસીહાીગ ર્જીબૈીાઅ અને ખચિયસીહાીગર્ ુંિ નો ખ્યાલ મુક્યો.
નીઓલીબરાલીઝમ નવો છે. મૂડીવાદ જૂનો છે. નીઓલીબરાલીઝમનો વ્યવહારમાં અમલ માર્ગારેટ થેચર ઇંગ્લેન્ડમાં ૧૯૭૯થી ૧૯૯૦ કર્યો. અને તેમની આર્થિકવિચારસરણી થેચરીઝમ તરીકે ઓળખાય છે. ૧૯૮૦ના દાયકામાં અમેરિકાના રોનાલ્ડ રેગને તેનો અમલ કર્યો જે રેગેનોમીક્સના નામે ઓળખાય છે. ૧૯૭૩માં બળતણના તેલની કટોકટીએ આ બન્ને દેશોમાં ઊંચા ભાવો અને આર્થિક મંદી (આ બન્ને સાથે હોય તેને અંગ્રેજીમાં સ્ટેગ્ફલેશન કહે છે) ઊભી કરી હતી અને આ બન્ને દેશોને નીઓલીબરાલીઝમે બહાર કાઢ્‌યા હતા. અત્યારે જગતની ત્રણ મોટી વૈશ્વિક સંસ્થાઓ જેના પર પશ્ચિમ જગતનું વર્ચસ્વ છે તે આઇએમએફ, વર્લ્ડ બેંક અને વૈશ્વિક વ્યાપાર સંસ્થા (જે પ્રમાણમાં વઘુ લોકશાહી રીતે ચાલે છે) પર નીઓલીબરાલીઝમની વિચારસરણી હેઠળ ચાલે છે. એ ભૂલવું ના જોઈએ ેક નીઓલીબરાલીઝમ માત્ર આર્થિક નહીં પણ આર્થિક અને રાજકીય વિચારસરણી છે. આ વિચારસરણી ખાનગી ઉદ્યોગ સાહસિકોને આર્થિક પરિવર્તનનું પરિબળ ગણતા હોવાથી તેમને પ્રોત્સાહન આપવાની તરફેણમાં છે. ઉદ્યોગો પરના વેરાને ઓછા કરવા તથા આવકવેરાના દરો ઘટાડવા તથા આયાત પરના અંકુશો અને વેરા દૂર કરવા વગેરે પરના આગ્રહને લીધે નીઓલીબરાલીઝમ હેઠળ મજૂર સંઘો બકરી બેં થઈ ગયા છે. તેઓનો કલેકટીવ આર્ગેઇનીંગ પાવર ઘટી ગયો છે. એક ગાળામાં તેઓ સંિહ હતા તે હવે રહ્યા નથી. નીઓલીબરાલીઝમ એ શબ્દ ઈ.સ. ૧૯૩૮માં પેરીસમાં ઉદારમતવાદીઓની સભામાં ખોળાયો હતો આ સભાના સભ્યો તે વખતના ઇટાલીના ફાસીઝમ, જર્મનીના નાઝીઝમ, રશિયાના કોમ્યુનીઝમ, અમેરિકામાં મંદી દૂર કરવા રાજ્યના પોઝીટીવ પગલા (જ્યુડીલ) તથા ઇંગ્લેન્ડના કેઇન્સે ઘડેલી કેઇન્સીઅન થીયરી (જેમાં મંદી દૂર કરવા રાજ્યના પોઝીટીવ હસ્તક્ષેપને આવકારવામાં આવ્યો હતો.) વગેરેના રાજ્ય કેન્દ્રી અર્થકારણથી નારાજ હતા. તેમને તદ્દન તટસ્થ (ન્યુટ્રલ) રાજ્ય જોઇતું હતું. રાજ્યે બજારમાં જરાપણ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં તેમ તેઓ માનતા. તેમને નીઓલીબરાલીઝમ વિચારના જન્મદાતા ગણી શકાય. પરંતુ નીઓલીબરાલીઝમનું સમર્થન કરનાર એક ‘બાઈબલ’ જેટલું મહત્ત્વનું પુસ્તક જર્મનીના ફ્રેડરીક હાયેકનું હતું. તેઓને આતંકી નાઝીવાદને પ્રત્યક્ષ અનુભવ્યો હતો. ‘રોડ ટુ સર્ફડમ’માં તેમણે એમ પ્રતિપાદિત કર્યું કે મૂડીવાદી અર્થવ્યવસ્થા જ જોઈએ કારણ કે તે વ્યક્તિની પ્રોર્પટીનું અને વિચારોનું રક્ષણ કરે છે અને માત્ર મૂડીવાદી વિચારધારા જ લોકશાહી સાથે સુસંગત છે. બીજી કોઈ વ્યવસ્થા નહીં. ટૂંકમાં આ પુસ્તક પુષ્કળ સફળ થયું કારણ કે તેણે અર્થકારણના મૂડીવાદને રાજકારણની લોકશાહી સાથે જોડ્યું અને બન્નેના વૈચારિક દ્રષ્ટિએ લગ્ન કરાવ્યા. અમેરિકન મૂડીવાદીઓને આ વિચાર એકદમ પસંદ પડી ગયો કારણ કે અમેરિકા વ્યક્તિ સ્વાતંત્ર્યના વિચાર પર ખડુ થયેલું રાજ્ય છે. શેડ ટુ સર્ફડમ ઉપરાંત નિઓલીબરાલીઝમની વિચારસરણીને ફેલાવનાર ત્રણ મુખ્ય પરિબળો હતાં (૧) શીકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા મીલ્ટન ફ્રીડમેન તથા તેમના શિષ્યો જેઓ મોનેટરીસ્ટ તરીકે ઓળખાય છે. તેઓ આ જમાનાના હાયેક્‌ છે. તેઓ માત્ર મોનેટરી પોલીસી દ્વારા જ રાજ્યના અર્થકારણ, નિયંત્રણ કરવા માંગે છે અને સારાં અર્થકરણને માટે બજારવાદને શ્રેષ્ઠ માને છે. અર્થતંત્રને કાબુમાં રાખવાનું તેમનું શસસ્ત્ર હથિયાર મોનેટરી સપ્લાય છે. અલબત્ત ચીલીમાં ૧૯૭૩માં આર્થિક કટોકટી આવી અને ભરૈબચર્ય ર્મઅજ થી જાણીતા ફ્રીડમેન અને તેમના અનુયાયીઓએ ચીલીને નીઓલીબરાલીઝમને આધારે સલાહ આપી અને ચીલી તે સલાહને પગલે તારાજ થઈ ગયું. અત્યારના જગતમાં કેઇન્સીયન અર્થકારણ પણ નથી ચાલતુ અને ફ્રીડમેન આધારિત અર્થકારણ પણ નથી ચાલતું. બન્ને નિષ્ફળ ગયા છે અર્થશાસ્ત્રીઓ મુંઝાઈ ગયા છે અને માથે હાથ દઈને બેઠા છે.
(૨) નીઓલીબરાલીઝમના ગુરૂ ફ્રેડરીક હાયેક ઉપરાંત ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલે તે નિયમોને અનુસરીને પ્રીન્સીપલ્સ ઓફ ઇકોનોમીક્સ નામનું પાઠ્યપુસ્તક લખ્યું જે ૪૦ વર્ષ ચાલ્યુ અને અર્થશાસ્ત્રીઓને નીઓલીબરાલીઝમના પાઠ તેણે ભણાવ્યા. તે પછી કેઇન્સીઅન અર્થકારણની દ્રષ્ટિથી નીઓલીબરાલીઝમનો પુરસ્કાર કરતું પોલ સેન્યુઅલસનનું ‘ઇકોનોમીક્સ’ નામનું પાઠ્યપુસ્તક ઇ.સ. ૧૯૪૮માં બહાર પડ્યું. આજે પણ તે ૬૪ વર્ષ પછી જગતની અનેક યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અર્થશાસ્ત્રનું મુખ્ય પાઠ્યપુસ્તક છે આ પુસ્તક કેઇન્સીઅન હોવા છતાં તેની માંગ, પૂરવઠો, ઇક્વીલીબ્રીઅમ, સેલ્ફ-કરેકટીંગ બજારો, ખાનગી સાહસોનું સમર્થન વગેરેનો સમાવેશ થાય છે.
૩. ઇ.સ. ૧૯૪૭માં સ્થપાયેલી મોન્ટ પેરેલીન સોસાયટી જેમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીક્સ, માન્ચેસ્ટર યુનિવર્સિટી અને શીકાગો યુનિવર્સિટીના અઘ્યાપકો સભ્યો હતા અને છે. તે નીઓલીબરાલીઝમના મુખ્ય સમર્થકો છે. દાવોસમાં જે અર્થશાસ્ત્રીઓ અને જગતના અન્ય મહાનુભાવોની મીટીંગ મળે છે તેનો ઝોક અને પ્રસાર નીઓલીબરાલીઝમનો છે.
૪. નીઓલીબરાલીઝમને થીયરીનો સપોર્ટ આપવામાં ઓસ્ટ્રીયન અર્થશાસ્ત્રીઓ (માર્જીનાલીસ્ટ ઇકોનોમીસ્ટસ)નો બહુ મોટો ફાળો છે જે ચર્ચા ટેકનીકલ હોવાથી ખરી કરી નથી.
ઈ.સ. ૨૦૦૮માં ઊભી થયેલી કટોકટીએ નીઓલીબરાલીઝમની હવા ઉડાડી નાખી છે તેનો ફુગ્ગો ફૂટી ગયો છે. જગતના અર્થકારણ પર ફાયનાન્સીયલ કેપીટાલીઝમનું વર્ચસ્વ વધી ગયું છે અને ફાયનાન્સીયલ કેપીટાલીઝમ, અમેરિકાની સાથે સાથે જગતના અર્થકારણો તોડી નાંખ્યા છે. અમેરિકા જે નીઓલીબરાલીઝમ એટલે રાજ્યની તટસ્થતામાં માનતું હતું તેણે ખાનગી બેંકો અને કંપનીઓને બચાવવા અધધધ મદદ (બેઇલ-આઉટ) કરી તેથી મુક્ત અર્થતંત્ર, મુક્ત બજાર, મુક્ત વ્યાપાર વગેરેની આબરૂ સમુદ્રને તળિયે જઈને બેઠી છે.
આદમસ્મીથ, રીર્કાડો, માકર્સ, ટ્રોટસ્કી, કેઇન્સ, ફ્રીડમેન, શુમ્પીટર, મીન્સ્કી વગેરેની થીયરીઝ તૂટી પડે છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીક્સ ‘થર્ડ વે’ (ત્રીજો માર્ગ)ની વાત કરે છે પરંતુ આ ‘થર્ડ વે’ હજી અસ્પષ્ટ છે. ગાંધી અને સર્વોદયવાદ આઘુનિક ટેકનોલોજીનો વિરોધ કરે છે અને તમામ ઔદ્યોગિકરણનું વિરોધી છે તેથી શુમાખર સિવાય જગતના અન્ય ચંિતકો તેને વિકલ્પ તરીકે ગણતા નથી. જગત આગળ જેટની ગતિએ ચાલ્યુ છે અને અર્થકારણ અને અર્થશાસ્ત્રીઓ બળદ ગાડામાં બેસીને તેનો પીછો કરે છે જગત કોઈ પાર્ટીસીપેટરી આર્થિક વ્યવસ્થાની ખોજમાં છે જેમાં આર્થિક અસમાનતા ઓછી હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું રહે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved