Last Update : 11-April-2012, Wednesday
 

વીસમી સદીના ટોડરમલ

વહીવટની વાતો - કુલીનચંદ્ર યાજ્ઞિાક

- આજે સમગ્ર ગ્રામ જનતા જેને સારી રીતે પિછાણે છે તે નમુનો ૭/૧૨ એન્ડરસનની દેણ છે.

ભારતમાં જમીન માપણી અને મહેસુલની આકારણી માટેની અસરકારક પદ્ધતિની શરૃઆત કરનાર અકબરના મંત્રી ટોડરમલ હતા. અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી ગુજરાત લીધું, ત્યારે તેમની 'મુલકગીરી' અપનાવવાને બદલે ટોડરમલના પાયાના નિયમો અપનાવ્યા. તેમની હોંશિયારી એવી કે ૧૮૧૮માં રાજ મળ્યુ, તે વખતની અંધાધુંધીમાંથી બહાર આવી ૧૮૨૫માં તો પહેલા હિસાબી નમૂના દાખલ કર્યા. આ હિસાબી પદ્ધતિનો વિકાસ થતો રહ્યો. તેને આખરી રૃપ આપનાર અને ગુજરાત-મહારાષ્ટ્રના મહેસુલી વહીવટમાં સૌથી વધારે વ્યકિતગત ફાળો આપનાર હતા એફ.જી. હાર્ટનેલ એડરસન, એમ.એ. (ઑક્સફર્ડ), આઈ.સી.એસ.
સિવિલ સર્વન્ટ 'ફેસ લેસ' હોય એવી કહેવત છે. તેમને અંગત ઓળખ કે પ્રસિદ્ધિ હોતી નથી. એન્ડરસન વિષે ભારતમાંથી કે ઇંગ્લેન્ડમાંથી પણ ઝાઝી વિગતો મળી શકી નથી. તેમની સાથે કામ કરનાર એક નિવૃત્ત મામલતદાર ૧૯૫૧માં મળેલા ખરા ! બાકી તો એટલી જ ખબર છે કે એ સુરતમાં અને અમદાવાદમાં કલેકટર હતા બઢતી બાદ લાંબા સમય સુધી સેટલમેન્ટ કમિશનર રહ્યા. તે જમાનામાં આ જગ્યાનું ઘણું મહત્વ હતું. કેટલાક સચિવોથી સિનિયર હોવા છતાં તેમને સચિવાલયમાં નિમ્યા નહિ. કારણ કે એ આખાબોલા હતા ! કહેવાય છે કે એક વાર સચિવાલયમાંથી એક મુદ્દા ઉપર તેમનો અભિપ્રાય માંગેલો. જવાબ આપવામાં વધારે વિલંબ થયો. એટલે તેમના આસિસ્ટન્ટે તેમને યાદ કરાવ્યું. એમણે જવાબ આપ્યો, 'એમને કહી દો કે એન્ડરસનનો અભિપ્રાય જોઈતો હોય તો તેમણે વાટ જોવી પડશે !'
એન્ડરસનની કારકિર્દી વિષે માહિતી મળતી નથી. પણ એમણે લખેલાં અને સંપાદન કરેલાં પુસ્તકો ઉપરથી તેમની તેજસ્વી બુદ્ધિ ચીવટ, અભ્યાસ અને વ્યવહાર દક્ષતાનો ખ્યાલ આવે છે. એમણે રેવન્યુ એકાઉન્ટસ મેન્યુઅલની સંવર્ધિત અદ્યતન આવૃત્તિ તૈયાર કરી એક સૈકાથી તે મહેસુલ વહીવટનું 'બાઇબલ' રહ્યું છે. ખાતાકીય પરીક્ષાઓમાં તેનું પેપર પુસ્તક વિના લખવાનું અને તેની મૌખિક પરીક્ષા પણ ખરી. તેમાં ગામથી માંડીને રાજ્યકક્ષા સુધીના હિસાબો અને ઇન્સ્પેકશન સહિતની ઝીણવટભરી સૂચનાઓ છે. અને ગામના દરેક ખેતરના ક્ષેત્રફળ, ઉપયોગ, મહેસુલ અને માલિકી હકની તમામ વિગતોની જોગવાઈ છે. નવાઈ એ છે કે આને માટે એક કલ્પિત ગામ, તેનો વિગતવાર નકશો અને તમામ આંકડા હિસાબના તમામ નમુનાઓમાં સુસંગત આપ્યાં છે ! આજે સમગ્ર ગ્રામ જનતા જેને સારી રીતે પિછાણે છે તે નમુનો ૭/૧૨ એન્ડરસનની દેણ છે. આ સિવાય મુંબઇ રાજયના જમીન વહીવટ અંગેનું 'રેડ મેન્યુઅલ' લેન્ડ રેવન્યુ રૃલનું વિશદ પુસ્તક, અને સંક્ષિપ્ત પણ સર્વગ્રાહી કચેરીની કાર્યવાહી તેમનાં અગત્યનાં પુસ્તકો છે. તેમના છેલ્લા પુસ્તકની પ્રસ્તાવના એ નિવૃત્તિ પૂર્વેની રજા ઉપર ઇંગ્લેન્ડમાં હતા ત્યારે ૧૯૩૦માં લખી છે.
પુનાની તેમની ઓફિસમાં તેમણે હાથે લખેલી તમામ નોંધો એકત્રિત કરીને એક ફાઇલમાં સાચવી રાખી હતી. તેમાં એક પાના ઉપર મોટા અક્ષરે લખેલી નોંધે ધ્યાન ખેંચ્યું. એમાં એમણે પ્રશ્ન કરેલો. સરકારી-ઓફિશિયલ પત્રવ્યવહારમાં, 'સર', 'યોર્સ ફેઇથફુલી' C/o જેવાં સંબોધન સમાપત શા માટે કરવાં ? ઉપર સંબોધિત અધિકારીનો અને નીચે પ્રેષકનો હોદ્દો લખ્યો હોય એટલે બસ ! આશ્ચર્ય એ વાતનું કે આખા મુંબઈ ઇલાકાના મહેસુલી વહીવટ માટે જવાબદાર ટોચનો અધિકારી ચાર શબ્દોની કરકસર જેવી નાની વાતની પણ ચિંતા કરે ! પણ આ જ તો અંગ્રેજોની વહીવટી કુશળતાનું રહસ્ય હતું. એન્ડરસનના મેન્યુઅલમાં જરૃર મુજબ થોડા સુધારા વધારા થયા છે. પણ પાયામાં તેમની 'સિસ્ટમ' અકબંધ છે. કમનસીબે અમલમાં ઘણાં ગાબડાં પડયાં છે.
એન્ડરસને માત્ર હિસાબી પદ્ધતિ જ નહિ, તેના અમલ માટેની ઉત્તમ સંહિતા જ નહિ, પણ (કોમ્પ્યુટર વગરના) તે જમાનામાં એક સંપૂર્ણ એમ.આઇ.એસ. (મેનેજમેન્ટ ઇન્ફરમેશન સિસ્ટમ) આપી. અને સાથો સાથ દરેક આમ ખેડુતને તેના હકના પુરાવા ઘર આંગણે જ મળે તેવી વ્યવસ્થા કરી. એમના નામનું કોઈ વિશાળ સ્મારક રચાયું નથી, પણ દરેક ખેડુતના મોંએ રમતા 'સાત-બાર' એમનું જીવંત સ્મારક છે !

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved