Last Update : 11-April-2012, Wednesday
 

‘વ્હેર ધેર ઈઝ એ વીલ ધેર ઈઝ એ વે’

તારી અને મારી વાત -હંસલ ભચેચ

 

ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. પરિણામોની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. દરેક વિદ્યાર્થીએ ખાસ કરીને બારમા ધોરણના એક લાખ ઉપરની સંખ્યામાં પરીક્ષાર્થીઓએ આખા વરસ દરમિયાન જે મહેનત કરી અને વિદ્યાભ્યાસ પાછળ સમય ગાળ્યો હશે, તેનું પરિણામ જાહેર થશે. આ પરિણામના પહેલા અને પછીના સમય ગાળા દરમિયાન મોટાભાગના વિદ્યાર્થીઓ, આ પરિણામનો એટલો મોટો હાઉ બનાવી દે છે કે, તેઓ અને તેમના વાલીઓ ભયંકર તનાવગ્રસ્ત રહે છે. આ સમયગાળા દરમિયાન ઘણીવાર ઓછું પરિણામ આવશે, એ કારણે વિદ્યાર્થીઓ અને વાલીવર્ગ નિરાશ થઈ જતા હોય છે. મોટાભાગના પરિણામ ઓછું આવતા, આ જંિદગીનો અંત છે, જાણે તમારું જીવન અટકી જશે. એ રીતે જીવનમાં નાસીપાસ થઈ જતા હોય છે. એટલે જ આજે વાત કરવી છે એવી ત્રણ જુવાન વ્યક્તિઓની જેના જીવનમાં બોર્ડ નહિ પરંતુ ઇશ્વરના બોર્ડે જ તેમને ઓછા માકર્‌સ આપ્યા છે. જે યુવતી અને યુવાનો નાનપણથી જ સામાન્ય જીવન પણ જીવી શકવા સક્ષમ ન હોવા છતાં, તેમણે પોતાની શક્તિઓનું સંકરણ કરી, જીવનમાં પ્રગતિ કરી છે. એટલે આ લેખ ખાસ કરીને બારમા ધોરણના વિદ્યાર્થીઓ કે જે પરીક્ષા આપી ચૂક્યા છે અને હવે પછી આવતે વર્ષે બારમા ધોરણની પરીક્ષા આવશે તેઓ અને તેમના વાલીઓ માટે છે. કે જેઓ નિરાશાને અંત્યત બંિદુ ગણી જીવનની પ્રગતિ અટકાવી ના દે.
ચેન્નાઈની ભાવના બટ્ટાને નાનપણથી જ ‘એન્થેલોઈડ સેરીબલ પાલ્સી’ નામનો રોગ હતો. આ રોગ નાના બાળકોમાં જોવા મળે છે. જેના કારણે બાળકો ચાલી શકતા નથી કે, બોલી પણ શકતા નથી. ભાવના પણ આ રોગને લીધે બોલી પણ નથી શકતી કે ચાલી પણ નથી શકતી. પરંતુ તેના માતા-પિતા, તેમાં ખાસ કરીને તેની માતા નિરાશ ના થઈ. તેણે નક્કી કર્યું કે, ભાવનાને વ્હીલ ચેરમાં રાખીને પણ તે સ્કુલમાં મોકલશે અને ધીરે ધીરે ભણાવશે અને માતાના મનોબળે ભાવનાના મનોબળને ડબલ મજબૂત કર્યું. (માતાએ ક્યારેય જીવનમાં નિરાશ ના થવું જોઈએ. એ સંતાનોની તાકાત છે, અને પ્રેરણાનું સ્રોતબળ છે. ભાવના અને તેની માતાએ નક્કી કર્યું કે ભાવના તેના જીવનમાં કુદરતે આપેલી મુશ્કેલીને અડચણ રૂપ ગણી, પાછી નહિ પડે અને ભણતર જરૂર પૂરું કરશે. ભાવનાના બુલંદ હોંસલા તો જુઓ ! તેણે આ પ્રકારની શારીરિક ખોડ હોવા છતાં, શહેરની સામાન્ય શાળામાં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે ભણવાનું નક્કી કર્યું. બે ત્રણ શાળાઓએ તેણીને એડમીશન આપવા માટે ઇનકાર કરી દીધો પરંતુ ભાવનાએ પોતાનું મનોબળ મક્કમ કરી, પોતાના નિર્ણયમાં અફર રહી. ભાવના અને તેના માતા-પિતા ચેન્નાઈને સ્કુલે સ્કુલે ફર્યા. મીશનરીની ગર્લ્સ સ્કુલે તેને એડમીશન આપવાની તૈયારી બતાવી અને ભાવનાએ શિક્ષણ જગતમાં કદમ માંડ્યા. અને પછી તેણે પાછા વળી જોયું નહિ, શાળાનું શિક્ષણ પણ પૂરું કર્યું અને નોર્મલ કોમર્સ કોલેજમાં જઈ, કોર્પોરેટ સેક્રેટરીએટશીપમાં, બી.કોમ કર્યું. આજે ભાવના પોતાનું બુટીક ચલાવે છે, ચેન્નાઈની ફેશન ડીઝાઈનમાં જાણીતી ઓર્ગેનિક સીલ્ક ડિઝાઈનની ફેશન ડીઝાઈનર ગણાય છે અને સાથે કંપની સેક્રેટરીએટના કલાસ પણ લે છે.
માતા અને દીકરી બન્ને એક વાત કહે છે, અમે નીરાશાથી ઘેરાઈ ક્યારેય હતાશ થયા નહિ, ફક્ત ચાલવાનું જ પસંદ કર્યું.
બીજો કિસ્સો છે, બેંગ્લોરના ઇકબાલ અઝીમનો. અઝીમને નાનપણથી જુવેલીયન આર્થરાઈટીસ હતો. આને લીધે તેને આંખોની તકલીફ રહેતી હતી. આંખે સંપૂર્ણ દેખાતું નહિ, પરંતુ કામ ચાલી જતું. ધીમે ધીમે કરીને ઇકબાલ બારમા ધોરણ સુધી પહોંચ્યો. ભણવામાં હોંશિયાર ઇકબાલને બારમા ધોરણ પછી, હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી, હોટેલીંગ બિઝનેસમાં આગળ વધવું હતું. પરંતુ બારમા ધોરણની અધવચ્ચે જ વર્ષમાં તેને જુવાલીયન આર્થરાઈટીસનો સખત એટેક આવ્યો અને ઇકબાલે પોતાની આંખોની રોશની ગુમાવી. તેની આંખોની રોશની તો જતી જ રહી, પરંતુ બારમા ધોરણનો અભ્યાસ પણ છૂટી ગયો, ઇકબાલના સપનો રોળાઈ ગયા અને એના જીવનમાં અંધકાર છવાઈ ગયો. ઇકબાલને પણ તેની માતાનો સબળ સાથ મળ્યો. ઇન્ટરનેટ પરથી વાંચી અને બ્રેઈલલીપી શોધી ઇકબાલની માતાએ તેને ફરી અંધજનોની જેમ જીવતા શીખવાડવા માંડ્યું. ઇકબાલે પણ નીરાશ થયા વગર પોતાના અંદરની શક્તિઓનું સંકરણ કરી જાતે ચાલવા શીખ્યો, તેણે તેના જીવનમાં આવતી દરેક મુશ્કેલીને હકારાત્મક અભિગમ વડે પાર પાડવા માંડી. દ્રઢમનોબળની કટાર વડે, મુશ્કેલીને કાપવા માંડી ને આગળ વધવા માંડ્યું. ઇકબાલે બ્રેઈલ લીપી શીખી અને કોમ્પ્યુટરમાં આગળ અભ્યાસ કર્યો. ટેકનોલોજીની મદદથી તેણે કોમ્પ્યુટરના કીર્સેસીસમાં માસ્ટરી મેળવી અને આજે બેંગ્લોરની એક કંપનીમાં તે કાઉન્સીલર તરીકે, અને સલાહકાર તરીકે નોકરી કરે છે.
ઇકબાલ અને તેની માતા જણાવે છે કે, મુશ્કેલ પરિસ્થિતિમાં તેમણે નીરાશાનું મોટું જાળું ગુંથવાને બદલે અનેકવાર તુટવા છતાં, આશાનું જાળું ગુંથ્યે રાખ્યું જેણે ઇકબાલની જંિદગી તારી.
મઘ્યપ્રદેશમાં ભોપાલમાં રહેતા રીતેશ સીન્હા સ્કુલે સ્કુલે દર દર ભટકે છે પણ તેને એડમીશન મળતું નથી. કારણ કે તે પણ સેલીબલ પાલ્સી રોગનો શિકાર છે. રોહિત નાનપણથી જ દ્રઢ મનોબળવાળો. તે માને છે કે ભગવાને જે જીવન આપ્યું છે, તે આશાથી અને આનંદથી જીવવું. આ પરિસ્થિતિથી પડી ભાંગતા તેના માતા-પિતાને તે આટલી નાની ઉંમરમાં પણ કહેતો કે આ પરિસ્થિતિમાં પણ હું સ્નાતક સુધીનો અભ્યાસ જરૂર પૂરો કરીશ. સામાન્યવર્ગના માતા-પિતા આશાના કિરણ સામે રીતેશ સામે જોઈ રહેતા. પહેલા ચાર ધોરણ હેન્ડીકેપની શાળામાં ભણ્યા પછી, રીતેશે સામાન્ય વિદ્યાર્થીઓ જે શાળામાં ભણે ત્યાં એડમીશન મેળવવા પ્રયત્ન કર્યો. શરૂઆતમાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. સામાન્ય વિદ્યાર્થીઓ સાથે તેને બેસવાની મનાઈ ફરમાવવામાં આવતી, સ્કુલ પોતાની ખ્યાતિ (રેપ્યુટેશન)ની પરવા કરતા. પણ હારે તે રીતેશ શાનો ! ખૂબ મથામણ, ટ્રસ્ટી અને આચાર્ય સામેના વિવાદો પછી રીતેશને એક શાળામાં એડમીશન મળ્યું અને તેની શિક્ષણની ગાડી સડાસડ ચાલી. રીતેશે કોમ્પ્યુટરમાં બીસીએ કર્યું અને આજે તે કોમ્પ્યુટર સેન્ટર ચલાવે છે.
રીતેશ હંમેશા એમ જ કહે છે કે, વ્યક્તિની મનની આંતરિક મજબૂતાઈ અને આત્મવિશ્વાસ, જીવનની તાકાત બનીને કોઈપણ શારીરિક અસમર્થતાને પહોંચી વળે છે.
આ ત્રણેને કેવીનકારી એવોર્ડ આપવામાં આવ્યા છે.
સામાન્ય રીતે આપણા સમાજમાં ધોરણ બારને જાણે વાઘની બોર્ડ તરીકે ચીતરવામાં આવી છે. ધાર્યું પરિણામ ના આવતા, બાળકો એટલી હદે નીરાશ થઈ જાય છે કે, ડીપ્રેશનનો ભોગ બને છે, અથવા વધારે સેન્સીટીવ વિદ્યાર્થીઓ ક્યારેક આત્મહત્યાનો પણ સહારો લે છે. વિદ્યાર્થી તો આ નીરાશામાં ખરા જ પણ જોકે, વાલીઓ પણ ઘરમાં મૃત્યુ સમા શોકનું વાતાવરણ ઊભું કરી દે છે. આ લાંબે ગાળે યુવાન/યુવતીની નુકસાન કરે છે.
ત્યારે આ ઉપરના દ્રષ્ટાંતો પરથી વિદ્યાર્થીઓએ ખાસ સંદેશ લેવા જેવો છે કે, બારમા ધોરણનું તો પરિણામ ફક્ત એક જ વાર ધાર્યા કરતાં ઓછું આવે છે. આ પછી એ વાત સાચી કે, એના ઉપર વિદ્યાર્થીની કારકિર્દીનો આધાર હોય છે. પરંતુ એક દિશા ના મળતા, બીજી અનેક દિશાઓ તેમને માટે ખુલ્લી હોય છે, છતાં વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે. જ્યારે આ દ્રષ્ટાંતોવાલી યુવતી/યુવાનો તો સંપૂર્ણ શારીરિક વિકટ પરિસ્થિતિનો સામનો કરીને બહાર આવ્યા છે. તેઓ પોતાની લાચાર પરિસ્થિતિમાં હિમ્મત તો ગુમાવી બેઠા. ખાસ કરીને તેમની માતાઓએ મજબૂત મન કરીને બાળકોને ટેકો આપ્યો જેને લીધે તેઓ સફળ થઈ શક્યા.
ટૂંકમાં આ લેખનું તાત્પર્ય એટલું જ છે કે, પરિણામના મહિના પહેલા મનોમંથન કરો. ખાસ કરીને માતાઓ તેમના બાળકોને કોઈપણ નકારાત્મક પરિસ્થિતિમાંથી, હકારાત્મક પરિસ્થિતિમાં વિચારતા શીખે. આપણામાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. આ મનને વિદ્યાર્થી અને વાલીઓ મજબૂત બનાવે કારણ કે વહેર ધેર ઈઝ વીલ ધેર ઈઝ અ વે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved