Last Update : 11-April-2012, Wednesday
 

કાનમાં આવતા ભાતભાતનાં અવાજનો દેશી ઈલાજ

સ્વસ્થવૃત્ત

આયુર્વેદમાં કાનમાં થતાં મુખ્ય રોગો ૨૮ પ્રકારનાં બતાવ્યા છે. નવા જમાનાનાં એજ્યુકેટેડ યુવાનો માથાની ખાસ કાળજી રાખતાં નથી. ચોમાસુ, સખત શિયાળો અને સખત ઉનાળામાં કાનનાં આરોગ્યની પરવા કર્યા વિના ખુલ્લા માથે બાઈક, સ્કુટર કે કાર પૂરઝડપે ચલાવતાં હોય છે. આ ઉપરાંત કેટલીક સુધરેલ વ્યક્તિઓ પણ ચાવી પેન વિગેરે કાનમાં નાંખી ફેરવે છે અને કાનનાં રોગનો ભોગ બને છે. વાતપ્રકોપ કરે એવા આહારથી અને ઠંડા ભેજવાળા પવનનાં અતિ સેવનથી, શબ્દવાહિની નાડી વિકૃત થવાથી કર્ણનાદ નામનો રોગ ઉત્પન્ન કરે છે. દ્વઙ્ઘીપ્‌લ ઝ્‌થ - દ્વઢેંહ્લઽ્‌ઽ દ્વઙ્ઘીશહ્વ્‌્‌યઽથ ૠશપ્રઽ્‌ શ્ન્‌પ્‌લ ેંશ્નેંશ્નષ્ૈ્‌ઃ જ્ઞ્શ્નઙ્ઘઊં કોપેલા વાયુ કાનની શબ્દવાહિની નાડીઓમાં ભરાય એટલે જાતજાતનાં અવાજ સંભળાય તેને કર્ણનાદ રોગ કહેવાય છે. ભેરી મૃદંગ, શંખનાદ, ભ્રમર કુંજન વિ. ભાતભાતનાં અવાજો સંભળાય છે. આ અનૈચ્છિક વાજીંત્રના અવાજથી વ્યક્તિ વ્યાકુળ બને છે. પિત્ત યુક્ત થયેલ વાયુ કાનમાં વાંસ વાંસથી જેવા અવાજ ઉત્પન્ન કરે છે એને કર્ણક્ષ્વડે રોગ કહે છે. આ વ્યાધિમાં વાયુપિત્ત પ્રકૂપિત હોય છે અને કફનો અનુબંધ હોય છે.
કોઈપણ જાતના વાંજિત્ર કે વાંસળી વિના કર્ણપ્રિય સૂર કે ભાતભાતનાં વિચિત્ર અવાજ સંભળાયા કરે ત્યારે મનમાં વિચિત્ર સ્થિતિ પેદા થાય છે. આજુબાજુ નિરવ શાંતિ હોય છતાં ભાતભાતનાં અવાજ સંભળાયાનો અનુભવ થાય છે. કોઈને દેડકા કે કાગડા જેવા પશુપક્ષીઓનાં વિચિત્ર અવાજ સંભળાય છે. આ બઘું કાનમાં રૂ વગેરે ભરાવી બંધ કરવા છતાં સંભળાય છે. રાત્રે શાંત વાતાવરણમાં વધારે અનુભવી શકાય છે. આ વ્યાધિ કોઈ વખત અનેક ઉપચારો કરવા છતાં મટતો નથી ત્યારે પણ આયુર્વેદનાં ઉપચારો કારગત નીવડે છે. આઘુનિકોનાં ટીનીટસ (્‌ૈહૈોજ) અને ઓડીટરી હેલ્યુસિનેશન્સ (છેર્ગૈાિઅ રચનનેબૈર્હીૌહજ) સાથે સરખાવી શકાય.
બીજા રોગનાં લક્ષણરૂપે પણ આ વ્યાધિ જોવા મળે છે. વધારે પડતો દારૂ પીવાથી, કવીનીન, સ્ટ્રેપ્ટીમાઈસન જેવી દવાઓની આડઅસરથી, મગજનાં વ્યાધિ કે જે હીયરીંગ સેન્ટર પર અસર કરે છે (બ્રેઈન ટ્યુમર વગેરે) હીસ્ટેરીયા, વિશેષ પ્રકારનાં ગાંડપણ, હાઈબ્લડપ્રેશર, હુકવર્મ અને જૂની શરદી વગેરેથી લક્ષણરૂપે કાનનો આ રોગ થાય છે. આ લક્ષણરૂપે થતાં વ્યાધિમાં મૂળ રોગની ચિકિત્સા સાથે સાથે કરવી પડે છે.
આ વ્યાધિમાં વાયુ પિત્ત પ્રકુપિત થાય નહીં એવો આહાર લેવો. મઘુર, બલ્ય, વાતપિત્તશામક ઔષધો લેવા, દશમૂળ ક્વાથ સવારસાંજ લેવો. શતાવરી યષ્ટીમઘુ, અશ્વગંધા સમભાગે મેળવવું. આમાંથી ૩ ગ્રામ સવાર સાંજ હીંગકપુર્રવટી સાથે લેવું. સારિવાદિવટી જમ્યા પછી લેવી. આ વ્યાધિમાં કાનનાં ટીપાનું મહત્વ ઘણું જ છે. (૧) અધેડાનાં પંચાંગ કલ્કથી સિદ્ધ કરેલા તેલનાં ટીપા નિયમિત નાંખવા (૨) બકરાનાં મૂત્રમાં સંિધવ ઉમેરી ગરમ કરવું, પછી એના ટીપાં નાંખવા. કોઈપણ એક તેલના ટીપાં વાપરવા, બિલ્વાદિ તેલ કે હંિગ્વાદિ તેલ બઝારમાં મળે છે એનાં ટીપા નાંખવા. કાનની આજુબાજુ આવેલ પોઈન્ટ પર એક્યુપંકચર કરવાથી સારી એવી રાહત મળે છે. કાનમાં મેલ કે રસી આવતી હોય તો એની ચિકિત્સા કરવી.
કોઈ સેન્સીટીવ દર્દીને એન્ટીબાયોટિક અને ક્ષયવિરોધી ઔષધોના સેવનથી કાનમાં બહેરાશ અને ભાતભાતના અવાજ શરૂ થાય છે. આવા સમયે ઔષધો બંધ કરી, ચિકિત્સકની સલાહ લેવી.
- શાંતિભાઈ અગ્રાવત

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved