Last Update : 11-April-2012, Wednesday
 

શાંતિપાઠનો વિચાર

 

એકલું શાંતિ શાંતિ બોલવાથી કે શાંતિના જપ કરવાથી કે બહુબહુ તો શાંતિનું ઘ્યાન ધરવાથી કાંઈ શાંતિ મળે ? બરાબર છે. તે શંકા સાવ ઉડાવી દેવા જેવી નથી પરંતુ સ્વાભાવિક છે. તેની પાછળ વિવેકપૂર્વકની ગણતરી ને અનુભનું પીઠબળ રહેલું છે. આપણું ઘણુંખરું કર્મ ઉપરચોટિયું, સમજ કે વિવેક વગરનું ને તત્ત્વજ્ઞાન પોપટિયું થઈ ગયું છે. કર્મમાં ભાવના રહી નથી, ને જ્ઞાનમાં આચારનો આગ્રહ જેવો ને જેટલો જોઈએ તેવો ને તેટલો સચવાતો નથી.
માણસો કેટલા શાંતિઃ શાંતિઃ શાંતિઃના જપ કરે અથવા તો શાંતિપાઠ બોલીને બેસી રહે તેથી કાંઈ જ વિશેષ હેતુ સરવાનો સંભવ નથી. તરસ્યો માણસ પાણી પાણીનો મંત્ર જપે તેથી કાંઈ જ વિશેષ હેતુ સરવાનો સંભવ નથી. તરસ્યો માણસ પાણી પાણીનો મંત્ર જપે તેથી કાંઈ તેની તરસ ટળે છે ? હા, તેનો અવાજ સાંભળીને કોઈ તેને પાણી લાવી આપે તે બરાબર, પણ તે પાણી તેણે પીવું તો જોઈએ જ.
પીવાની ના પાડે કે મહેનત ન કરે તો તેની પ્યાસ ન જ ટળે. તેવું જ શાંતિના સંબંધમાં સમજી લેવાનું છે. પોતાને શાંતિ મળે તેવી ભાવનાની સાથેસાથે માણસે શાંતિ મળે તેવાં કર્મ પણ કરવાનાં છે.
તો જ તે વહેલો કે મોડો પણ શાંતિનો અનુભવ કરી શકે. તેથી ઊલટું, કોઈ શાંતિની ઝંખના કરે કે ચાહના રાખે પરંતુ જો તેનાં કર્મ તેનાથી વિપરીત હોય, એટલે કે તે એવો પુરૂષાર્થ કરે કે જેને પરિણામે તેના જીવનમાં અશાંતિ જ ફરી વળે તો તેનું શાંતિનું સ્વપ્ન ભાગ્યે જ સિદ્ધ થઇ શકે. સરવાળામાં તેને અશાંતિનો જ અનુભવ કરવો પડે. એટલે ભાવના કે કર્મને જીવનના વિકાસની સાથે તદ્દન નજદીકનો - ગાઢ સંબંધ છે એ વાત વિસરાવી ન જોઈએ. માણસે શાંતિની ભાવનાના સેવનની સાથેસાથે શાંતિમય-શાંતિને વધારવામાં મદદ કરનારાં કર્મોનો પણ આધાર લેવો જોઈએ.
શાંતિપાઠ ઉપનિષદની પોતાની વિશેષતા છે. કેટલાક કવિઓ કાવ્યરચનાની શરૂઆતમાં ને પહેલાંના લેખકો ગ્રંથની શરૂઆતમાં પોતાના ઈષ્ટદેવ અથવા દેનીની સ્તુતિ કરે છે, તે પ્રમાણે ઉપનિષદમાં આંરભમાં શાંતિપાઠની રચના કરવામાં આવી છે. તેમાં સૌના હિત ને સૌને માટેની શાંતિની ભાવના દેખાય છે. એકાંત અરણ્યપ્રદેશમાં વસનારા એ ૠષિઓએ શાંતિની જ ઉપાસના ને ઇચ્છા કરી છે. તેથી શાંતિની ભાવનાથી તે પોતાના સંદેશની શરૂઆત કરે એ સહેજે સમજી શકાય તેમ છે.
પશ્ચિમની ફિલસૂફીમાં એક સુંદર વાક્ય છે. તેનો ભાવ ઘણો સારો છે. જીવો ને જીવવા દો - એ વાક્ય છે તો ઘણું સારું, પણ તેમાં પશ્ચિમની વિચારધારાનો પડઘો પડેલો છે. તે વિચારધારા પહેલાં પોતાનું આસન સુરક્ષિત કરી લે છે - પહેલાં પોતાની ભલાઈ કે સુખાકારીની સામગ્રી એકઠી કરવામાં માને છે.
પછી જો વધારો હોય તો બીજાને વહેંચી આપે છે. પહેલાં જીવો એ ભાવનો ઉપદેશ આપવામાં આવ્યો છે, પછી જીવવા દો કહ્યું છે. અલબત્ત, એ રીતે પણ બીજાના જીવનનો વિચાર કર્યો છે તે સારું જ છે.
પણ ભારતીય ફિલસૂફી કે ભારતીય દ્રષ્ટિ જરા જુદી પડે છે અથવા કહો કે કૈંક આગળ વધે છે. તે તો કહે છે કે બીજાને જિવાડીને જીવો, એટલું જ નહિ, બીજાને માટે મરવું પડે તો મરો પણ, જીવનને ભોગે પણ બીજાને જીવન દો, દધીચિ ને રંતિદેવની જેમ. પોતે સહન કરવું, ઘસાવું કે વેઠવું પડે તોપણ બીજાને જીવનદાન દેવા ને સુખ પહોંચાડવા તૈયાર રહેવાનો આદેશ ભારતીય સંસ્કૃતિનો પોતાનો વિશેષ આદેશ છે. અલબત્ત, બીજાને સુખ આપવામાં સદાચાર કે માનવતાની મર્યાદાનો ભંગ ન થાય તે જરૂર જોવાનું છે. નીતિની મર્યાદામાં રહીને બીજાના સુખ માટે પ્રયાસ કરવાનો છે તે ભુલાવું ન જોઈએ.
આપણે જેનો વિચાર કરીએ છીએ તે શાંતિપાઠમાં આવી ભાવનાનું દર્શન થાય છે. તેમાં શાંતિની જ કામના છે. ૠષિ કહે છે કે સ્વર્ગમાં રહેનારા જીવોને શાંતિની પ્રાપ્તિ થાઓ, આકાશમાં વિહાર કરનારા ને વસનારા જીવોને શાંતિની પ્રાપ્તિ થાઓ, પૃથ્વીમાં સર્વત્ર સુખશાંતિનો ફેલાવો થાઓ, પાણી ને વનસ્પતિમાં રહેનારાં જીવજંતુ ને પશુપંખી સૌને શાંતિની પ્રાપ્તિ થાઓ, આ ઉપરાંત જે બાકી રહ્યા હોય તે બધા જ જીવોને શાંતિની પ્રાપ્તિ થાઓ. ટૂંકમાં કહીએ તો બધે શાંતિ જ શાંતિનો પ્રસાર થાઓ ને તે શાંતિ મને પણ પ્રાપ્ત થાઓ.
શાંતિપાઠમાં આપણને કેવી ઉદાત્ત ને મંગલ ભાવનાનું દર્શન થાય છે ! ૠષિ કહે છે કે ‘આ સંસારમાં યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં વરસાદ વરસ્યા કરો. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાઓ નહિ. પૃથ્વી ધનધાન્ય ને ફળફૂલથી સુશોભિત બનો. દેશ ને દુનિયામાં ચિન્તા, ભય, અશાંતિ ને મુસીબત ઊભાં કરે તેવા પ્રસંગો ન બનો, ને સંસારના બધા જ મનુષ્યો તથા પ્રભુપરાયણ પુરૂષો બધી રીતે નિર્ભય બનો.’
દ્વ્‌લ્ય શ્નીઽઢ હ્લ[ીવ્પ્થ હ્લરૂેંપ્રશ્નફ શિંપ્ૈ્‌્‌ેંલ્ઝફ ળ
યૈ્‌્‌યખ્પ્છ ઢ્ઢ્‌્‌યર્ગ્ઝેંંઽથ ઊં્‌ઝશ્ન્‌છ વ્િંઽઢ ેંઝગ્ીપ્‌છ ળળ
છેલ્લી લીટીમાં મોટે ભાગે ઃ્ર્‌ઙ્ક્‌ઙ્ઘ્‌છ વ્િંઽઢ ેંઝગ્ીપ્‌છ બોલવામાં આવે છે. પરંતુ તેની જગ્યાએ ઊં્‌ઝશ્ન્‌છ વ્િંઽઢ ેંઝગ્ીપ્‌છ સારું લાગવાથી મેં તે જ મૂક્યું છે.
હવે શાંતિપાઠની બીજી ભાવના જોઈએ. તે ભાવનામાં જીવનને મંગલમય કરવાની કામના છે. મનને પવિત્ર ને મંગલમય બનાવવાની સાથેસાથે શરીર ને ઇન્દ્રિયોને પણ અનુક્રમે સુંદર, સુદ્રઢ, સ્વસ્થ ને મઘુમય કરવાની જરૂર છે. તો જ જીવન સંપૂર્ણપણે સુખમય ને ઉત્તમ બની શકે એ વાતનો સ્વીકાર કરીને ઉપનિષદના ૠષિ કહે છે કે ‘અમે સદાયે શ્રદ્ધાથી કલ્યાણકારક વચનો, શબ્દો કે વાતો જ સાંભળીએ, અશ્વ્લીલ કે બૂરા શબ્દોને કાને અડવા પણ ન દઈએ. આંખથી પણ પવિત્ર ને કલ્યાણકારક રીતે જ દર્શન કરીએ ઃ જે જોઈએ તે સારું જ જોઈએ. શરીરને સુદ્રઢ ને સ્થિર રાખીએ. ને અમારે ફાળે જે આયુષ્ય આવે તેને સારાં કામોમાં તથા પ્રભુની પ્રસન્નતા માટે જ વાપરીએ.’
બીજે ઠેકાણે એવી જ ભાવનાનું અનુસંધાન કરતાં કહે છે કે ‘મારા અવયવ ને મારું આખું શરીર બલવાન બનો, વાણી, પ્રાણ, આંખ, કાન ને બીજી બધી ઇન્દ્રિયો બલવાન બનીને જીવનની ઉન્નતિના કામમાં ખપ લાગો. પરમાત્મા કદી મારો ત્યાગ ન કરે તથા હું પણ રોજનાં વ્યાવહારિક કામોમાં અટવાઈ જઈને તેમને ભૂલું નહિ. અમારો સંબંધ સનાતન, ગાઢ ને અતૂટ બની જાય. વેદમાં કહેલા ઉત્તમ ઉપદેશો મારા જીવનમાં સાકાર બને અથવા તો હું ધર્મની મૂર્તિ બની જાઉ.’ ‘પ્રભુ ને પ્રભુની બધી જ શક્તિઓ અમારું બધી રીતે મંગલ કરે...કલ્યાણ જ કરે.’
કલ્યાણ ને શાંતિની આથી વધારે મંગલ ને ઉત્તમ ભાવના બીજી કઈ હોઈ શકે ? તેને જીવનમાં ઉતારવાનો સૌ પ્રયાસ કરે તો જીવન સાચા અર્થમાં જીવન બને - પૃથ્વી પણ પાવન ને મઘુમય બને. પ્રભુ આપણને એ માટે બળ આપે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved