Last Update : 11-April-2012, Wednesday
 

નેપોલિયનની શરમજનક હાર કઈ ?

સત્યની બીજી બાજુ- મૃગાંક શાહ

 

માન્યતાઃ- મગરને કાબુમાં લેવો ખૂબ જ કપરું કામ છે.
હકીકતઃ- આપણે ઘણાં પિકચરોમાં મગર અને હીરોની લડાઈ જોઈ છે અને મગરની તાકાત વિશે આપણે જાણીએ છીએ. આખી ભેંસને મગર એનાં જડબાથી ફોલી ખાય છે એવું પણ આપણે જોયું છે. એકવાર મગરનાં જડબામાં હાથીનો પગ આવી જાય તો હાથી પણ લાચાર થઈ જાય છે. આવા વિકરાળ મગરને કાબુમાં લેવો અશક્ય જ હોય એમ આપણે માની લઈએ તો કાંઈ ખોટું નથી. પણ ના, એ ખોટું છે. એ કેમ ખોટું છે એ આપણે જાણીએ. મગરનાં જડબાને જે બંધ કરે છે એ સ્નાયુઓ એટલાં તો મજબૂત છે કે એક આખી ટ્રક પર્વત પરથી ગબડે ત્યારે જે ધક્કો લાગે એટલું જોર એ સ્નાયુઓમાં હોય છે પણ એનાં જડબાને ખોલવા માટે વપરાતાં સ્નાયુઓ એટલાં નબળા છે કે આપણે એને આસાનાથી આપણાં હાથથી એના મોઢાને પકડી શકીએ છીએ. એટલે જો આપણે એનાં બે જડબાને ફક્ત રબરબેન્ડથી બંધ કરી દઈએ અથવા તો એનાં મોઢા ઉપર એક સાદું રબરબેન્ડ ચઢાવી દઈએ તો એ એનું જડબું ખોલી જ નથી શકતો અને પરિણામે એ કોઈ જ હાનિ કરી નથી શકતો અને આપણા કાબુમાં તરત આવી જાય છે, છે ને કુદરતનો કરિશ્મા? આટલા વિકરાળ અને જોરાવર મગરનું મારણ એક નાનું રબરબેન્ડ!!
માન્યતાઃ- દુનિયામાં સૌથી વઘુ માણસો યુદ્ધમાં મર્યા છે.
હકીકતઃ- હજારો વર્ષોથી સત્તા માટે થયેલાં ધમાસણ યુદ્ધોમાં કેટલાંય મનુષ્યોની કતલ થઈ છે અને એનો આંકડો લાખોમાં નહીં પણ કરોડોમાં થાય છે. માણસોએ જ બીજા માણસોની જે કત્લેઆમ કરી છે એવું બીજા કોઈ પ્રાણીએ કર્યું હોવાનું જાણમાં નથી. નરસંહાર એ જીવનનો એક ભાગ બની ગયો છે. હંિસા હવે સ્વાભાવિક થઈ ગઈ છે. દુનિયામાં દરેક મિનિટે ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલ્યા જ કરે છે પણ છતાંય દુનિયામાં સૌથી વઘુ મૃત્યુ યુદ્ધને કારણે નથી થતાં પણ કામને કારણે થાય છે! હા આજીવીકા મેળવવા કરવા પડતાં કામને કારણે! દર વર્ષે વીસ લાખ લોકો કામ પર થતાં અકસ્માતો અને રોગોને કારણે મૃત્યુ પામે છે. જ્યારે દર વર્ષે યુદ્ધોને કારણે થતાં મૃત્યુની સંખ્યા ૬,૫૦,૦૦૦ જેટલી છે. કામોમાં સૌથી વઘુ મોત ખેતમજૂરીમાં થાય છે. બીજો નંબર ખાણનો આવે છે અને ત્રીજો નંબર બાંધકામનાં કામોનો આવે છે.
હાઈટ પરથી પડી જવાથી થતાં મૃત્યુનો પ્રથમ નંબર આવે છે લગભગ ૧૨ ટકા લોકો આ રીતે મરે છે. આ ડેટા ડકવર્થ સ્કેલ પરથી કાઢવામાં આવ્યા છે.
માન્યતાઃ- નેપોલીયનની સૌથી શરમજનક હાર વોટરલૂમાં થઈ હતી.
હકીકતઃ- વોટરલૂની હાર નેપોલીયન માટે બહુ મોટી અને આઘાતજનક હાર હતી એની ના નહીં એ હાર પછી નેપોલીયનનું સામ્રાજ્ય ભાંગી ગયું અને નેપોલીયન બંદી બની ગયો અને એ પોતે પણ તૂટી ગયો પણ તોય આ એની સૌથી શરમજનક હાર નહોતી. ઈ.સ. ૧૮૦૭માં નેપોલીયનનો સૂર્ય માથા પર તપતો હતો ત્યારે એણે ફ્રાંસ, રશિયા અને પર્સીયા સાથે શાંતિ સમાધાનની સંધિ પર દસ્તખત કર્યા હતા, અને જ્યાં આ દસ્તખત થયા એ ટાપુનું નામ ટીલસીટ હતું. આ પ્રસંગ ઊજવવા માટે એણે ઉંદરોનો શિકાર કરવાની ઈચ્છા એનાં ઓફીસરને જણાવી. ઓફિસરે હજારો ઉંદરોને એકઠા કરીને છોડી દીધા. થયું એવું કે એ ઉંદરો એવું સમજ્યા કે નેપોલીયન એમને ખાવાનું આપવા આવ્યો છે એટલે એ બધાં નેપોલીયન પાછળ પડી ગયા અને નેપોલીયનને એટલું બઘું ભાગવું પડ્યું કે એ એની જીંદગીમાં ક્યારેય નહોતો ભાગ્યો. બોલો થઈને શરમજનક હાર!
ડ્રાયફુટઃ- ચંદ્રની યાત્રા વખતે વજન ઘટી જતું અનુભવાશે એવું બીશપ ફ્રાંસીસ ગોડવીન નામનાં વ્યક્તિએ એક પુસ્તકમાં છેક ૧૬૩૮માં લખેલું છે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved