Last Update : 11-April-2012, Wednesday
 

ભારત વિશ્વનો સૌથી ઢીલો દેશ છે ?

- જે પ્રાણીઓ ફકત માંસભક્ષી છે એમનામાં મીઠો સ્વાદ પારખવાની સ્વાદગ્રંથિનો ધીરે ધીરે નાશ થાય છે.

* દેશના એક સૌથી શક્તિશાળી મહિલા રાજકારણી મમતા બેનર્જીને તમે પ્રેમ કરી શકો કે ધિક્કારી શકો, પરંતુ અવગણી શકો નહીં. ભલભલાને ફફડાવતાં મમતા બેનર્જીની અંગત જીંદગી વિશે બહુ ઓછી વાત બહાર આવે છે. અને બહુ ઓછાને ખબર છે કે મમતાદીદીને ચમત્કારો અને અગમનિગમમાં ભારે શ્રઘ્ધા (કે અંધશ્રઘ્ધા) છે. સૂપરનેચરલ પાવરમાં પોતાના વિશ્વાસને વ્યાજબી ઠેરવવા માટે તેઓ એક દાખલો આપે છે ઃ હું જયારે કિશોર અવસ્થામાં હતી ત્યારે મારા પિતાજી ખૂબ બિમાર પડયા અને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. ડૉકટરે કહ્યું હતું કે ૪૮ કલાક ખૂબ કટોકટીવાળા છે. એમનું ઓપરેશન થયું અને ૪૮ કલાક સહીસલામત નીકળી ગયા એટલે હું અને મારી મા ઘરે આવ્યા અને મારી માએ કપડા બદલી નવી સાડી પહેરી. મેં કહ્યું સફેદ સાડી શું કામ પહેરે છે? ઘરમાં બીજી સાડી નથી? એણે કહ્યું કે સાડીનો રંગ સફેદ નથી, આછો ગુલાબી છે. બપોરનો સમય હતો, થાકને કારણે મને ઝોકું આવી ગયું. એકાએક મારી માએ મને ચાર વાગે ઊઠાડી અને કહ્યું કે તારા બાબા હમણાં અહીં હતા અને એમણે મને કહ્યું કે, હું હવે તમને છોડીને કાયમ માટે જઇ રહ્યો છું, તમારી કાળજી રાખજો. મને નવાઇ લાગી. થોડી મિનિટો પછી જ હોસ્પિટલથી સંદેશો આવ્યો કે બાબાનું અવસાન ૨.૩૦ વાગે થઇ ગયું! આવા તો ઘણા ચમત્કારિક કિસ્સાઓનો અનુભવ મને છે.
* અમેરિકા ખાતેના દક્ષિણ એશિયાના નિષ્ણાત એશ્વ્લેટેલીસનું માનવું છે કે ભારત વિશ્વનો સૌથી ઢીલો દેશ છે. આતંકવાદ અને સુરક્ષા બાબતે ભારત એટલું પોચું છે કે આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓને ચઢી વાગ્યું છે અને ભારતની ઢીલી નીતિઓને કારણે વિશ્વના બીજા દેશોએ પણ સહન કરવું પડે છે.
* વિવેક એકસપ્રેસ નામની ટ્રેન દક્ષિણ ભારતના કન્યાકુમારીથી આસામના દિભૂ્રગઢ સુધીનું ૪૨૮૪ કિ.મી.નું અંતર કાપનારી સૌથી લાંબા અંતરની ટ્રેન છે. આટલું અંતર કાપતા વિવેક એકસપ્રેસને ત્રણ રાત અને ચાર દિવસ થાય છે. વિવેક એકસપ્રેસ ટ્રેન કન્યાકુમારીથી આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પં. બંગાળ, નાગાલેન્ડ અને આસામ જેટલા રાજયોમાંથી પસાર થાય છે.
* લેટીન અમેરિકામાં મોટા ભાગના પાદરીઓ બંદૂક જેવો હથિયારો રાખે છે. કારણ? શાસકો અન્યાયી થાય તો એમની સામે બંદૂકનો ઉપયોગ થઇ શકે!
* લગભગ દરેક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ પર દરરોજ સવારે એક કહેવાતા ‘બાબા’ આવે છે અને એમના નિર્દોષ ભકતોને મુશ્કેલીમાંથી બહાર આવવાના નૂસખા બતાવે છે. આવા નૂસખા સાંભળીને હસવું કે રડવું એ સમજાતું નથી. કેટલાક નમૂના ઃ સાત દિવસ સુધી નિયમિત બરફના ગોળા ખાવ, ૧૦૦-૨૦૦ રૂપિયાની કંિમતના ગોગલ્સ પહેરવાને બદલે ૧૦૦૦ રૂપિયાથી વઘુ કંિમતના ગોગલ્સ પહેરો, નવો કોટ સીવડાવીને પહેરો, છ રસગુલ્લા ખાવ અને જો રસગુલ્લા નહીં ભાવતા હોય તો કોઇને દાન કરો, કાર ચલાવતા શીખો... વગેરે વગેરે. આવું બઘું કરો એટલે તમારી સઘળી સમસ્યા દૂર થઇ જશે!
* ક્રિકેટ કે કોઇ રમતનું એક જ મેદાન બે અલગ અલગ દેશોમાં વહેંચાયેલું હોય એ સાંભળ્યું છે? અમેરિકાના કેનડા બોર્ડર પર આવેલા ઉત્તર ડાકોટામાં એક ગોલ્ફકોર્સ છે જેનો કેટલોક ભાગ ઉત્તર ડાકોટામાં અને કેટલોક ભાગ કેનેડામાં છે!
* આપણે ત્યાં સામાન્ય માન્યતા છે કે બિલાડીને મીઠું દૂધ બહુ ભાવે છે, પરંતુ બ્યૂચેમ્પ નામના વિજ્ઞાનીએ શોઘ્યું છે કે ઘરેલું કે જંગલી બિલાડીઓની મીઠી (સ્વીટ) વસ્તુ ચાખવાની સ્વાદગ્રંથી કાળક્રમે નાશ પામી છે એટલે એમની મીઠી વસ્તુઓ સ્વાદ ખબર પડતો નથી. જે પ્રાણીઓ ફકત માંસભક્ષી છે એમનામાં મીઠો સ્વાદ પારખવાની સ્વાદગ્રંથિનો ધીરે ધીરે નાશ થાય છે.
* મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને હમણાંના કેન્દ્રીય પ્રધાન વિલાસરાવ દેશમુખને એમના ફિલ્મી સંબંધોને કારણે ફાયદો પણ થયો છે અને નુકસાન પણ થયું છે. વિલાસરાવના મોટા દિકરા અમીતે મરાઠી સિરિયલની જાણીતી અભિનેત્રી અદીતી ઘોરપડે સાથે લગ્ન કર્યા છે. (બાય ધ વે વિલાસરાવના પત્ની વૈશાલીબેન સિરિયલ અને અદીતીનાં ચાહક હતા) વિલાસરાવનાં અભિનેતા પુત્ર રીતેશે જેનિલિયા ડિસોઝા સાથે ગયા મહિને અને ત્યાર પછી તરત એમના ત્રીજા પુત્ર ધીરજે, નિર્માતા વશુભગનાનીની દીકરી સાથે લગ્ન કર્યા. મુંબઇ પરના આતંકવાદી હુમલા પછી દિગ્દર્શક રામગોપાલ વર્માને પોતાની સાથે હુમલાનો ભોગ બનેલી તાજ હોટલમાં આંટો મારવા લઇ જવા બદલ એમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપવું પડયું હતું અને હવે એમણે નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઇને મુંબઇના ગોરેગાંવ વિસ્તારમાં સસ્તા ભાવે આપેલી જમીનના મામલે મોટો વિવાદ થયો છે.
* આજકાલ ફેસબૂકનો ક્રેઝ ફકત યુવાન-યુવતીઓ, પત્રકારો કે વ્યવસાયિકોને જ નહીં, પરંતુ રાજકારણીઓમાં પણ વધી રહ્યો છે. ટવીટર પર વઘુ પડતું લખવાથી જેમ શશીથરૂરે પ્રધાનપદુ ગુમાવ્યું એ રીતે કેરળના યુવાન વિધાનસભ્ય વી.ટી. બલરામ પણ ફેસબુકના ઉપયોગને કારણે સંકટમાં મુકાઇ ગયા છે. ૩૩ વર્ષના વી.ટી. બલરામ કેરળ વિધાનસભામાં એક ખાનગી બિલ લાવવા માંગતા હતા, વિધાનસભામાં આ બીલ લાવતા પહેલા એમણે બીલની વિગતો ફેસબુક પર મુકીને લોકોનો અભિપ્રાય માંગ્યો. ખલાસ. મોટોભાગના ફેસબુક યુઝર્સ બીલની તરફેણમાં હતા, પરંતુ સ્પીકર સાહેબ નારાજ થઇ ગયા અને વી.ટી. બલરામ સામે વિશેષાધિકાર ભંગ બાબતે પગલા લેવાનું નક્કી થયું!
* પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શોએબ અખ્તર જેટલો ક્રિકેટ ફિલ્ડ પર ભારાડી છે એટલો જ ક્રિકેટ ફિલ્ડની બહાર પણ છે. હમણાં શોએબ દિલ્હી આવ્યો ત્યારે એની ત્રણ વર્ષ જુની, સુંદર સ્ત્રી મિત્ર સુદેશ રાજપુત પણ એની સાથે રૂમમાં હતી. મહેમાનોના દેખતા જ એણે સુદેશ રાજપુતને કોફી બનાવવાના હુકમો છોડયા હતા. એજ હોટલમાં જયારે એ રેસ્ટોરામાં જમવા ગયો અને વેઇટરે એને ફૂડનો ઓર્ડર પૂછયો તો શોએબે કહ્યું ઃ કપિલ દેવ લાવ! આ ઉપરાંત એ જયાં ત્યાં બોલતો રહે છે કે ઃ શાહરૂખ ખાન મૂર્ખ છે... સહેવાગને ખબર છે કે મારો (શોએબનો) બાપ સચિન તેંડુલકર છે એવું જો એ (સેહવાગ) બોલ્યો હોત તો એને હું એના રૂમમાં જઇને મારત...
* ગુલાબનું ફૂલ સૌંદર્યમાં મોખરે છે એટલું જ નહીં તેનામાં અનેક ઔષધીય ગુણોનો ભંડાર છે. જે વ્યકિતનો પસીનો વાસ મારતો હોય એમણે દિવસમાં બે વખત ગુલકંદ ખાવું જોઇએ. જેમને વારંવાર ખીલ થતા હોય એમણે સૂકા ગુલાબનો પાઉડર બનાવી એક ચમચી માખણ અને સાકર સાથે સવાર-સાંજ છ માસ લેવા. શુદ્ધ ગુલાબજળના ટીપાં આંખમાં નાંખવાથી આંખની રોશની લાંબો સમય એકસરખી જળવાઇ રહે છે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved