Last Update : 11-April-2012, Wednesday
 

છૂટાછેડા માટેનો નવો કાયદો કેટલો ઉપયોગી બની શકે એમ છે ?

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી

- સમાજશાસ્ત્રીઓનું સર્વેક્ષણ દર્શાવે છે કે, પહેલાના સમયગાળા કરતાં અત્યારે છુટાછેડાનું પ્રમાણ ૩૦ થી ૪૦ ટકા વધી ગયું છે અને ભવિષ્યમાં તે ટકાવારી પચાસ ટકા પર પહોંચે તેવી શક્યતા રહેલી છે

તાજેતરમાં જ છુટાછેડાની પ્રક્રિયાને વઘુ આસાન બનાવવા માટે હિન્દુ મેરેજ એક્ટ (૧૯૫૫)માં સુધારો કરવાની કેન્દ્રીય કેબીનેટે મંજૂરી ગયા અઠવાડિયે આપી. બે વર્ષથી લટકતો રહેલો આ ખરડો હવે લગભગ કાયદો બનશે. આ કાયદો બને ત્યારે તે પ્રમાણે કેસ દાખલ થયા બાદ પરાણે છ મહિનાથી શરૂ કરીને બે વર્ષ સુધીનો કીલીંગ પીરીયડ (ફેરવિચારણાનો) સમયગાળો ટૂંકી થઈ શકશે. જજને જો યોગ્ય લાગે તો, એ પતિ-પત્નીને વધારાની રાહ જોવડાવ્યા વિના ફટાફટ છુટાછેડા આપી શકશે. એટલે કે પતિ-પત્ની જો મ્યુચ્યુલ રીતે સંમ્મત હોય અને જજને કારણ યોગ્ય લાગે તો છુટાછેડાના કેસની પતાવટ મહિનાની અંદર થઈ શકશે. ‘ચટમંગની પટ બ્યાહ’ની જેમ ‘ચટકેસ, પટ નિકાલ.’ એવી ઉક્તિ તારવી શકાય. આ ખરડાને કાયદો બનાવવા સરકાર જઈ રહી છે ત્યારે તેના પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. પ્રીન્ટ મીડીયા, ઈલેક્ટ્રોનીક મીડીયામાં, આના વિષે ઊંડાણથી પ્રકાશ ફેંકાયો છે. આજે અહીં આ ખરડાના હકારાત્મક અને નકારાત્મક પાસાની ચર્ચા કરી, ખરેખર એ આવકારદાયક છે કે નહિ તે તારણ કાઢવું છે.
સામાન્ય રીતે, અત્યાર સુધી જ્યારે છુટાછેડાનો કેસ દાખલ થાય તે પછી, છ મહિનાથી બે વર્ષનો ગાળો, જેને કાયદાની ભાષામાં, સેપરેશન પિરિયડ કહે છે તે જરૂરી ગણાતો. સરકાર આ પિરિયડ સમયગાળો ઓછો યાને લગભગ નહિવત્‌ કરવા માગે છે. તેના હકારાત્મક પાસામાં પ્રથમ તો, ‘કીલીંગ પિરિયડ’ ઓછો હોય એટલે બન્ને પક્ષે જલ્દી છુટા પડવાનું થાય. એક બુદ્ધિજીવી વર્ગની એવી દલીલ છે કે, મોટેભાગે છુટાછેડાના કેસના દાખલા પુરૂષો તરફથી જ થતાં હોય છે. એટલે સ્ત્રીઓને પીડામાંથી જલ્દી મુક્તિ મળે. છુટાછેડાના કેસના દાખલા પછી સ્ત્રીની ‘જે નહિ ઘરની, નહિ ઘાટની’ જેવી દસા થાય છે. એ સમયગાળો જ્યારે લાંબો હતો ત્યારે માનસિક હતાશા લાવી છે તેટલી હદે નુકશાનકારક હતો, આ દશામાંથી સ્ત્રીઓને મુક્તિ મળી શકે. ઘણીવાર સ્ત્રીઓ એટલી બધી નિરાશ થઈ જતી હોય છે કે આપઘાતનો રસ્તો પણ લઈ શકે છે, આવી આપઘાતની ઘટનાઓ નીવારી શકાય. સ્ત્રી કે પુરૂષ દાંપત્ય જીવનની પૂર્ણાહુતિ કરી, નવી દિશા તરફ જલ્દી પ્રયાસ કરી શકે એટલું જ નહિ પરંતુ નવો અભિગમ લઈ શકે.
બીજી રીતે જોઈએ તો, જ્યારે પતિ-પત્ની છુટા પડવાનું નક્કી કરે છે ત્યારે, બન્ને પક્ષે લગ્નજીવનમાં સમજૂતિના પ્રયાસ છતાં, ગળે આવી ગયા હોય ત્યારે જ આ નિર્ણય લે છે. (જોકે સાંપ્રદ સમાજમાં આ સમીકરણમાં ઘણો ફેરફાર જોવા મળે છે.) એટલે કે બળેલા હૃદયોને વધારે બલવું ના પડે. એકબીજાને તિરસ્કારભર્યા વાતાવરણમાં રહેવું ના પડે અને કડવાશ ના વધે. એ સાથે કીલીંગ પિરિયડ જ ખૂબ ઓછો હોય એટલે ઘણીવાર ફેમીલી કોર્ટોમાં જે સામસામી કલેશનું વાતાવરણ પિયર અને સાસરી પક્ષ તરફથી સર્જાય છે. તે ના સર્જાય. ટૂંકમાં એમ કહી શકાય કે બન્નેની સમ્મતિથી છુટા પડે. જેની ખરાબ અસર વધારે પડતી, બાળકો હોય તો ના થાય.
આ ઉપરાંત જો સ્ત્રીએ છુટાછેડાનો કેસ દાખલ કર્યો હોય તો, તેને ઓછો ગાળો હોવાથી ખર્ચ પણ ઓછો થાય. વકીલની ફી જ આપવી પડે, બાકી કોર્ટની મુદતો પડે તે અને તે માટેના ધક્કામાંથી તે બચી જાય. જે તેની માનસિક દશા માટે ખૂબ સબળ પાસું ગણી શકાય.
જ્યારે નકારાત્મક પાસાઓ વિચારીએ તોઃ સામાન્ય રીતે ‘કીલીંગ પિરિયડ’ ઓછો હોય એટલે ‘આત્મખોજ’ કરવાની એટલે રીથીકીંગ - પુનર્વિચારણા કરી, રીસેટલમેન્ટનો અવકાશ નહિવત્‌ બની જાય છે. ઘણીવાર ઉશ્કેરાટમાં, સહનશક્તિના અભાવે છુટાછેડાનો નિર્ણય લેવાઈ જતો હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ આત્મખોજ વધારે કરે છે, આ પરિસ્થિતિમાં જો વેઈટીંગ પિરિયડ વધારે હોય તો ઉભરો શમી જાય અને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થતાં, ઘણીવાર એકબીજા માટે પુનઃ સમજણ કેળવી શકાય છે, જે સંતાન હોય તો તેને માટે ખૂબ યોગ્ય અને આશીર્વાદરૂપી પગલું બની શકે છે. આપણે છુટાછેડાના કેસોમાં દશથી પંદર ટકા તો એવા કિસ્સા સાંભળીએ છીએ કે જેમાં, પુનર્મિલન થઈ જતું હોય છે. કોઈપણ મેરેજ કાઉન્સીલીંગ સંસ્થા કે વકીલ પાસે જ્યારે પ્રથમ કોઈપણ છુટાછેડાનો કેસ જાય છે ત્યારે પ્રથમ તો બન્ને પાર્ટીઓ સમાધાન કરાવવા પ્રયાસ કરે છે. કારણ કે લગ્ન એ આપણા સમાજની એક મજબૂત કડી છે, જે આખા કુટુંબને જોડે છે, જે અને પતિ-પત્ની આ લગ્નરથના પૈંડા છે, એક પૈડું જો ખોટકાય તો તે રથ આગળ નથી ચાલી શકવાનો તે નક્કી છે.
આઘુનિક સમાજનો અભિગમ એવું દર્શાવી જાય છે કે, સાંપ્રત પતિ-પત્નીઓમાં જે દાંપત્યજીવનમાં સમજણ, ધીરજ હોવી જોઈએ તેનો અભાવ છે. સાવ નાની નાની બાબતોમાં ધીરજ ગુમાવી, છુટાછેડા માંગનારા કપલોની સંખ્યા વધી રહી છે. સમાજશાસ્ત્રીઓના સર્વેક્ષણ પ્રમાણે છેલ્લાં દશકા કરતાં છુટાછેડાનું પ્રમાણ ૩૦ થી ૪૦ ટકા વધી ગયા છે અને આવનાર દશકામાં, તે વધીને પચાસ ટકા સુધી પહોંચે તેવી શક્યતાઓ છે તેવા સમયમાં કીલીંગ પરિયડ નહિવત કે ઓછો કરવાથી લગ્ન ટકવાને બદલે જલ્દી ભાંગી પડવાના ફટાફટ છુટાછેડા થવાના, ધીરજ ધરવાની કાયદામાં જોગવાઈ વધારે હોવી જોઈએ તેને બદલે અહીં તો લાગુ થયેલી સમયની જોગવાઈને નાબૂદ કરવામાં આવી રહી છે. જેનો સમય અયોગ્ય છે, કદાચ રોંગ ટાઈમીંગ કહી શકાય.
આ ઉપરાંત આપણે આપણા સમાજમાં આવતા આમૂલ પરિવર્તન સામે જોઈએ તો, સમાજમાં લીવ ઈન રીલેશનશીપ, લગ્નેતર સંબંધો, ગેશીપ, લેસબીયનશીપ જેવા સ્ત્રી-પુરુષના અસમીકરણો વધી રહ્યાં છે. ધીરે ધીરે સ્થિર દાંમ્પત્ય જીવન સામે, આવા આઘુનિક સંબંધોનું પલ્લું ભારે બની રહ્યું છે ત્યારે આ પ્રકારનો કાયદાકીય નિર્ણય લગ્ન સંસ્થાના પલ્લાને નીચું કરી શકે છે. જતે દાડે લગ્ન સંસ્થાની ગાંઠ ઢીલી કરી શકે છે. વર્ષોથી ચાલી આવતી આપણી સંસ્કૃતિની પરંપરા લગ્ન સંસ્થા, જેના પર ભારતીય સમાજનો પાયો છે, તે પાયામાં જ તિરાડ પડી શકે છે. લોકો લગ્નનો વિચ્છેદને પણ બહુ જલ્દી સ્વીકારતા થઈ જશે. પશ્ચિમની સંસ્કૃતિને લગ્ન સંસ્થાની કંિમત સમજાય છે, જેને કારણે ત્યાંના સમાજશાસ્ત્રીઓ, ધર્મગુરુઓ લોકોને સમજાવી તે તરફ વાળવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે ઉલ્ટી દિશા તરફ વળી રહ્યા છીએ.
હાલમાં આપણે વારેવારે ગુજરાતમાં બાળકો લાપત્તા બન્યાના સમાચાર વાંચીએ છીએ આ ઘટનાઓનો ક્રમાંક એટલો વધી ગયો છે કે, ખાસ હાઈકોર્ટે આનું કારણ જાણવા તપાસ બેંસાડી તો કારણ ના સર્વેક્ષણમાં પ્રખર કારણ માતા-પિતાના અંદર અંદરના ઝઘડા અને છુટાછેડા લેનાર અથવા લેવાની વાતચીત કરતાં દંપતીના સંતાનોની ભાગેડું સંખ્યામાં વધારે ટકાવારી આવી. આમ જ્યારે માતા-પિતા છુટા પડે છે ત્યારે સૌથી વધારે અસર બાળકો પર થાય છે. કાચી ઉંમરે જ્યારે બાળકોને સલામતી અને રક્ષણ સૌથી વધારે જોઈએ ત્યારે તેમનું જીવન મહત્તમ અસાલમત બની જાય છે. તેમને સંબંધોમાંથી વિશ્વાસ ઊઠી જાય છે અને જીવન કડવું ઝેર લાગે છે, જેના અનેક નકારાત્મક પરિણામો અને માનસિક અસર પહોંચે છે. આવા કાયદાઓ સંતાનોને આડકતરી રીતે નુકશાન કરે છે.
કોઈપણ સરકાર બાળકોની રખેવાળ હોવી જોઈે. સામાજિક સંતુલન જળવાઈ રહે તે સરકારની ફરજોમાંની એક છે.
અને ગમે તે કાયદાકીય સુધારા થાય પણ સ્ત્રીની દશા તો છુટાછેડા પછી સામાજિક આર્થિક રીતે ખોટમાં જ રહે છે. હજુ આપણાં સમાજની વિચારસરણીમાં પૂરો બદલાવ આવ્યો નથી તે તો સ્ત્રીને જ વાંક કાઢે છે તો પછી આવા કાયદા સ્ત્રીને કેટલા મદદરૂપ બની શકે.
આ ચર્ચાને અંતે ેટલું જ તારણ નીકળે કે શું આવા કાયદા સ્ત્રીની દશા સુધારી શકવાના છે? લાંબે ગાળે જે નુકશાનકર્તા નીવડી શકે તો વર્ષોથી ચાલી આવતી પ્રથામાં શા માટે ગાબડું પાડવું ? આનો અર્થ એ નથી કે પરાણે, જબરદસ્તીથી એક છત નીચે રહેવું પરંતુ જો કીલીંગ પિરિયડ લાંબો હોય તો, ઘણીવાર રીથીંકીંગ પુર્નવિચારણઆ કરી દાંપત્યજીવન જોડી શકે છે, જે સ્ત્રી-પુરૂષ અને સંતાન માટે મદદરૂપ બની શકે છે. આ વેઈટીંગ પીરીયડની વધારે સમયમર્યાદા છુટાછેડાના કિસ્સા ઓછા કરી શકે છે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved