Last Update : 11-April-2012, Wednesday
 

વાસના ઓનું શુદ્ધિકરણ થાય તો ?

 

- પ્રકૃતિના સંતાન હોવું અને વાસના મુક્ત રહેવું તે યથાર્થ નથી. વાસના એ તો માનવ અસ્તિત્વનો એક અંશ છે. સવાલ વાસનામુક્તિનો નથી. પણ ‘ઇમ્યુનાઈઝેશન’નો છે, શુદ્ધિકરણનો છે. જીવનમાં જે કાંઈ ઘટનાઓ બને છે તે સર્વનું મૂળ તો મનુષ્ય માત્રની સુખી થવાની ઇચ્છામાં રહેલું છે.

બાળપણથી જ સંઘ્યા એકાન્ત પ્રિય હતી. ભોમિયા વિના એને ડુંગરા ખૂંદવા હતા. નદી-નાળાં-ઝરણાં સાથે ભાઈબંધી કરવી હતી. જંગલ લાઈફનો અનુભવ કરવો હતો. નિકટનું એનું કોઈ સાથે સખ્ય ન હતું કે જેની સાથે પોતાની પર્સનલ લાઈફ શૅર કરે. આ સમગ્ર દુનિયામાં તે એકલી પડી ગઈ હતી. માતા-પિતા સાથે એક અનિવાર્ય અંતર હતું જેથી તેમની સાથે કોઈ અંગત વાતો ડીસ્કસ થતી નહીં. સમયનો કેટલોક ભાગ સ્કૂલમાં, ઘણો પોતાના બેડરૂમમાં-એકાન્તમાં.
હાઈસ્કૂલમાં સંઘ્યા ભણતી હતી ત્યારે ત્યાં એને વિચારોને મોકળાશ મળી. માતા-પિતા કહેતા ઃ વાસના તમારો મૂળભૂત દુશ્મન છે. બહેકવા ન દેવી. તેના પર નિયંત્રણ રાખવું. તેને થતું સ્વાભાવિક બાબત પર નિયંત્રણ શા માટે ? ઘરમાં-કુટુંબમાં કોઈ ઉત્તર ન હતો. અને સવાલ-જવાબની કોઈ તૈયાર પરિસ્થિતિ પણ નહોતી. પણ જ્યારે હાઈસ્કૂલમાં આવી ત્યારે તેનાં મનને ખૂલ્લા થવાનો અવકાશ મળ્યો. પ્રકાશ સરનો વર્ગ તેને ગમતો. પહેલી બેન્ચે બેસતી. સર ભણાવે તે પહેલાં કોઈ એક સૂત્ર બ્લેક બોર્ડ પર લખતા.
પ્રકાશ સરનું આજે નવું સૂત્ર હતું ઃ વાસનાઓ એ તમારી દુશ્મન નથી. એને દબાવો નહીં, ઓળખો. એ તમારી માનસિક ખોરાક છે. તેની સાથે ભાઈબંધી કરો તો જીવનને ગતિશીલ બનવાની તક મળશે. સંઘ્યાને આજનું સૂત્ર ગમ્યું. ઊષા સાથે નવું નવું જાણવાની-વિચારવાની તક મળતી. નામ ખાવા ય કોઈ નહીં તેમાં ઊષા તેની પ્રથમ સખી બની ગઈ.
પ્રકાશ સરે આજે બીજું સૂત્ર લખ્યું ઃ વાસનાઓ હેતુ અને ફળ વડે એકબીજા સાથે ગૂંથાયેલી હોય છે. વાસનાઓ મનમાં ઉદ્‌ભવવાની-એ એમની સ્વાભાવિક પ્રકૃતિ છે. વાસના ઉદ્‌ભવે એટલે તેનું ફળ મળવાનું. તે પહેલાં વાસના નષ્ટ નહીં થાય. ત્યાં બળજબરી નહીં ચાલે. તેનું કાર્ય ખતમ નહીં થાય ત્યાં સુધી મનનો કબજો લઈને બેસવાની. ઇચ્છો કે ન ઇચ્છો તો પણ. માનવ ચિત્ત એ વાસનાઓનો ભંડાર છે. ચિત્તમાં સૂક્ષ્મરૂપે એ પડેલી હોય છે. એક પછી એક તમારી નજીક સરકતી રહેવાની. ભાગશો નહીં કે દબાવતા પણ નહીં. લેટ ઈટ કમ.
સંઘ્યાએ પોતાના પ્રશ્નનો ઉત્તર મળવા લાગ્યો. પ્રકાશ સરનું સૂત્ર લખાણ તેનું શિક્ષક બન્યું - ઈનડીરેક્ટ. ઊષા સાથેની ભાઈબંધી એ તેનાં જીવનમાં નવો પ્રાણ પૂર્યો. સૂત્રો તેની પર્સનલ ડાયરીમાં લખાતે જતા. આંટી-ધૂંટી ઉકેલાતી. સોળ વર્ષની સંઘ્યા પ્રથમવાર મનોભાર હળવો કરીને બેઠી. તેનું તન અને મનનું નૈસર્ગિક સૌંદર્ય ખીલ્યું. સરની વાણી તે વાગોળતી ઃ વાસને એ તમારો શિક્ષક છે, પથદર્શક છે. મૃત્યુદંડ નથી. ખુદને સજા ન આપો. ગિલ્ટ ન અનુભવો. સમજો. એ તમારા અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. ખોતરશો તો લોહી નીકળશે. સમાધાન નહીં મળશે. અને કુદરતની બક્ષીશ વેડફાઈ જશે. ગો ક્લોઝ ટુ ઈટ. ભય ન રાખો. કદાચ એ જ રાહે તમને ઉર્ઘ્વગતિ પ્રતિ પ્રયાણ કરી શકો.
યોગ શાસ્ત્રના અભ્યાસીઓ કહે છે કે ગૃહજીવનમાં અનેક વાસનાઓનાં પ્રતિબંિબો પડેલા છે. જીવનની એ એક કેડી છે. રાજમાર્ગ બની શકે - શુદ્ધિકરમ થાય તો. આનંદશંકર ઘુ્રવ કહેતા ઃ બંિબ એ તમારો આત્મા છે. અસલી ફોર્મ છે. તેની પર અસંગતિઓના, અજ્ઞાનનાં વાદળો છવાયેલા છે. ચારે તરફ ઘુમ્મસ લાગે છે. દિશાહીન બની જાઓ તો તેમાં વાસનાઓનો શો વાંક ? એ તો મટીરીઅલ છે, ખાતર છે. આંતરિક વિકાસ માટે મિત્રની ગરજ સારી શકે, ઉપયોગ કરતાં આવડે તો આંતરિક આત્મબળ હોય તો વાસના તમારા ચરમ સેવશે.
પ્રકૃતિના સંતાન હોવું અને વાસના મુક્ત રહેવું તે યથાર્થ નથી. વાસના એ તો માનવ અસ્તિત્વનો એક અંશ છે. સવાલ વાસનામુક્તિનો નથી. પણ ‘ઇમ્યુનાઈઝેશન’નો છે, શુદ્ધિકરણનો છે. જીવનમાં જે કાંઈ ઘટનાઓ બને છે તે સર્વનું મૂળ તો મનુષ્ય માત્રની સુખી થવાની ઇચ્છામાં રહેલું છે. જીવનનું અંતિમ લક્ષ્ય છે ઃ પોતાનાં મૂળરૂપ સાથે - આત્મા સાથે સહયોગ કરવો. એ પણ એક મોટી વાસના છે. વાસનાનું શુદ્ધ સ્વરૂપ છે. હા, વાસનામાં રહેલ અશુદ્ધિઓ દૂર કરવાની છે. તેને શુદ્ધ બનાવવી છે, પોતાના મૂળરૂપની જેમ. તો જ તેમનો સહયોગ બને. પણ તે માટે ‘રેશનાલાઈઝેશન’ આવકાર્ય નથી. મન મનાવવાનો અર્થ નથી. વાસનાઓનું પુનર્શિક્ષણ થાય. રીસાઈકલીંગ થાય તો પોતાના મૂળ રૂપ ‘ઇશ્વર’ તરફ ગતિ કરવામાં કોઈ અવરોધ નહીં રહે.
- હરેન્દ્ર રાવલ

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved