Last Update : 11-April-2012, Wednesday
 

મેદસ્વીતા સૌંદર્ય તથા સ્વાસ્થ્ય બંને માટે હાનિકારક

 

- આયુર્વેદના મત પ્રમાણે જોઈએ તો મેદ કફ, વાયુના કારણે થનાર હોઈ એમાં શરીર હલકું કરનાર, કફ, ચરબી દૂર કરનાર આહાર-વિહાર-ઔષધનો ઉપયોગ જરૂરી છે. મેદસ્વી માણસે એકદમ ઉપવાસ પર ઉતરી જવાની પણ જરૂર નથી.

સુંદરતાનો મોટો દુશ્મન છે સ્થુળતા. હવે તો ઠેર ઠેર સ્થુળતાનાં બેડોળ હરતાફરતા સંગ્રહાલયો નજર સામે પ્રદર્શિત થતા રહે છે. કહેવાતી મોર્ડન લાઈફસ્ટાઈલને કારણે ઘણાં રોગો હાજર થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મુખ્યત્વે પાંચ રોગો ડાયાબીટીસ, હાઈ બી.પી., હૃદયરોગ, ઓબેસીટી, કેન્સર ગણવામાં આવ્યા છે. આ સ્થુળતા, મેદસ્વીતા, ઓબેસીટી અનેક નામધારી રોગ સુંદરતા, સ્વાસ્થ્યને હાનિ કરે છે. પુરૂષને અંદાજે પેટનો ઘેરાવો ૪૦ ઇંચથી વધારે અને સ્ત્રી ૩૫ ઇંચથી વધારે ‘ખતરા’ની ઘંટી સમાન છે.
‘ઓબેસીટી’ એટલે કે વઘુ પડતી ચરબીને સંગ્રહ કરવાના વિવિધ પ્રકાર છે. ૧. સફરજનનાં આકારની ઓબેસીટીમાં કમરની આસપાસ ચરબીનો ફેલાવો રહેલ હોય છે. ૨. જમરૂખ આકારની ઓબેસીટીમાં નિતંબ અને સાથળની આજુબાજુ ફેલાયેલ ચરબીના થરોને ગણવામાં આવે છે. જમરૂખ આકારની ઓબેસીટી કરતા સફરજનને આકારની ઓબેસીડીમાં હૃદયરોગનું જોખમ વધારે રહે છે. જે શરીરમાં વિકાસ પેદા કરવાનું કારણ બની શકે છે.
ઓબેસીટીના કારણે હાઈ બી.પી., હૃદયરોગ, ડાયાબીટીસ અને આરોગ્યને લગતી ગંભીર તકલીફો થવાની શક્યતાઓ રહેલ છે.
ખોરાક નિયંત્રણ, કસરત, ડાયેટીંગ, આઘુનિક જીવનશૈલીમાં ફેરફાર, નિયમપાલન, જંક ફૂડને બાય-બાય, પરંપરાગત જ્ઞાન, યોગ, ઘ્યાન, આયુર્વેદ વગેરેનાં પ્રયોગ વગેરે ‘ઓબેસીટી’માં રાહત આપશે.
આઘુનિક સર્જરીમાં ‘બેરીઆટ્રીક સર્જરી’નો પણ ઉપયોગ થવા લાગ્યો છે. આ સર્જરીના પણ (૧) ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી (૨) ગેસ્ટ્રિક બેન્ડીંગ (૩) ગેસ્ટ્રિક સ્લીવ સર્જરીના રૂપે પણ જરૂરિયાત પ્રમાણે નિષ્ણાત સર્જનના માર્ગદર્શન પ્રમાણે કરાવાય છે.
આયુર્વેદના મત પ્રમાણે જોઈએ તો મેદ કફ, વાયુના કારણે થનાર હોઈ એમાં શરીર હલકું કરનાર, કફ, ચરબી દૂર કરનાર આહાર-વિહાર-ઔષધનો ઉપયોગ જરૂરી છે. મેદસ્વી માણસે એકદમ ઉપવાસ પર ઉતરી જવાની પણ જરૂર નથી. વૈદકીય સલાહ સૂચન મુજબ જ ચરબીને અંકુશમાં લાવવા યોગ્ય વ્યાયામ, આહાર, બેઠાડું જીવન નહીં પણ પ્રવૃત્તિમય જીવન જીવવું જરૂરી છે. ઘ્યાન, યોગ, પોઝીટીવ વિચારસરણી ખૂબ જ મહત્વના પાસાઓ છે. જમ્યા પછી બેસી ન જવું, થોડું ચાલવું, બપોરની ઊંઘ ટાળવી, કબજીયાત બિલકુલ રહેવા ન દેવી, આખો દિવસ ખા-ખા કરવાની આદત ટાળવી, બે વાર નિયમસર, પ્રમાણસર, સમતોલ આહાર, સમયસર, ચાવીને, નાના નાના કોળીયા વડે જમવું. રોજ સવારે નવશેકું ગરમ પાણી પીવું, ફ્રીજનું પાણી ટાળવું, ઠંડા પીણાં, મીઠાઈ, આઈસક્રીમ, ચોકલેટ, મેવાને ત્યજવા, આહારને લિજ્જતથી ચાવીને માણીને આરોગવો. ટીવી જોતા જોતા જમવું નહીં. સહેલાઈથી પચે તેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરવો. ગ્રીન સલાડ કાકડી, ટામેટા, કોબીજ, ખાખરા, મગ, મમરાનો ઉપયોગ નિષ્ણાતની સલાહ મુજબ કરવો. ઘી, બટેટા, માખણ, ચીઝ ઓછા લેવા. લીલાં શાકભાજી, ફળ પ્રમાણસર લેવા. ધનનો ઉપયોગ પહેલા ખા ખા કરવામાં પછી દવા પાછળ થાય તેવી સ્થિતિ ઊભી થવા ન દેતા સુંદરતા, તંદુરસ્તી સદા જાળવશો.
- સવિતા તુષાર

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved