Last Update : 11-April-2012, Wednesday
 

ઉઘ્ધતાઈ વ્યક્તિત્વવિનાશને નોતરે છે

માનવીના વ્યક્તિત્વના દુશ્મનોમાં એક દુશ્મન છે માનવીની ઉઘ્ધતાઈ. આજે ઘણા વ્યવસાયો અને સરકારી દસ્તરોમાં ઉઘ્ધત વ્યક્તિઓ મળી આવે છે. ઉઘ્ધત વ્યક્તિ કોઈનું પણ અપમાન કરતાં અચકાતો નથી અને પોતેજ સાચો છે તેવું સાબિત કરવા સતત પ્રયત્ન કરતો રહેતો હોય છે.
ઉઘ્ધત વ્યક્તિને તેના વર્તનને રોકે તેવા નીડર મિત્રો ભાગ્યે જ હોય છે. કારણ કે તેની ઉઘ્ધતાઈને કારણે મિત્રો બનાવી શકતો નથી. ઉઘ્ધતાઈ તેને એકલવાયો બનાવી દે છે અને લોકો તેનાથી દૂર રહેવામાં જ પોતાનું ભલું ઇચ્છતા હોય છે.
પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત, ખાસ કરીને ટેકનીકલ એક્ષ્પર્ટ માનવીઓમાંના ઘણા ઉઘ્ધતાઈથી વર્તતા હોય છે. તેઓને પોતાના જ્ઞાન અને આવડત ઉપર એટલો બધો ભરોસો હોય છે કે તેઓ બીજાઓનાં સૂચનો સાંભળવા માટે તૈયાર જ હોતા નથી. આવી વ્યક્તિઓ વ્યવહારુ બની શકતી નથી. જ્યારે કોઈ તેમને નિર્દોષ સવાલ કરે છે ત્યારે તેઓને ‘પોતાને કોઈ ચેલેન્જ કરી રહ્યું છે’ તેવો અનુભવ થાય છે પરિણામે તેઓ તુર્ત જ દલીલબાજી ઉપર ઊતરી પડે છે. અથવા ‘તમારે મને સલાહ આપવાની જરૂર નથી’ મારા ક્ષેત્રમાં તમારે માથું મારવાની જરૂર નથી.’ ‘તમે જે ક્ષેત્રનું જાણતા નથી તેમાં મારા જેવા નિષ્ણાતને સલાહ ના આપો.’ જેવા વાકયોનો પ્રયોગ કરતા હોય છે.
જયારે વ્યક્તિને સત્તા મળે છે અને તે પચાવી નથી શકતો ત્યારે ઉદ્ધત બની જાય છે. ભારતમાં મતોના રાજકારણને કારણે ઘણી અયોગ્ય વ્યક્તિઓ સત્તા મેળવે છે અને ઉઘ્ધતાઈથી વર્તે છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટે ભાગે ઉપરની પાયરી ધરાવતી વ્યક્તિઓ ખૂબ વિનયશીલ હોય છે જયારે નીચેની પાયરી ધરાવતી કેટલીક વ્યક્તિ કહેવાતી સત્તાને કારણે ઉઘ્ધતાઈથી વર્તતી હોય છે.
માનવી પાસે ઓચંિતો પૈસો આવી જાય ત્યારે પણ ઉઘ્ધતાઈ અને અવિનયી વર્તન કરતો થઇ જાય છે. પિતાનો જમાવેલ વિશાળ વ્યવસાય જયારે પુત્રના હાથમાં આવે છે ત્યારે ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયનું ગૌરવ જાળવી શકતી નથી અને સીનીયર સ્ટાફ સાથે ઉઘ્ધતાઈથી વર્તતી હોય છે. પોતે પોતાના પિતા કરતાં ઉમદા છે એવું સાબિત કરવામાં ઉઘ્ધતાઈ પ્રવેશી જતી હોય છે.
ઉઘ્ધતાઈનાં કારણો ઃ
જયારે માતાપિતા સંતાન પાસે અવ્યવહારુ સફળતાની આશા રાખતા હોય છે અને તેની સરખામણી મોટી વ્યક્તિઓ સાથે કરતા હોય છે ત્યારે તેનામાં ઉઘ્ધતાઈ આવે છે. દા.ત. અમારો દીકરો બીજો સચિન તેંડુલકર છે. અમારી દીકરી બીજી ઐશ્વર્યા છે. તું બીજો અંબાણી બનવાનો છું. જયારે સંતાનની થોડી પણ સફળતાને મોટી દર્શાવવામાં આવે છે ત્યારે ત અવાસ્તવિકતાની દુનિયામાં જીવવા લાગે છે અને ઉઘ્ધતાઈ કરતો થઇ જાય છે.
ફિલ્મ જગતમાં અને ખેલ ક્ષેત્રે થોડી સફળતા મળતાં ઉઘ્ધતાઈ થઇ ગયેલી વ્યક્તિઓના ઘણા દાખલા આપણે જાણીએ છીએ. આ વ્યક્તિઓ એ ભૂલી જાય છે કે તેમની ઉઘ્ધતાઈ તેમને સમાજમાં અળખામણા બનાવી દે છે અને વ્યવસાયમાંથી પણ મુકત કરી દે છે.
સફળ વ્યક્તિને જયારે ખુશામતખોરોથી ઘેરાયેલા રહેવાનું ગમતું હોય છે ત્યારે તેમનામાં ઉઘ્ધતાઈ આવી જાય છે. ધર્માંધતા પણ માનવીને ઉઘ્ધત બનાવી દે છે. જયારે માનવી ધર્માંધ હોય છે ત્યારે તે બીજાના ધર્મને અને બીજા ધર્મના માનવીઓને નીચી નજરે જોતો હોય છે અને તેઓની સાથે ઉઘ્ધતાઈથી વર્તન કરતો હોય છે. ભારતમાં જ્ઞાતિવાદને કારણે પણ ઘણી વખત ઉઘ્ધતાઈ ઉદ્‌ભવે છે. લધુતાગ્રંથિ અનુભવતી વ્યક્તિ જયારે સરકારી નિયમોને કારણે પ્રમોશનથી ઉચ્ચ હોદ્દો પામે છે ત્યારે પોતાને બદલો લેવાનો અવસર મળ્યો છે એમ માની ઉઘ્ધતાઈથી વર્તતો હોય છે.
ઉઘ્ધત વ્યક્તિત્વમાં બે ભાગ છૂપાયેલા હોય છે (૧) પોતે ટીકાનો ભોગ બનશે. (૨) પોતાને અન્યાય થાય છે. ટીકા અને અન્યાય થશે એવી કલ્પનામાં રાચી સ્વરક્ષણ માટે તે ઉઘ્ધત બની જાય છે. તેઓ એમ માનતા હોય છે કે જો તે ઉઘ્ધતાઈ નહીં દર્શાવે તો લોકો તેની નબળાઈ જાણી જશે અને તેનો ગેરલાભ લેવાશે. જો હું ભલું વર્તન કરીશ તો લોકો મારો હંમેશ ગેરલાભ ઉઠાવશે એવી ખોટી માન્યતાથી તેઓ પ્રેરિત હોય છે. આ જમાનો ભલાનો નથી એવું માનીને આવી વ્યક્તિઓ જીવન જીવતી હોય છે.
ઉઘ્ધત વ્યક્તિઓમાં પ્રેરણાનો અભાવ હોય છે અને મિત્રભાવનો અભાવ હોય છે. આવી વ્યક્તિઓનું લગ્નજીવન પણ મોટે ભાગે તનાવયુક્ત હોય છે અને સંતાનો પણ તેનાથી દૂર રહેતાં હોય છે. આ વ્યક્તિ કુટુંબમાં અને વ્યવસાયમાં બંને જગ્યાએ એકલતા અનુભવતો હોય છે.
ઉઘ્ધતાઈના ગેરફાયદા ઃ
૧. ઉઘ્ધત અમલદાર રીટાયર્ડ થતાં સમાજમાં સ્થાન પામી શકતો નથી. તેનો ભૂતકાળ સંબંધો સ્થાપવામાં મુશ્કેલી પેદા કરે છે.
૨. ઉઘ્ધત વ્યક્તિ ટીમવર્કમાં કામ કરી શકતો નથી અને તેનો જયારે કોઇનો સહકાર જોઈતો હોય ત્યારે મળતો નથી.
૩. ઉઘ્ધત વ્યક્તિ જયારે બીજી ઉઘ્ધત વ્યક્તિ સાથે ટકરાઈ જાય છે ત્યારે મારામારી સુધી વાત પહોંચી જતી હોય છે અને કોર્ટમાં પણ જવું પડતું હોય છે.
૪. ઉઘ્ધત વ્યક્તિ સ્વવ્યવસાયમાં હોય તો ના છૂટકે ગ્રાહકો તેની સાથે રહેતા હોય છે પરંતુ બીજો વિકલ્પ મળતાં તુર્ત જ ગ્રાહક તેનાથી દૂર થઇ જાય છે. આમ ઉઘ્ધત વ્યક્તિને નવા ગ્રાહકો શોધતા રહેવું પડે છે.
૫. ઉઘ્ધત વ્યક્તિને સ્વાર્થ ખાતર નાની વ્યક્તિ પાસે પણ ક્ષમાયાચના કરવી પડતી હોય છે અને નીચા પડવું પડતું હોય છે. આવા વર્તનને કારણે હંમેશ શરમની લાગણીથી લધુતાગ્રંથીનો અનુભવ કરવો પડતો હોય છે.
૬. ઉઘ્ધત ગ્રાહકને પોતાનો વખત આવતાં વેપારી અથવા સેલ્સમેન પાઠ ભણાવતો હોય છે. ઉઘ્ધત દર્દીને ઇમરજન્સીમાં તકલીફ પડી શકે છે કારણ કે તેને પ્રાયોરીટી મળતી નથી.
૭. ઉઘ્ધત કર્મચારી પ્રોબેશન પીરીયડ દરમ્યાન જ પોતાનો સ્વભાવ દેખાડી ચૂકયા હોય છે માટે નોકરી ગુમાવવી પડે છે.
૮. સત્તાધીશ સામે ઉઘ્ધતાઈભર્યું વર્તન સત્તાધીશનો સહકાર અને સહાનુભૂતિ ગુમાવી દે છે. અને પાઠ શીખવવા સત્તાધીશ પોતાની સત્તાનો પૂરો ઉપયોગ કરે છે.
૯. ઉઘ્ધતાઈમાં માનવી ગમે તેવી ભાષાનો પ્રયોગ કરે છે અને ઘણી વખત સામેની વ્યક્તિ માનહાનીનો દાવો કરી ઉઘ્ધત માનવીને પાઠ ભણાવે છે.
૧૦. ઇમરજન્સીમાં ઉઘ્ધત વ્યક્તિને પડોસીનો પણ સાથ મળતો નથી. અને વ્યવસાયને સ્થળે પણ સહકાર મળતો નથી. ઉઘ્ધત વ્યક્તિ સામે બીજી વ્યક્તિઓ સમૂહમાં થઇ જાય છે ત્યારે તેને આ સમૂહનો વિરોધ ખૂબ ભારે પડે છે.
- રોહિત પટેલ

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved