Last Update : 11-April-2012, Wednesday
 

કિસ્સા રસ્સી કા!

ચનો પશુપાલન કરે અને ગુજરાન ચલાવે. એણે પાળેલા ઘેટાઓની સંખ્યા વધતી ચાલી. (હોંશિયાર તો હતો જ! ટ્રેઈનના પુલ પર ચાલતો અને એની દિમાગ શક્તિથી ગયા વખતે જ બચી ગયેલો) એક દિવસ એણે ઘેટાઓને જરૃરી ઘાસ અને એના એક ખેતરમાં થતા ઘાસની ગણતરી માંડી. ખેતરમાં ઘાસ વધવાની ગતિ અચળ છે. એટલે કે એકસરખા રેટથી ઘાસ વધ્યે જ જાય છે. જો ચનો ૧૦ ઘેટા આ ખેતરમાં મુકે તો ૨૦ દિવસમાં ઘાસ ખૂટી પડે છે. ૧૫ ઘેટા મુકે તો ઘાસ ૧૦ દિવસમાં ખલાસ થઈ જાયછે. ચનો ૨૫ ઘેટા મુકવાનું વિચારે છે. તો હે સુજ્ઞા વાંચકો, આ ઘેટાઓ કેટલા દિવસમાં ખેતર ખાલી કરી મુકશે? ઘેટા મુકે એ સમયે ખેતરમાં ઘાસ હોય તો જ ચનો ઘેટા મોકલે, નહિ તો ઘેટા શું ઢેફા ખાય?! ઘેટાની ઘાસ ખાવાની સ્પીડ પણ અચળ છે.
પહેલાં ઉકેલ જોઈ લઈએ આ રસિક કોયડાનો!
ધારો કે એક ઘેટું એક દિવસમાં A યુનિટ ઘાસ ખાય છે. માટે ૧૦ ઘેટા ૨૦ દિવસમાં 200A યુનિટ જેટલું ઘાસ ખાય. જો શરૃઆતમાં x ઘાસ ખેતરમાં હોય અને ઘાસ વધવાનો દર y યુનિટ/દિવસ હોય તો,
x + 20y = 200A ........I
એ જ રીતે બીજા કેસ માટે,
x + 10y + 150A ........II
I અને II પરથી, શરૃઆતમાં 100A યુનિટ જેટલું ઘાસ હશે અને ઘાસ વધવાનો દર 5A યુનિટ/દિવસ છે. હવે 25 ઘેટા b દિવસ માટે મુકતા,
x + by = 25bA
=> 100A + b (5A) = 25bA
=> 100A = 20bA
=>b=5
આમ ૨૫ ઘેટાને ઘાસ ખાલી કરતાં ૫ દિવસ લાગશે.
હવે સાચો (અને વિગતવાર) જવાબ મોકલનાર સૌ વાંચકો આ મુજબ છે.
દ્વિજ ચૈતન્ય માંકડ, અમદાવાદ
ડો. ડી.એમ. કગથરા, મોરબી
યજ્ઞાા મહેતા, સુરેન્દ્રનગર
અભિનંદન!
ચનો રોજ આવા નવનવા અખતરા કરતો રહે, આવા અખતરાના પરિણામે ચનાએ એની પાસે રહેલી દોરીના (પતંગની નહિ ભાઈ, ચનાની દોરીના બીજા નામ છે કથી, ચીન્ધરી, રસ્સી) ટુકડાઓ ઘણીવાર સળગાવી તાપણું જમાવવા કરે. જેથી થોડી દિવાસળીઓ બચે. બધા ટુકડા સરખી લંબાઈના છે અને જુના અખતરાઓને લીધે ચનાને ખબર છે કે એક ટુકડો સળગી રહેતા એક મિનીટ લાગે છે.
આજે ચનો ખેતરમાં બેઠો છે. એની પાસે બે ચીન્ધરીના આવા ટુકડાઓ છે. એને ચાનક ચડે છે કે આ બે ટુકડા મારે એવી રીતે સળગાવવા છે કે હું પોણી મીનીટનું માપ કાઢી શકું. એની પાસે ઘડિયાળ નથી. આ બે ટુકડા સળગાવી ચનો આખરે ૪૫ સેકન્ડ્સનું માપ શોધી કાઢે છે. વાંચકોને આમંત્રણ આપીએ ચનાની લેબમાં પ્રયોગશીલ થવાનું!! અહીં દોરી સળગવાની ગતિ અચળ છે અને એક કે બંને દોરીઓ સળગાવતા લાગતો સમય નગણ્ય છે.
જવાબ ક્યાં મોકલશો?
તમારો જવાબ અમને ઈ મેઈલ દ્વારા alpesh. bhalala@ gmail.com પર મોકલી શકો છો અથવા www.alpeshbhalala. com પર કોમેન્ટ દ્વારા મૂકી શકો છો.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved